News of Wednesday, 28th October 2026
ઇઝરાયેલમાં આગામી સરકારી ગઠબંધનને લઈને પાંચ સંભવિત વિકલ્પો ચર્ચામાં છે. પ્રથમ વિકલ્પ તરીકે નેતન્યાહુ અને આઈઝેનકોટની યુનિટી ગવર્મેન્ટ બની શકે છે, જેને ટ્રમ્પનું સમર્થન પ્રાપ્ત હોય. બીજા વિકલ્પમાં આઈઝેનકોટ બ્લોક અને આરબ પક્ષોનું ગઠબંધન, જે અતિ મુશ્કેલ મનાય છે. ત્રીજા વિકલ્પમાં નેતન્યાહુ અને આઈઝેનકોટ બ્લોકના પક્ષપલટા કરનારાઓ સાથે મળીને સરકાર બનાવવાની સંભાવના, જે લગભગ અસંભવ છે. ચોથા વિકલ્પ હેઠળ આરબ પક્ષો બહારથી સમર્થન આપે તેવી લઘુમતી સરકાર રચાઈ શકે છે. પાંચમા અને અંતિમ વિકલ્પ તરીકે દેશમાં ફરીથી મતદાન યોજાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. (ન્યૂઝફર્સ્ટ)

(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
