<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

ધ્રોલના ખારવા રોડ પર આવેલી ગણેશ નર્સિંગ હોસ્ટેલમાં રહેતી ૧૯ વર્ષીય પ્રજ્ઞા ઉર્ફે પ્રજ્ઞાબેન બાબુભાઈ પરમારે ગઈકાલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, યુવતી પોતાના પ્રેમી સાથે તાત્કાલિક લગ્ન કરવા ઈચ્છતી હતી. જોકે, પ્રેમીએ હાલ લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દેતા યુવતી ભારે માનસિક આઘાતમાં સરી પડી હતી. આ પ્રેમ સંબંધના મનદુઃખને કારણે યુવતીએ હોસ્ટેલમાં જ આ અંતિમ પગલું ભરી લીધું હતું. આ મામલે ધ્રોલ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. (સંજય ડાંગર, ધ્રોલ)

(5:02 PM IST)