News of Sunday, 29th November 2026
યુક્રેન ઉપર રશિયાના નવેસરથી ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા ૧૦ નાગરિકોનાં મૃત્યુ : બીજી તરફ યુક્રેનના ૧,૨૪૬ ડ્રોન તોડી પાડ્યાનો રશિયન સંરક્ષણ મંત્રાલયનો દાવો કીવ : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ફરી ગંભીર તંગદિલી સર્જાઈ છે. શનિવારે યુક્રેનના વિવિધ વિસ્તારોમાં રશિયાના ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા ૧૦ નાગરિકોનાં મૃત્યુ થયાં હોવાનું યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે. યુક્રેનની આપાતકાલીન સેવાઓના જણાવ્યા અનુસાર ઉત્તરીય ચેર્નિહિવ પ્રદેશના નિઝિન શહેરમાં એક ઔદ્યોગિક એકમને નુકસાન થયું છે. રાજધાની કીવમાં પણ જાનહાનિ થઈ છે. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે શનિવારે સવારે જણાવ્યું હતું કે રાત્રિ દરમિયાન યુક્રેનના ૧,૨૪૬ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. યુદ્ધ શરૂ થયા પછી રશિયા દ્વારા જાહેર કરાયેલા ડ્રોન તોડી પાડવાના સૌથી મોટા આંકડાઓ પૈકીનો આ એક છે.

(1:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
