<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કેન્‍સરનો વિશ્વવ્‍યાપી ખતરોઃ દર વર્ષે ૨.૦૬ કરોડ નવા કેસઃ ૨૦૫૦ સુધીમાં આ આંકડો ૩.૫ કરોડે પહોંચવાની ચેતવણી : દરરોજ વિશ્વમાં ૨૬ હજારથી વધુ લોકોના કેન્‍સરથી મોતઃ પાંચમાંથી એક વ્‍યક્‍તિને જીવનકાળમાં કેન્‍સર થવાની સંભાવના : વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાનો ૨૮૦ પાનાનો અત્‍યંત મહત્‍વનો વૈશ્વિક અહેવાલ ફરી ચર્ચામાં: યુટયુબ પર ફરતો ‘કેન્‍સર વેક-અપ કોલ' વિડિયો સત્તાવાર સંસ્‍થાનો નહીં પરંતુ અહેવાલ આધારિત ચર્ચાઃ માત્ર દર્દી નહીં પરંતુ તેના પરિવાર અને નજીકના સ્‍વજનો ઉપર થતી અસરનો સમાવેશ કરવામાં આવે તો દુનિયાની આશરે ૯૨ ટકા વસ્‍તી જીવનના કોઈ ને કોઈ તબક્કે કેન્‍સરથી સીધી અથવા પરોક્ષ રીતે પ્રભાવિત થઈ શકે છે : ભારત માટે જુલાઈ ૨૦૨૬માં જાહેર કરાયેલા નવા વૈશ્વિક કેન્‍સર અંદાજોમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન આશરે ૧૫.૬ લાખ નવા કેન્‍સર કેસ અને લગભગ ૯,૦૧,૮૨૮ મૃત્‍યુનો અંદાજ આપવામાં આવ્‍યો છે. છેલ્‍લા પાંચ વર્ષ દરમિયાન કેન્‍સર નિદાન થયેલા અને જીવિત રહેલા લોકોની સંખ્‍યા આશરે ૩૩.૨ લાખ દર્શાવવામાં આવી છે. સ્‍તન કેન્‍સર આશરે ૧૫.૨ ટકા સાથે પ્રથમ, હોઠ અને મોઢાનું કેન્‍સર ૧૩.૨ ટકા સાથે બીજા, ફેફસાનું કેન્‍સર ૭.૨ ટકા, મોટા આંતરડાનું ૫.૩ ટકા અને ગર્ભાશયના મુખનું કેન્‍સર લગભગ ૫.૧ ટકા હિસ્‍સો ધરાવે છે11:27 AM IST

વડાપ્રધાન મોદીનો બે દિવસનો ઉઝબેકિસ્‍તાન પ્રવાસ જાણે ભારતની કૂટનીતિને નવી ઊંચાઈ : ભારત અને ઉઝબેકિસ્‍તાન સંબંધો હવે ‘વ્‍યાપક વ્‍યૂહાત્‍મક ભાગીદારી'માં પરિવર્તિતઃ ૨૦૩૦ સુધી વચ્‍ચે વેપારનો લક્ષ્યાંક પાંચ અબજ ડોલર : યુરેનિયમ સહકાર એ જ ભારત માટે વ્‍યૂહાત્‍મક સફળતા, ક્રિટિકલ મિનરલ્‍સ અને ખનિજ સંપત્તિ પર નજર, ડિજિટલ ભારતની ‘UPI ડિપ્‍લોમસી', આઈટી, કૃત્રિમ બુદ્ધિ અને સ્‍ટાર્ટઅપ ક્ષેત્રે સહકાર, શિક્ષણ અને સંસ્‍કૃતિમાં ૧૧ મહત્‍વની સમજૂતીઓ, ગુજરાત માટે પણ ખાસ મહત્‍વ, ભારતીય પ્રવાસીઓ માટે મોટી રાહત, નરેન્‍દ્રભાઈની સૌથી મોટી કૂટનીતિ ની સફળતા એટલે, યુએનએસસીમાં ભારતને સમર્થન, મોદીને ઉઝબેકિસ્‍તાનનો સર્વોચ્‍ચ રાજ્‍ય સન્‍માન10:37 AM IST

‘મુકેશજી, મારા અને મારા જૂથ સામે ખોટો પ્રચાર બંધ કરો’: સુભાષ ચંદ્રાનો નમ્ર ભાષામાં પણ અત્યંત મક્કમ પડકાર : ૨૨ હજાર કરોડની ‘વ્યક્તિગત લોનમાફી’ના પ્રચાર સામે ચંદ્રા મેદાનેઃ અંબાણીના મીડિયા જૂથ પર નિશાન, રિલાયન્સે આક્ષેપો નકાર્યા: ૬.૫ કરોડના પુનઃચુકવણી પ્રસ્તાવથી દેશભરમાં ભારે ચર્ચા: ચંદ્રાનો દાવો—મેં રૂ. ૨૨ હજાર કરોડ વ્યક્તિગત ઉછીના લીધા જ નથી; મૂળ ઋણગ્રાહકો પાસેથી વસૂલાત કરવાના રસ્તા યથાવત:સુભાષ ચંદ્રાએ કાલે ૩૧ ઓગસ્ટે સવારે ૯ વાગ્યાથી ઇન્સ્ટાગ્રામ ઉપર જીવંત સંવાદ કરીને લોકોના પ્રશ્નોના જવાબ આપવાની જાહેરાત કરી: લોકોને પોતાના (ચંદ્રા) વિશે અભિપ્રાય બાંધતા પહેલાં તેમની પાસેથી હકીકતો સાંભળવાની અપીલ કરી: આ સંવાદમાં મુકેશ અંબાણી સામે કરવામાં આવેલા આક્ષેપો, ૨૨ હજાર કરોડના દાવાની ગૂંચવણ, વ્યક્તિગત ગેરંટી તથા નાદારી પ્રક્રિયા અંગે ચંદ્રા વધુ ખુલાસા કરે તેના પર સમગ્ર કોર્પોરેટ જગતની બાજ નજર10:08 PM IST

વાયબ્રન્ટ ગુજરાત સમિટ ગ્લોબલ ઈન્વેસ્ટર્સના ગુજરાત પરના વિશ્વાસનું પ્રતિકઅને નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બની છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગુજરાતમાં દરેક નિવેશને વિકાસનું માધ્યમ-ઉદ્યોગોને રોજગારનો આધાર-ઈનોવેશનને ભારતની શક્તિ બનાવી વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા ઈન્વેસ્ટર્સ-બિઝનેસ લિડર્સને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આહવાન:નરેન્દ્રભાઈ મોદીએ સપ્તધારાનો આપેલો સંકલ્પ સાકાર કરવા ગુજરાત મજબૂતીથી પોતાની ભૂમિકા નિભાવશે. વાયબ્રન્ટ સમિટ 2027 સપ્તધારાના દરેક સંકલ્પને નવી ગતિ આપશે:મુખ્યમંત્રી : ગુજરાતમાં રોકાણ કરેલો એક-એક રૂપિયો સુરક્ષિત અને યોગ્ય રિટર્નની ગેરંટી છે:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : ગુજરાતે સ્થિર સરકાર, સતત પ્રગતિ અને ઉદ્યોગલક્ષી નીતિઓના માધ્યમથી રોકાણ માટે વિશ્વસનીય વાતાવરણ ઊભું કર્યું છે : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા7:56 PM IST

આવનારી પેઢીઓને બંજર જમીન-ઝેરી પાણી આપવાના બદલે સમૃદ્ધ પર્યાવરણ આપવા પ્રાકૃતિક ખેતી અપનાવીએ : ખેડૂતો આખા ખેતરમાં નહીં તો શરૂઆતમાં જમીનના ચોથા ભાગમાં પ્રાકૃતિક ખેતી કરી પોતાના પરિવાર માટે ઝેરમુક્ત આહાર ઉગાડે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માંડલમા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા કર્યો અનુરોધ : પ્રગતિશીલ ખેડૂતોએ મિશ્ર પાક પદ્ધતિ અને મૂલ્યવર્ધનથી સફળ પ્રાકૃતિક ખેતીના અનુભવો રજૂ કરી અન્ય ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા : વિવિધ સ્ટોલ્સ દ્વારા ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો અને મૂલ્યવર્ધિત ઉત્પાદનો પ્રદર્શિત કર્યા : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્ટોલ્સની મુલાકાત લીધી : છેલ્લાં એક વર્ષમાં અમદાવાદ જિલ્લામાં અંદાજિત ૮,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા :- જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે4:18 PM IST

અને અમદાવાદમાં ૨૬૩ થી વધુ હથિયારો માથાભારે લોકોએ પોલિસની ધાકથી સામેથી જમા કરાવી દીધા : ગેરકાયદે હથિયારો સામેથી લોકો જમા કરાવે તેવા સુરતમાં અનુપમસિંહ ગેહલોતના સફળ અભિયાનનો, પાર્ટ ૨ નો મારો વિચાર તુરંત પોલિસ કમિશનરશ્રીએ વધાવી લીધો, વાયરલ ન્‍યૂઝની અકિલા સમક્ષ સેક્‍ટર ટુ વડા જયપાલસિંહ રાઠોડ ભીતરી કથા વર્ણવે છે શહેરના વિવિધ વિસ્‍તારોના લાંબા સમયના અભ્‍યાસ પછી, તેને અલગ તારવ્‍યા, અમારી ટીમોએ અલગ અલગ સ્‍પોટ નક્કી કર્યા, પોલિસ કોન્‍બિંગ કરી હથિયાર કઢાવશે તો શું થશે? તેની હાઈ લાઈટ ઉજાગર કરી, ૨૨ પોલિસ મથકમાં આ અભિયાન દરમિયાન છરી,ચાકા, તલવારો, ધોકા વિગેરેના ઢગલા થયા, સજ્જન લોકોએ પોલિસનો જય જયકાર કર્યો10:47 AM IST

ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ઐતિહાસિક મહા-ધડાકોઃ ભારતને વિપુલ પ્રમાણમાં યુરેનિયમ સપ્લાય કરવા ઉઝબેકિસ્તાન તૈયાર, સંરક્ષણ અને AI ક્ષેત્રે ભયાનક પાર્ટનરશિપનો નવો યુગ શરૂ : મધ્ય એશિયાની ધરતી પરથી ભારત માટે અતિ સનસનાટીભર્યા અને મસમોટા સમાચાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચેની હાઈ-પાવર શિખર બેઠકમાં લેવાયો ઐતિહાસિક અને રાષ્ટ્રીય સુરક્ષાનો નિર્ણયઃ ભારતના અણુ ઊર્જા (Nuclear Energy) પ્રોજેક્ટોને નવી તાકાત આપવા ઉઝબેકિસ્તાન આપશે યુરેનિયમનો તોતિંગ જથ્થો:આટલેથી ન અટકતાં સરહદી સુરક્ષા, આધુનિક સંરક્ષણ ક્ષેત્ર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માં ખભાથી ખભો મિલાવી કામ કરવાના ભયાનક કરારો પર હસ્તાક્ષરઃ દૂષિત પાડોશી દેશોના પેટમાં તેલ રેડાયું6:26 PM IST