વિધાનસભા ચૂંટણી પરિણામ 2026 : પાંચ રાજ્યોમાં આવતીકાલે મતગણતરી : મમતા બેનર્જી અને એમ. કે. સ્ટાલિન સહિતના દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાંથી ખુલશે : પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં હાઈવોલ્ટેજ જંગની અંતિમ ઘડી : હિમંત બિસ્વા સરમા અને પિનારાઈ વિજયન માટે અગ્નિપરીક્ષા સમાન રસાકસી વચ્ચે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત8:35 PM IST
દિલ્હીના વિવેક વિહારમાં એસી બ્લાસ્ટ થતા ચાર માળની ઇમારતમાં ભીષણ આગ : નિદ્રાધીન 9 લોકોના જીવતા ભુંજાઈ જવાથી કમકમાટીભર્યા મોત : વહેલી સવારે લાગેલી આગમાં છતનો દરવાજો બંધ હોવાથી લોકો ધુમાડાના ગોટામાં ફસાયા : બેડ પર જ 3 લોકોના મૃતદેહ મળ્યા : 4 ગંભીર ઈજાગ્રસ્તો સારવાર હેઠળ : 14 ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ લપટો પર કાબૂ મેળવ્યો 9:46 AM IST
યુપીના સિદ્ધાર્થનગરમાં પાણીની ટાંકી પર ફસાયેલા કિશોરોનું હેલિકોપ્ટર દ્વારા સાહસિક રેસ્ક્યુ : 15 કલાક બાદ બે બાળકો સુરક્ષિત નીચે ઉતારાયા : ટાંકીની સીડી તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં એક બાળકનું મોત અને બે ઈજાગ્રસ્ત : SDRFની નિષ્ફળતા બાદ ડ્રોનથી બિસ્કિટ-પાણી પહોંચાડી વહેલી સવારે હેલિકોપ્ટરની મદદથી જીવ બચાવવામાં આવ્યો 10:48 AM IST
હાથી પર લગ્નની જાન: 20 વર્ષની કમાણી લગાવી દીધી: 2.60 લાખમાં શાહી હાથીને બોલાવ્યો :વરરાજાએ કહ્યું-આમિર હોય કે ગરીબ,સ્વપ્ન તો સ્વપ્ન જ હોય છે : મેરઠના એક યુવકે પોતાના બાળપણના સ્વપ્નને પૂર્ણ કરવા માટે પોતાની 20 વર્ષની કમાણી દાવ પર લગાવી: વરરાજાએ હાથી પર સવારી કરીને પોતાનું બાળપણનું સ્વપ્ન પૂર્ણ કર્યું.10:56 PM IST
ટેક્સ રિટર્ન અને કમ્પ્લાયન્સ માટે મે મહિનો અત્યંત મહત્વનો : કરદાતાઓએ દંડથી બચવા આ તારીખો ખાસ નોંધી લેવી પડશે : જાણો કઈ-કઈ તારીખો છે મહત્વની : TDS/TCS પેમેન્ટ, ક્વોર્ટરલી ફાઇલિંગ અને પાન કાર્ડ માટેની અરજી સહિતના ટેક્સને લગતા કામો માટે મે મહિનાની ડેડલાઈન જાહેર : સમયસર પાલન નહીં કરનારને આકરા દંડની જોગવાઈ10:20 PM IST
દિલ્હીના વિવેક વિહારમાં ભીષણ આગનો તાંડવ : ૯ લોકોના કરુણ મોત : પ્રધાનમંત્રી મોદીએ મૃતકોના વારસદારોને ₹૨ લાખની સહાય જાહેર કરી : વહેલી સવારે એસી બ્લાસ્ટને કારણે ચાર માળની ઇમારત ભડભડ સળગી ઉઠી : દોઢ વર્ષના માસૂમ સહિત એક જ પરિવારના ૫ સભ્યોના મોતથી અરેરાટી : ઈજાગ્રસ્તોને ₹૫૦ હજારની મદદની પીએમની જાહેરાત10:24 PM IST
ઓસ્ટ્રિયાની પ્રવાસી મહિલા ચિયારાએ ભારતનું આતિથ્ય માણ્યું : ટ્રેનના સ્લીપર ક્લાસમાં ભારતીય મહિલાઓ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કર્યા : જુઓ વિડીયો : ચિયારાએ અત્યાર સુધીમાં ભારતની 17થી વધુ ટ્રેનોમાં મુસાફરી કરી:ચિયારાએ અનુભવ શેર કરતાં કહ્યું કે ટ્રેનમાં પ્રવાસ પહેલાં સિક્યોરિટીને લઈને શંકાઓ હોવા છતાં તેને સહ-મુસાફરો તરફથી માત્ર પ્રેમ અને ભોજન જ મળ્યું10:32 PM IST
ગ્લોબલ ઓઇલ માર્કેટમાં જંગના એંધાણ: OPEC+ ના 'ઉત્પાદન વધારા' છતાં તેલના ભાવમાં કેમ નથી આવતી નરમાઈ? : જૂનમાં ૧.૮૮ લાખ બેરલ વધારાના સપ્લાયની તૈયારી છતાં હોર્મુઝની કટોકટી બની ગળાનો ફાંસો : રશિયા અને સાઉદી અરેબિયા સહિત સાત દેશોની મિટિંગ વચ્ચે પ્રતિ બેરલ $૧૨૫ નો ભડકો ભારત જેવા આયાતકાર દેશોની ઊંઘ ઉડાડશે10:07 PM IST
ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર ‘મહારાષ્ટ્રમય’ : મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે પ્રવાસન વિભાગના હાઈ-ઈમ્પેક્ટ કેમ્પેઈનથી વિશ્વ ગુંજી ઉઠ્યું : વૈશ્વિક સ્તરે પ્રવાસનને વેગ આપવા ન્યૂયોર્કમાં ભવ્ય પ્રદર્શન : મંત્રી શંભુરાજ દેસાઈએ આ પહેલને રાજ્ય માટે ગૌરવ સમાન ગણાવી ‘ઈનક્રેડિબલ મહારાષ્ટ્ર’ બ્રાન્ડને મજબૂત કરી10:12 PM IST
સોના અંગેનો સૌથી મોટા સમાચાર :બેન્કોએ શિપમેન્ટ સંપૂર્ણપણે બંધ કરી દીધા : ભાવમાં હવે મોટી ઉથલ પાથલ જોવા મળી શકે : એપ્રિલમાં ભારતમાં સોનાની આયાત ઘટીને 15 ટન થઈ ગઈ. 3% IGST ટેક્સને કારણે બેંકોએ ખરીદી અટકાવી દીધી:આ ઘટાડો લગભગ 30 વર્ષમાં સૌથી ઓછો :રોકાણની માંગ વધી પરંતુ ઘરેણાંની માંગમાં ઘટાડો થયો.8:51 PM IST
ડોબારા-ચાટી તળાવ પર ભારે પવન વચ્ચે ફ્લોટિંગ હટમેન્ટ્સ તૂટીને વહેવા લાગ્યા; SDRF ટીમે 30 લોકોના બચાવ્યા જીવ : SDRFના જવાનોએ એક-એક કરીને ફ્લોટિંગ હટમેન્ટ સુધી પહોંચીને તેમાં ફસાયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા:આ કપરા ઓપરેશન દરમિયાન ટીમે અંદાજે 25 થી 30 વ્યક્તિઓને મોતના મુખમાંથી બહાર કાઢ્યા8:24 PM IST
એર ઇન્ડિયાની ૭ મેના રોજ મહત્વની બોર્ડ મીટિંગ: નવા સીઈઓની નિમણૂક અને ખર્ચ ઘટાડવા અંગે થશે ચર્ચા: મુસાફરોને આપવામાં આવતી ભોજન અને લાઉન્જ જેવી સેવાઓને ટિકિટના ભાડાથી અલગ કરવા વિચારણા થવા સંભવ : પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે એર ઇન્ડિયાને ૨૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન, ખર્ચ ઘટાડવા માટે સેવાઓ અલગ કરવા પર વિચાર8:06 PM IST
ભારે વરસાદની ચેતવણી: વાવાઝોડું પણ ફુંકાશે :છ સાયક્લોનિક સર્ક્યુલેશન એક સાથે સક્રિય :સતત સાત દિવસ સુધી અચાનક ભારે વરસાદની આગાહી : દેશમાં છ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય:આગામી સાત દિવસ સુધી ઘણા રાજ્યોમાં વરસાદ અને ભારે પવનની ચેતવણી:ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતમાં હવામાન નોંધપાત્ર રીતે પ્રભાવિત થશે. ઘણા વિસ્તારોમાં કરા, ધૂળના તોફાન અને વાવાઝોડાની શકયતા 7:37 PM IST
એબોટાબાદનું 'ડેથ ટ્રેપ': જો અમેરિકાએ માત્ર ૪ મહિના મોડું કર્યું હોત, તો ઓસામા બિન લાદેન ફરી ક્યારેય હાથ ન આવ્યો હોત! : CIA ના નવા દસ્તાવેજોનો ચોંકાવનારો ખુલાસો: વર્ષો સુધી રક્ષણ આપનારા ભાઈઓ જ લાદેનથી કંટાળી ગયા હતા અને તેને ઘર ખાલી કરવા અલ્ટીમેટમ આપી દીધું હતું : સપ્ટેમ્બર ૨૦૧૧ માં તે ભાગી જવાની ફિરાકમાં હતો.6:30 PM IST
ભારતના સસ્તા તેલ પર યુક્રેનિયમ ડ્રોનનો કાળો પડછાયો: રશિયન બંદરો પર હુમલાથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની દહેશત! : યુક્રેને રશિયાના પ્રિમોર્સ્ક અને નોવોરોસિસ્ક જેવા મુખ્ય તેલ નિકાસ કેન્દ્રોને નિશાન બનાવતા વૈશ્વિક એનર્જી માર્કેટમાં ખળભળાટ : ભારત માટે ચિંતાનો વિષય કારણ કે રશિયાથી આવતા સપ્લાયનો મોટો હિસ્સો આ જ જોખમી રુટ પર નિર્ભર છે6:32 PM IST
અમે ના ભૂલીએ તમને 'બાપુ' : અમેરિકામાં ગુજરાતી અસ્મિતા ઉજાગર કરનાર યશસ્વી વિભૂતી સુરેશભાઈ જાનીની ચિરવિદાયને તા. 3 મેં ના રોજ 8 વર્ષ પૂર્ણ : તેમના પત્ની શ્રીમતી દીપતિબેન - પુત્ર અમિત, અકિલા - ગણાત્રા પરિવાર અને મિત્રો - સ્નેહીઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ : અમેરિકામા ભાજપ - સંઘની વિચારધારા મહેકાવનાર સુરેશભાઈ જાનીની અણધારી વિદાયની ગરવા ગુજરાતીઓને હંમેશા ખોટ સાલશે5:52 PM IST
અગત્ય ની હેડલાઈન્સ, ઊડતી નજરે....6:09 PM IST
ક્રિકેટ જગતનો સૌથી મોટો સોદો : મિત્તલ ફેમિલી અને આદર પુનાવાલાએ $1.65 બિલિયન (₹13,700 કરોડ) માં ખરીદી રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઈઝી : લક્ષ્મી મિત્તલના પરિવાર પાસે 75% અને આદર પુનાવાલા પાસે 18% હિસ્સો રહેશે : મનોજ બદાલેની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે 2026ના ત્રીજા ક્વાર્ટર સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કરી 1:51 PM IST
દિલ્હીમાં રવિવારની કાળઝાળ સવાર : વિવેક વિહારમાં એસી બ્લાસ્ટ બાદ ચાર માળની ઇમારતમાં ભભૂકી આગ : ઉંઘમાં જ 9 લોકો જીવતા ભુંજાયા : કોઈ પલંગ પરથી ઉઠી ન શક્યું તો કોઈ સીડીઓ પર જ કાળનો કોળિયો બન્યું : ટેરેસનો દરવાજો બંધ હોવાથી જીવ બચાવવા દોડેલા લોકોના હાડપિંજર મળ્યા : ઓળખ માટે હવે DNA ટેસ્ટનો આશરો 1:43 PM IST
બિહારમાં હેવાનિયત :ગયાજીમાં ચાલતી ટ્રેનમાંથી ઉતારી યુવતી પર ગેંગરેપ :ચેઇન પુલિંગ કરી પછી 5 બદમાશોએ પીડિતાને બળજબરીથી ઉઠાવી ગયા : છોકરી જહાનાબાદ સ્થિત તેના ઘરેથી બેલાગંજ સ્થિત તેના મામાના ઘરે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. ચાકંદ નજીક, આરોપીએ પહેલા ચેઇન ખેંચી અને પછી તેને ટ્રેનમાંથી બળજબરીથી નીચે ઉતારી નિર્જન સ્થળે લઇ ગયા .5:33 PM IST
અમેરિકા-ઈરાન વચ્ચે વધતી તંગદિલી : રિવોલ્યુશનરી ગાર્ડ્સે ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવ્યા - 'અશક્ય સૈન્ય ઓપરેશન અથવા ખરાબ સોદા વચ્ચે પસંદગી કરો' : ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને મોકલી 14 મુદ્દાની શાંતિ દરખાસ્ત : ટ્રમ્પે દરખાસ્તની સમીક્ષા કરવાની ખાતરી આપી છતાં હુમલાની ધમકી ઉચ્ચારી સંદેહ વ્યક્ત કર્યો 4:53 PM IST
કાળમુખા મોજાંઓએ હસતો-રમતો પરિવાર વિખેર્યો: જબલપુર ક્રુઝ દુર્ઘટનામાં માસૂમ બાળકે મોતના મુખમાંથી બહાર આવી વર્ણવી રુંવાડા ઉભા કરી દે તેવી આપવીતી : ક્રુઝ પલટી જતાં તમિલનાડુના પરિવારના 5 સભ્યો કાળનો કોળિયો બન્યા: 10 વર્ષીય પૂવિથ્રને દોરડાના સહારે જીવ બચાવ્યો પણ માતા-પિતાની છત્રછાયા ગુમાવી, વહીવટી તંત્ર દ્વારા મૃતદેહોને ખાસ વિમાન મારફતે વતન રવાના કરાયા4:52 PM IST
હિમાચલના નૂરપુરમાં ખાનગી બસ પલટી : ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા સર્જાયો અકસ્માત : ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હાઈવે : ચંબાથી ઉના જતી બસમાં સવાર 40 મુસાફરો પૈકી 24 થી વધુ લોકો ઘાયલ : નિયાઝપુર પાસે શનિદેવ મંદિર નજીક સર્જાયેલી દુર્ઘટનામાં 5 મુસાફરોની હાલત ગંભીર : ટાયર ફાટ્યું હોવાની પણ આશંકા 4:45 PM IST
શું ગરમીમાં તમારો iPhone પણ 'ચાર્જિંગ ઓન હોલ્ડ' બતાવે છે? આ 5 ખતરનાક આદતો અત્યારે જ બદલો નહીં તો મોંઘો ફોન થઈ જશે ભંગાર : 40 ડિગ્રીથી વધુના તાપમાનમાં આઇફોનની બેટરી અને સેન્સર પર જોખમ: સ્ક્રીન ઝાંખી થવી કે કેમેરા લેગ થવો એ ગંભીર ચેતવણી, ડિવાઇસને ઠંડુ રાખવા અને બેટરી હેલ્થ બચાવવા માટે નિષ્ણાતોએ આપી મહત્વની ટિપ્સ4:47 PM IST
એસી બ્લાસ્ટથી ઘરની મિલકત ખાખ થાય તો વળતર માટે કોના દરવાજા ખટખટાવવા? જાણો જવાબદારી નક્કી કરતા કાયદાકીય નિયમો અને પ્રક્રિયા : બિલ્ડર, એસી કંપની કે વીમા એજન્સી: આગ લાગવાના કારણના આધારે નક્કી થશે વળતરની દિશા, ટેકનિકલ ખામી હશે તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ કંપની સામે માંડી શકાશે દાવો, હોમ ઈન્સ્યોરન્સ હશે તો જ મળી શકશે આર્થિક સુરક્ષા કવચ4:45 PM IST
બંગાળમાં મમતાના ગઢમાં ગાબડું કે સત્તા પરિવર્તન? ફલોદી સટ્ટા બજારની આગાહીએ રાજકીય ગરમાવો વધાર્યો: પાંચ રાજ્યોના ભાવિ પર ખેલાયો કરોડોનો દાવ : પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી પર બજારનો ભરોસો વધતા મમતા બેનર્જી માટે ખતરાની ઘંટડી: આસામમાં એનડીએનો દબદબો અને કેરળમાં યુડીએફના પુનરાગમનના સંકેતો સાથે 4 મેના પરિણામો પહેલા સટ્ટાખોરોમાં ભારે ઉત્તેજના4:42 PM IST
NEET-UG 2026 માં સુરક્ષાના નામે મર્યાદા ઓળંગાઈ: વિદ્યાર્થિનીઓના દુપટ્ટા ઉતરાવ્યા અને પવિત્ર દોરા કાપવામાં આવતા વાલીઓમાં ભારે રોષ : રાજસ્થાનના 611 કેન્દ્રો પર લોખંડી બંદોબસ્ત વચ્ચે 2.09 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા: મેટલ ડિટેક્ટરથી ચશ્માની તપાસ અને જૂતા-ચંપલ પર પ્રતિબંધ સાથે ત્રણ સ્તરીય સુરક્ષા તપાસમાં અનેક ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા4:44 PM IST
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વિવાદોના વમળમાં: ભાજપના પ્રતિનિધિમંડળે રાજ્યપાલને મળી માનને પદ પરથી હટાવવા માટે આક્રમક રજૂઆત કરી : વિધાનસભામાં નશાની હાલતમાં આવવાના કથિત આરોપ સાથે બંધારણીય અખંડિતતા જોખમાયાનો દાવો: સુનીલ જાખડના નેતૃત્વમાં નેતાઓએ રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાને આવેદનપત્ર સોંપ્યું, ભાજપમાં જોડાયેલા સાંસદોની સુરક્ષા પાછી ખેંચવા સામે પણ ઉઠાવ્યો વિરોધ4:42 PM IST
બરગી ડેમ દુર્ઘટનામાં રવિવારે કાળજું કંપાવતો અંત: 48 કલાકની જહેમત બાદ કાકા અને માસૂમ ભત્રીજાના મૃતદેહ મળતા પરિવારે આક્રંદ વચ્ચે સ્વજનો ગુમાવ્યા : ક્રુઝ શિપ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 13 પર પહોંચ્યો: એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ રવિવારે સવારે આર. કામરાજ અને 9 વર્ષીય મયુરનના શબ બહાર કાઢ્યા, વહીવટી તંત્ર દ્વારા ખાસ વિમાન મારફતે પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે તમિલનાડુ મોકલવાની તજવીજ4:41 PM IST
પંજાબના રાજકારણમાં ભયંકર ભૂકંપ: AAP સાથે છેડો ફાડી ભાજપમાં ભળેલા રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદો 5 મેના રોજ રાષ્ટ્રપતિને મળશે, માન સરકાર સામે મોરચો માંડ્યો : ભગવંત માન સરકાર પર બદલાની રાજનીતિ અને સરકારી મશીનરીના દુરુપયોગનો ગંભીર આરોપ: સંદીપ પાઠક સામે ગુનો નોંધાતા મામલો ગરમાયો, પંજાબમાં સત્તાધારી પક્ષ અને બળવાખોર નેતાઓ વચ્ચે આરપારની લડાઈ શરૂ4:35 PM IST
બિહારમાં સત્તા પરિવર્તન છતાં નીતીશ કુમારનો એજન્ડા યથાવત: નવી સરકારમાં પણ લઘુમતી વિકાસ અને '3C' ની નીતિ પર JDU અડગ : મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ પણ નીતીશ કુમારની કાર્યશૈલી મુજબ જ ચાલશે ગઠબંધન સરકાર: ભ્રષ્ટાચાર, ગુનાખોરી અને કોમવાદ સામે 'ઝીરો ટોલરન્સ'ના સિદ્ધાંત સાથે સમ્રાટ ચૌધરીએ જેડીયુના મુખ્ય મુદ્દાઓને આપ્યું સમર્થન4:34 PM IST
દિલ્હીના વિવેક વિહારમાં એસીના શોર્ટ સર્કિટથી ભભૂકેલી આગે 9 જિંદગીઓ હોમી દીધી: નિયમોના ઉલ્લંઘન અને ખામીયુક્ત સિસ્ટમે સર્જી મોટી જાનહાનિ : ચાર માળની રહેણાંક ઇમારતમાં ઇમરજન્સી એક્ઝિટનો અભાવ અને છત પરના તાળાએ રહીશોના મોતનો છટકબારી બંધ કરી: માસૂમ બાળક સહિત એક જ પરિવારના સભ્યો કાળનો કોળિયો બન્યા, બચાવ કામગીરીમાં 15 લોકોનો જીવ બચાવાયો4:35 PM IST
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 જાહેર: ભારતીય પાસપોર્ટની તાકાતમાં ઘટાડો થતા મોટો ઝટકો, જાણો હવે કેટલા દેશોમાં મળશે વિઝા-મુક્ત એન્ટ્રી : ગ્લોબલ રેન્કિંગમાં ભારત પાંચ સ્થાન નીચે સરકીને 80મા ક્રમે પહોંચ્યું: સિંગાપોર ફરી એકવાર વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બન્યો, પાકિસ્તાન અને યમન સૌથી નબળા દેશોની યાદીમાં યથાવત4:29 PM IST
દિલ્હીના દંગલમાં વિપક્ષી એકતાનો નવો અધ્યાય: સીમાંકન અને મહિલા અનામતના મુદ્દે મોદી સરકારને ઘેરવા I.N.D.I.A બ્લોકની મોટી બેઠક : લોકસભામાં બિલ પડ્યા બાદ વિપક્ષી મોરચો આક્રમક મૂડમાં, દક્ષિણના રાજ્યો સાથે અન્યાય અને બેઠકો વધારવાના મુદ્દે સંયુક્ત રણનીતિ ઘડાશે: 4 મેના પરિણામો બાદ મમતા અને ડાબેરીઓની ભૂમિકા પર નજર10:59 AM IST
પુણે દુષ્કર્મ-હત્યાકાંડ : પીડિતાના પિતાનો નેતાઓ સામે આક્રોશ, કહ્યું- 'જ્યાં સુધી નરાધમને ફાંસી ન મળે ત્યાં સુધી કોઈ રાજકારણી ઘરે ન આવે' : ભોર તાલુકાના નસરાપુરની ઘટનામાં 65 વર્ષીય નરાધમની ધરપકડ બાદ દેવેન્દ્ર ફડણવીસ અને અનિલ દેશમુખ આમને-સામને : સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી મૃત્યુદંડની ખાતરી આપી4:21 PM IST
અમેરિકા અને ચીન વચ્ચે ‘ઓઈલ વોર’ તેજ: ઈરાન પાસેથી તેલ ખરીદવા બદલ લાદવામાં આવેલા પ્રતિબંધોને બેઇજિંગે ફગાવ્યા, ઈતિહાસમાં પહેલીવાર ‘બ્લોકિંગ ઓર્ડર’ જારી : વોશિંગ્ટનના પ્રતિબંધોને ચીને ગેરકાયદેસર ગણાવી પોતાની પાંચ રિફાઈનરીઓને રક્ષણ આપ્યું: પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ડ્રેગને અમેરિકી દબાણ સામે લાલ આંખ કરતા વૈશ્વિક વેપાર જગતમાં મચ્યો ખળભળાટ3:04 PM IST
લેબનોનમાં નાજુક યુદ્ધવિરામ વચ્ચે ફરી ભડકો: ઇઝરાયલે લિટાની નદીની ઉત્તરે 10થી વધુ ગામડાઓમાં તાકીદે ઘર ખાલી કરવા ચેતવણી જારી કરી : હિઝબુલ્લાહના ‘એન્ટી-જામિંગ’ ડ્રોન હુમલા બાદ ઇઝરાયલી લશ્કર આક્રમક મૂડમાં: યલો લાઇન અને પીળી રેખાની બહાર ગમે ત્યાં હુમલો કરવાની લશ્કરી વડાની ધમકી, દક્ષિણ લેબનોનના નબાતીહ જિલ્લામાં બોમ્બમારો શરૂ થતા ભયનો માહોલ3:04 PM IST
પાકિસ્તાનના આર્થિક પાયા હચમચી ગયા: મધ્ય પૂર્વના યુદ્ધના વમળમાં ફસાયું પાડોશી દેશનું અર્થતંત્ર, આકાશે આંબતો ફુગાવો સામાન્ય જનતાની કમર તોડશે : કાચા તેલના ભડકે બળતા ભાવ અને નિકાસમાં ધરખમ ઘટાડાથી જીડીપી વૃદ્ધિ દર પાટા પરથી ઉતર્યો: રેમિટન્સમાં ગાબડું અને રૂપિયાના સતત અવમૂલ્યન વચ્ચે નાણાકીય કટોકટી વધુ ઘેરી બની, નાણાકીય વર્ષ 2027 સુધીમાં સ્થિતિ અત્યંત સ્ફોટક બનવાની ભીતિ2:52 PM IST
કૌશામ્બીમાં કાળમુખી માટીનો ઢગલો મહિલાઓ પર મોત બનીને તૂટ્યો: ખોદકામ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં માતા-પુત્રી સહિત ત્રણના કરુણ મોત : ઘરના ચૂલા માટે માટી લેવા ગયેલા પાંચ લોકો જીવતા દટાયા: ગ્રામજનોએ ભારે જહેમત બાદ કાટમાળ નીચેથી મૃતદેહો બહાર કાઢ્યા, ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ2:46 PM IST
ઓટોમોબાઈલ ઉદ્યોગ પર નવા સ્ક્રેપેજ નિયમોનો ‘નાણાકીય બોમ્બ’: કંપનીઓના ₹25,000 કરોડના નફા પર ફરી વળશે પાણી : એન્વાયરમેન્ટ પ્રોટેક્શનના કડક નિયમોને કારણે ઓટોમેકર્સ મુશ્કેલીમાં: છેલ્લા 20 વર્ષના વેચાયેલા વાહનો માટે EPR જોગવાઈ કરવી ફરજિયાત બનતા નાણાકીય વર્ષ 26 માં કંપનીઓના બજેટ ખોરવાશે, ‘SIAM’ દ્વારા પર્યાવરણ મંત્રાલયને ગંભીર આર્થિક ફટકાની ચેતવણી2:45 PM IST
ભારતીય ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં બે દિગ્ગજોનો એકહથ્થુ શાસન: ફોનપે અને ગુગલ પેના 80% બજારહિસ્સા સામે એમેઝોન-મેટામાં ફફડાટ : યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં વધતા એકાધિકાર સામે વૈશ્વિક ટેક કંપનીઓએ બાંયો ચઢાવી: એનપીસીઆઈ સાથેની બેઠકમાં સ્પર્ધાત્મક સંતુલન જાળવવા અને માર્કેટ કેપ લિમિટ મુદ્દે રજૂઆત કરવાની તૈયારી2:45 PM IST
પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા ઈરાનનો નવો દાવ: ટ્રમ્પના પ્રસ્તાવ સામે 14-મુદ્દાનો શાંતિ પ્લાન રજૂ કરી મુત્સદ્દીગીરીના દ્વાર ખોલ્યા : પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ પર મક્કમ રહી ઈરાને પ્રક્રિયાગત માંગણીઓમાં નરમાશ બતાવી: અમેરિકાએ પ્રસ્તાવને નકારી કડક વલણ અપનાવતા યુદ્ધના વાદળો વચ્ચે રાજદ્વારી ગરમાવો વધ્યો2:44 PM IST
8મા પગાર પંચનો એક્શન પ્લાન તૈયાર: સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, દિલ્હીમાં બેઠકોનો દોર પૂર્ણ થયા બાદ હવે દેશવ્યાપી પ્રવાસ શરૂ : પગાર, પેન્શન અને ભથ્થામાં ધરખમ વધારાની આશા વચ્ચે કમિશન વિવિધ શહેરોમાં સંગઠનો સાથે કરશે સીધો સંવાદ: પુણેથી લદ્દાખ સુધીની 9 મહત્વની તારીખો જાહેર, 31 મે સુધીમાં ઓનલાઈન સૂચનો રજૂ કરવાની અંતિમ તક2:37 PM IST
ભારત ઉર્જા ક્ષેત્રે બનશે આત્મનિર્ભર: મોદી સરકાર ₹37,500 કરોડના માતબર ખર્ચે કોલ ગેસિફિકેશન યોજનાને આપશે મંજૂરી, આયાત પરની નિર્ભરતા ઘટશે : LNG અને યુરિયાની આયાત ઘટાડવા માટે કેન્દ્રનો માસ્ટરપ્લાન: વર્ષ 2030 સુધીમાં 100 મિલિયન ટન ગેસિફિકેશન ક્ષમતાનો લક્ષ્યાંક, દરેક મોટા પ્રોજેક્ટને ₹3,000 કરોડ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવાની તૈયારી2:36 PM IST
કપિલ શર્માની ભવિષ્યવાણી અને શો રાતોરાત ઠપ: કોમેડી કિંગના એક ફોન કોલ પાછળ છુપાયેલું હતું સમય રૈનાના વિવાદનું રહસ્ય : "તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે..." કપિલની ચેતવણી સાચી પડી ને સમય રૈનાનો શો રદ થયો: ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં રણવીર અલ્હાબાદિયા સાથે પહોંચેલા યુટ્યુબરે ભૂતકાળના વિવાદો પરથી ઉઠાવ્યો પડદો2:32 PM IST
ગ્લેમર વર્લ્ડનો કાળો ચહેરો: "મારી સામે બિકીની પહેરો, મારે કંઈક જોવું છે!" જાણીતા ફિલ્મ સર્જકની હીન માંગણીનો મદાલસા શર્માએ કર્યો પર્દાફાશ : કારકિર્દીની શરૂઆતમાં જ કાસ્ટિંગ કાઉચનો ભયાનક અનુભવ: 19 વર્ષની ઉંમરે નિર્માતાની અશ્લીલ શરત સાંભળી અભિનેત્રીના પગ નીચેથી જમીન સરકી ગઈ, વ્યાવસાયિક મીટિંગમાં સર્જકે મર્યાદા ઓળંગતા મનોરંજન જગતમાં મચ્યો ખળભળાટ2:30 PM IST
ગરમીથી બચવા એસીનો અતિરેક સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટડી: ઠંડી હવાનો આનંદ ક્યાંક તમને ‘સિક બિલ્ડિંગ સિન્ડ્રોમ’નો શિકાર ન બનાવી દે : 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં એર-કંડિશનર આશીર્વાદરૂપ પણ અયોગ્ય જાળવણી જીવલેણ બેક્ટેરિયાનું ઘર બની શકે: ડિહાઇડ્રેશન અને શ્વસન સંબંધી બીમારીઓથી બચવા નિષ્ણાતોએ આપી સાવચેતીની સલાહ2:23 PM IST
બંગાળમાં કાઉન્ટિંગ પૂર્વે મમતા બેનર્જીનો માસ્ટરપ્લાન: ભાજપ નજીવા મતે આગળ હોય તો તુરંત રિ-કાઉન્ટિંગ કરાવવા એજન્ટોને હાઈએલર્ટ પર રહેવા આદેશ : શેરબજારને પ્રભાવિત કરવા એક્ઝિટ પોલનો ખેલ ખેલાયો હોવાનો અભિષેક બેનર્જીનો સનસનીખેજ દાવો: સવારે 6 વાગ્યાથી ગણતરી કેન્દ્રો પર મોરચો સંભાળવા અને પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી મેદાન ન છોડવા તૃણમૂલ સુપ્રીમોની કડક સૂચના2:16 PM IST
સોશિયલ મીડિયાની ઘેલછામાં માસૂમનો ભોગ: રીલ્સ બનાવવા જર્જરિત ટાંકી પર ચઢેલા મિત્રો પર મોત ત્રાટક્યું, 16 કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ એરફોર્સે કર્યું દિલધડક રેસ્ક્યુ : સીડી તૂટી પડતા એક કિશોરનું નીચે પટકાવાથી કરુણ મોત: બે મિત્રો ટાંકી ઉપર જ ફસાયા, NDRF નિષ્ફળ જતાં આખરે વાયુસેનાના Mi-17 હેલિકોપ્ટરે આકાશમાંથી જિંદગી બચાવી1:36 PM IST
વીજળી બિલમાંથી કાયમી મુક્તિનો ‘સૂર્યોદય’: ભારતના મધ્યમ વર્ગમાં સોલાર રૂફટોપનો જબરદસ્ત ક્રેઝ, પડોશીઓની દેખાદેખી હવે બચતનું હથિયાર બની : પીએમ સૂર્ય ઘર યોજનાની સબસિડી અને શૂન્ય વીજળી બિલના આકર્ષણે બદલ્યું ભારતનું ઉર્જા ચિત્ર: જાપાનને પછાડી ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઉત્પાદક દેશ બન્યો, વારાણસીથી સતારા સુધી લાખો ઘરો ગ્રીન એનર્જીથી ઝળહળ્યા1:34 PM IST
દલાલ સ્ટ્રીટ પર સોમવારે સર્જાશે જોખમી વમળો: ઈરાન-યુએસ તણાવ અને ક્રૂડના આસમાની ભાવ વચ્ચે ભારતીય શેરબજારમાં મોટા ઘટાડાની ભીતિ : રૂપિયો અત્યાર સુધીના ઐતિહાસિક તળિયે અને તેલના ભાવ $100ને પાર પહોંચતા રોકાણકારોમાં ફફડાટ: કોટક બેંક અને DMartના મજબૂત પરિણામો છતાં ભૂ-રાજકીય અનિશ્ચિતતા બજારની રફ્તાર રોકશે1:34 PM IST
શેરબજારમાં રિલાયન્સનો દબદબો: દેશની ટોચની ચાર કંપનીઓની સંપત્તિમાં ₹2.20 લાખ કરોડનો તોતિંગ ઉછાળો, અંબાણીની કંપની સૌથી મોટી વિજેતા : વૈશ્વિક ઉથલપાથલ અને આર્થિક પડકારો વચ્ચે બ્લૂચિપ કંપનીઓએ રોકાણકારોની તિજોરી છલકાવી: ભારતી એરટેલ અને TCSના માર્કેટ કેપમાં પણ જોરદાર તેજી, જ્યારે બેન્કિંગ સેક્ટરની દિગ્ગજ કંપનીઓના મૂલ્યમાં ગાબડું1:34 PM IST
તિરુપતિના પ્રસાદમાં ભેળસેળનો ભયાનક ઘટસ્ફોટ: 70 લાખ કિલો ઘી તપાસ વિના જ વપરાયું, સંગઠિત નેટવર્ક દ્વારા લાડુની પવિત્રતા સાથે ચેડાં : તપાસ સમિતિના રિપોર્ટમાં વહીવટી તંત્રની શંકાસ્પદ ભૂમિકાનો પર્દાફાશ: લેબ રિપોર્ટમાં વનસ્પતિ તેલની ભેળસેળ સામે આવી હોવા છતાં અધિકારીઓએ સપ્લાયર્સને છાવર્યા, નીચા ભાવે નબળી ગુણવત્તાનું ઘી ખરીદવાનું મોટું કૌભાંડ1:02 PM IST
ન્યાયતંત્રનો ઐતિહાસિક ચાબખો: આર્મી ચીફ અને સંરક્ષણ સચિવના પગારમાંથી દંડની રકમ કાપવા હાઈકોર્ટનો આદેશ, નિવૃત્ત મેજરના પેન્શન મુદ્દે કડક વલણ : કોર્ટના આદેશની અવગણના ભારે પડી: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને રાજેશ કુમાર સિંહ પર ₹2 લાખનો ફટકાર્યો દંડ, અપંગતા પેન્શન રોકી રાખતા અવમાનનાની અરજીમાં મોટી કાર્યવાહી12:57 PM IST
આધાર કાર્ડ ધારકો માટે UIDAIની ક્રાંતિકારી ભેટ: હવે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પણ મળશે આઈડી, OTPના ઝંઝટ વગર આધાર ડાઉનલોડ કરવાની સુવિધા શરૂ : ફેસ ઓથેન્ટિકેશન અને PVC કાર્ડના વિકલ્પે યુઝર્સની મુશ્કેલીઓનો અંત આણ્યો: રજિસ્ટર્ડ ફોન નંબર ખોવાઈ ગયો હોય કે બંધ હોય તો પણ ચહેરાની ઓળખ દ્વારા ઓનલાઈન વેરિફિકેશન શક્ય, સુરક્ષિત ડિજિટલ સેવાઓનો વ્યાપ વધ્યો12:54 PM IST
ચેન્નાઈ એરપોર્ટ પર એર અરેબિયાની ફ્લાઈટમાં મુસાફરનું જોખમી સાહસ: લેન્ડિંગ બાદ ચાલતા વિમાનનું ઈમરજન્સી એક્ઝિટ ખોલી રનવે પર કૂદી પડતા દોડધામ : શારજાહથી આવેલી ફ્લાઈટ ટેક્સીવે પર હતી ત્યારે જ મુસાફરે છલાંગ લગાવી: સુરક્ષા એજન્સીઓએ શખ્સને દબોચી લીધો, ઘટનાને પગલે સાવચેતીના ભાગરૂપે મુખ્ય રનવે એક કલાક માટે બંધ રખાયો12:51 PM IST
મોબાઈલ પ્રેમીઓને મોંઘવારીનો ડામ: ભારતમાં સ્માર્ટફોન કંપનીઓએ કિંમતોમાં કર્યો ધરખમ વધારો, OnePlus અને Xiaomi સહિતના ફોન રૂ. 6,000 સુધી થયા મોંઘા : મેમરી ચિપ્સની અછત અને AI ટેકનોલોજીની વધતી માંગને પગલે સ્માર્ટફોન માર્કેટમાં ભાવવધારો ઝીંકાયો: મિડ-રેન્જથી લઈને પ્રીમિયમ વેરિઅન્ટ્સ ખરીદવા માટે હવે ગ્રાહકોએ ખિસ્સા વધુ હળવા કરવા પડશે11:45 AM IST
ગેસના ભાવમાં ભડકો થતા કેરળમાં ખળભળાટ: કોમર્શિયલ સિલિન્ડરમાં રૂ. 933ના તોતિંગ વધારા સામે હોટલ સંચાલકો મેદાને, 6 મેના રોજ રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત : ચૂંટણી બાદ સરકારના ભાવવધારાના ઝીંક સામે ઉદ્યોગ જગતમાં ભારે રોષ: તિરુવનંતપુરમ અને કોચી સહિતના શહેરોમાં હોટલ-રેસ્ટોરન્ટના શટર પડશે બંધ, સામાન્ય જનતાના ખિસ્સા પર પણ પડશે મોટો આર્થિક ફટકો11:39 AM IST
સોફ્ટ ડ્રિંક્સ પીનારાઓ સાવધાન: ઠંડા પીણાં પર હવે લાગશે 40 ટકા GSTનો મસમોટો ઝીંક, ટેક્સનું માળખું બદલાતા વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે ગભરાટ : 1 મેથી અમલી બનેલા નવા નિયમો મુજબ હવે તમામ સોફ્ટ ડ્રિંક્સ 'લક્ઝરી'ના સ્લેબમાં: ટેક્સમાં વધારો છતાં સિંગલ સ્લેબને કારણે હિસાબમાં સરળતા રહેશે, ફળના નામે વેચાતા ડ્રિંક્સ પણ આકરા કરવેરામાંથી બચી શકશે નહીં11:31 AM IST
‘પાપી ગુડિયા’ ફેમ અભિનેત્રી પૂનમ દાસગુપ્તા મુશ્કેલીમાં: વોટ્સએપ પર મળ્યા અશ્લીલ વીડિયો અને ન્યૂડ તસવીરો, હચમચી ગયેલી એક્ટ્રેસે નોંધાવી પોલીસ ફરિયાદ! : અજાણ્યા નંબર પરથી માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ; જૂની તસવીરો વાયરલ થતા અભિનેત્રીને કોઈ પરિચિત વ્યક્તિ પર આશંકા, મુંબઈ પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ9:15 PM IST
ભારતનું ‘ઘોસ્ટ કેમ્પસ’: ૨૮૯ કરોડનો ખર્ચ, ૨૫ એકર જમીન છતાં માત્ર ૧૫ જ વિદ્યાર્થીઓ! પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીની ચોંકાવનારી વાસ્તવિકતા : કાયમી ફેકલ્ટી નથી, લેબ-લાઈબ્રેરી બંધ રહે છે અને નથી કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ; વડાપ્રધાને ઉદ્ઘાટન કરેલી આ ભવ્ય સંસ્થા આજે માનવરહિત ઈમારત જેવી ભાસે છે9:19 PM IST
પ્રસાર ભારતીની કમાન હવે પ્રસૂન જોશીના હાથમાં: કેન્દ્ર સરકારે જાણીતા ગીતકારને સોંપી મોટી જવાબદારી, શું હવે બદલાશે દેશના બ્રોડકાસ્ટિંગની તસવીર? : નવનીત કુમાર સહગલના રાજીનામા બાદ નિમણૂક; એડવર્ટાઈઝિંગ અને સિનેમા જગતનો બહોળો અનુભવ ધરાવતા પ્રસૂન જોશી દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોમાં ફૂંકશે નવો પ્રાણ9:29 PM IST
અંદામાનના સમુદ્રમાં લહેરાયો વિશ્વનો સૌથી મોટો તિરંગો: રાધાનગર બીચ પર અંડરવોટર નેશનલ ફ્લેગનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો, ભારતની શાનમાં વધુ એક છોગું ઉમેરાયું : ૬૦x૪૦ મીટરના વિશાળ ત્રિરંગાને દરિયાના પેટાળમાં સફળતાપૂર્વક લહેરાવી રચાયો ઈતિહાસ; ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના એડજ્યુડિકેટરે લેફ્ટનન્ટ ગવર્નર ડી.કે. જોશીને એનાયત કર્યું પ્રમાણપત્ર9:44 PM IST
વીમા ક્ષેત્રમાં હવે સો ટકા વિદેશી રોકાણની છૂટ: કેન્દ્ર સરકારે ઓટોમેટિક રૂટ માટે જાહેર કર્યું નોટિફિકેશન, ઈન્સ્યોરન્સ સેક્ટરમાં આવશે રોકાણનું મોટું પૂર! : ૨૦૨૫ના સુધારા વિધેયક બાદ સરકારનું ઐતિહાસિક પગલું; LIC માં રોકાણની મર્યાદા ૨૦ ટકા રહેશે, જ્યારે ખાનગી વીમા કંપનીઓમાં વિદેશી ભાગીદારી વધતા સેવાની ગુણવત્તા અને વ્યાપમાં થશે ધરખમ વધારો10:13 PM IST
ટેક્સાસમાં ગમખ્વાર વિમાન દુર્ઘટના: ટુર્નામેન્ટમાં રમવા જઈ રહેલી આખેઆખી પિકલબોલ ટીમનું મોત, રમતજગતમાં શોકનું મોજું ફરી વળ્યું : અમરિલોથી ન્યુ બ્રૌનફેલ્સ જઈ રહેલું સેસના વિમાન જંગલમાં તૂટી પડ્યું; પાયલટ સહિત પાંચેય સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત, ટેક્સાસ હિલ કન્ટ્રીમાં સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો10:13 PM IST
સ્પિરિટ એરલાઈન્સની તમામ ફ્લાઈટ્સ રાતોરાત રદ: ૩૩ વર્ષ જૂની બજેટ એરલાઈન્સ પડી ભાંગી, ટ્રમ્પ વહીવટીતંત્રે બાઈડન સરકારની નીતિઓને જવાબદાર ઠેરવી : મુસાફરોને રઝળતા બચાવવા પરિવહન સચિવ સીન ડફીની મોટી જાહેરાત; યુનાઈટેડ, ડેલ્ટા અને જેટબ્લ્યુ જેવી કંપનીઓ મર્યાદિત સમય માટે આપશે સસ્તા ટિકિટ દર અને રાહત10:14 PM IST
ચીનમાં લેન્ડિંગ બાદ વિમાનનો જેબ્રિજ સાથે ભયાનક અકસ્માત: પાર્કિંગ સમયે ટેકનિકલ ખામી સર્જાતા પ્લેન પાંખ સાથે અથડાયું, મુસાફરોમાં મચી ચીસાચીસ! : ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સની ફ્લાઇટ નિર્ધારિત સ્ટોપિંગ પોઇન્ટથી આગળ નીકળી ગઈ; એન્જિનનું થ્રસ્ટ ઉલટું કરાયું છતાં સર્જાયો અકસ્માત, એરલાઇન્સે દરેક મુસાફરને ૩૦૦ યુઆનનું વળતર ચૂકવ્યું10:15 PM IST
વારાણસીમાં જ્ઞાનવાપીની દિવાલ પર ‘ગેરુઆ’ રંગની પેઇન્ટિંગથી ગરમાયું રાજકારણ: મુસ્લિમ પક્ષે વ્યક્ત કર્યો ભારે વિરોધ, કાશી વિશ્વનાથ ધામ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત! : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા કરાયેલી વારલી પેઇન્ટિંગ વિવાદનું કેન્દ્ર બની; જુમાની નમાજ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે PAC અને RRF તૈનાત કરવામાં આવી10:17 PM IST
નાગપુરના રેશીમબાગ મેદાનમાં ડોલી ચાયવાલા અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વચ્ચે જામી ગંભીર ચર્ચા : બિલ ગેટ્સને ઓળખ્યા વગર ચા પીવડાવી હોવાની વાત સાંભળીને આશ્ચર્યચકિત થયા બાગેશ્વર ધામના પીઠાદીશ્વર : માઇક્રોસોફ્ટના સંસ્થાપકને ચા પીવડાવી ત્યારે પોતે અજાણ હતા તેવી ડોલી ચાયવાલાની કબૂલાત સાંભળીને મંચ પર હાજર લોકોમાં કુતૂહલ જાગ્યું : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ડોલીના અનોખા ડ્રેસિંગ સેન્સ અને હેરસ્ટાઇલના પણ મજાકિયા અંદાજમાં કર્યા વખાણ10:18 PM IST
દિલ્હીમાં યુવા જજ અમન કુમાર શર્માએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી : પત્ની અને સાળીના માનસિક ત્રાસથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ : બાથરૂમનો દરવાજો તોડીને તપાસ કરતા જજ અમન કુમાર શર્માનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો : મૃત્યુ પહેલા પિતાને ફોન કરીને જીવન ટૂંકાવવાની વાત કરી હોવાનો સંબંધીનો ચોંકાવનારો ખુલાસો10:28 PM IST
ઉઇઘુર દમન મામલે ચીન વૈશ્વિક ચક્રવ્યૂહમાં ફસાયું: સાયબર હુમલા અને વંશીય કાયદા વિરુદ્ધ અમેરિકાથી યુરોપ સુધી બળવો : ચીની જાસૂસો દ્વારા પત્રકારો અને કાર્યકરો પર ડિજિટલ હુમલાના ખુલાસા બાદ યુરોપિયન સંસદનો પ્રતિબંધોનો હુંકાર અને અમેરિકી સુપ્રીમ કોર્ટમાં ટેક કંપનીઓની જવાબદારી પર સુનાવણીથી બેઇજિંગ બેકફૂટ પર12:07 AM IST
પશ્ચિમ બંગાળમાં લોકશાહીનો મહાકુંભ: વોટર લિસ્ટમાંથી નામ કપાવા છતાં 85 મુસ્લિમ બહુમતિ ધરાવતી બેઠકો પર રેકોર્ડતોડ મતદાન, વોટિંગ ટકાવારીમાં 20% સુધીનો ઉછાળો! : રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર સરેરાશ મતદાન 90% ને પાર પહોંચ્યું; મુર્શિદાબાદ, માલદા અને બીરભૂમ જેવા જિલ્લાઓમાં મતદારોમાં ભારે ઉત્સાહ, ચોંકાવનારા આંકડાથી રાજકીય પંડિતો સ્તબ્ધ10:39 PM IST
સિંધુ જળ સંધિ મોકૂફીનું એક વર્ષ પૂર્ણ: પાકિસ્તાન સાથેનો ડેટા શેરિંગ બંધ કરી ભારત આત્મનિર્ભરતા તરફ અગ્રેસર, જળ વ્યવસ્થાપન ક્ષેત્રે લીધા ક્રાંતિકારી નિર્ણયો : પહેલગામ હુમલા બાદ ભારતે અપનાવ્યું સખત વલણ; પોતાના હિસ્સાના પાણીનો મહત્તમ ઉપયોગ કરવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અભૂતપૂર્વ ગતિએ કામ શરૂ, કૂટનીતિક સ્તરે પાકિસ્તાન એકલું પડ્યું10:40 PM IST
યુરોપમાં અમેરિકાની ‘સૈન્ય શતરંજ’: 31 બેઝ અને 68,000 સૈનિકો સાથે કેવું છે સુરક્ષાનું ગણિત? ટ્રમ્પના એક નિર્ણયથી જર્મનીમાં હલચલ : જર્મનીમાંથી 5,000 સૈનિકો પાછા ખેંચવાનો અમેરિકાનો ઐતિહાસિક નિર્ણય; ઈરાન યુદ્ધના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અને ચાન્સેલર મર્જ વચ્ચેના મતભેદો બન્યા કારણ, નાટોના ભવિષ્ય પર મંડરાતા જોખમના એંધાણ10:40 PM IST
"આ વખતે તમને હેલ્મેટ પહેરાવીશું!" સિક્સર વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધ ચાહક સાથે પ્રીતિ ઝિન્ટા અને પ્રિયાંશ આર્યાએ કરી વીડિયો કોલ પર વાત, ધર્મશાલા આવવાનું આપ્યું આમંત્રણ : પંજાબ કિંગ્સના માલિક અને ખેલાડીએ માનવતા મહેકાવી; લોહીલુહાણ થયેલા ચાહકની તબિયત પૂછી અને મેચ જોવા માટે ખાસ હોસ્ટ કરવાની આપી ખાતરી11:08 PM IST
ઈરાન સાથેના ઘેરાતા યુદ્ધના વાદળો વચ્ચે અમેરિકાની મોટી જાહેરાત: ટ્રમ્પ વહીવટીતંત્રે મધ્ય-પૂર્વના સાથી દેશો માટે $8.6 બિલિયનના શસ્ત્ર સોદાને આપી લીલીઝંડી : માર્કો રુબિયોએ કટોકટીની જોગવાઈનો ઉપયોગ કરી કોંગ્રેસની મંજૂરી વિના ઈઝરાયલ અને ખાડી દેશોને અત્યાધુનિક મિસાઈલ સિસ્ટમ્સ અને દારૂગોળો આપવાનો નિર્ણય લીધો11:16 PM IST
પાકિસ્તાનમાં માનવાધિકારોનું ચીરેચીરા ઉડતું ચિત્ર: ઇમરાન ખાન અને કાર્યકરો પર થતા અત્યાચારો મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની સમિતિએ ઇસ્લામાબાદને આડે હાથ લીધું : જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને મહિલા કાર્યકરોની સુરક્ષા તેમજ અફઘાન શરણાર્થીઓના જબરદસ્તી દેશનિકાલ મામલે UN કમિટી અગેન્સ્ટ ટોર્ચરની ગંભીર ચેતવણી11:30 PM IST
કેરેબિયન રાષ્ટ્રો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને નવી ઊંચાઈ આપવા વિદેશ મંત્રી જયશંકરનો ત્રિ-દેશીય પ્રવાસ: ગિરમિતિયા સમુદાય સાથેના વર્ષો જૂના નાતાને મળશે વધુ મજબૂતી : ૨ મે થી ૧૦ મે દરમિયાન જમૈકા, સુરીનામ અને ત્રિનિદાદ-ટોબેગોની મુલાકાતે રાજદ્વારી ગતિશીલતા વધારશે, વ્યાપારી નેતાઓ અને ભારતીય ડાયસ્પોરા સાથેના સંવાદથી દ્વિપક્ષીય સહયોગના નવા દ્વાર ખુલશે11:30 PM IST
પર્સિયન ગલ્ફમાં અમેરિકાની દરિયાઈ નાકાબંધીથી ખળભળાટ: હોર્મુઝની આસપાસ ૪૮ જહાજોના માર્ગ બદલાવાયા, ઈરાની બંદરો પર યુએસ નેવીનો કડક પહેરો : ઓપરેશન 'એપિક ફ્યુરી' બાદ ટ્રમ્પે ઈરાન સાથેની દુશ્મનાવટ પૂરી થયાની જાહેરાત કરી હોવા છતાં સમુદ્રમાં લશ્કરી ગતિવિધિઓ તેજ, યુએસએસ ન્યૂ ઓર્લિયન્સ દ્વારા અરબી સમુદ્રમાં જહાજોનું સખત મોનિટરિંગ11:31 PM IST
ટ્રમ્પની ભીષણ ગર્જનાથી તેહરાન ધ્રૂજ્યું: "શાંતિ વાટાઘાટો નિષ્ફળ જશે તો ઈરાન પર થશે અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો" : હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા તણાવ વચ્ચે ઇરાનના નવા પ્રસ્તાવને વોશિંગ્ટને ફગાવ્યો: અમેરિકી બેઝ અને યુદ્ધ જહાજોને ભસ્મીભૂત કરવાની રિવોલ્યુશનરી ગાર્ડ્સની વળતી ચેતવણીથી પશ્ચિમ એશિયામાં ફરી મહાયુદ્ધના એંધાણ12:30 AM IST
વૈશ્વિક યુદ્ધો અને આર્થિક આંચકા સામે ભારતનું સુરક્ષા કવચ 'વીજળીકરણ': અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ સાગર અદાણીએ આપ્યો મજબૂત રોડમેપ : મધ્ય-પૂર્વના તણાવ અને ખોરવાતી સપ્લાય ચેઈન વચ્ચે ભારતની ઊર્જા સ્વાયત્તતા જળવી રાખવા માટે અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડી દરેક ક્ષેત્રને ઇલેક્ટ્રિફાઇડ કરવું અનિવાર્ય હોવાનો આશાવાદ11:57 PM IST
રાજધાનીમાં આકાશમાંથી વરસતી અગનજ્વાળાઓ વચ્ચે માનવતાવાદી અભિગમ: મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શ્રમિકો માટે બપોરના સમયે 'કફર્યુ' જેવો આરામ જાહેર કર્યો : પારો ૪પ ડિગ્રીને પાર પહોંચતા જનજીવન અસ્તવ્યસ્ત: બપોરે ૧ થી ૪ વાગ્યા સુધી તમામ બાંધકામ અને આઉટડોર કામકાજ પર પ્રતિબંધ સાથે ડીટીસી બસો અને શાળાઓમાં પાણી-ORSની સુવિધા સુનિશ્ચિત કરવા આદેશ12:08 AM IST
પુણેમાં માસૂમ બાળકી પર નરાધમના અત્યાચારથી મહારાષ્ટ્રમાં આક્રોશની જ્વાળા: ફડણવીસ સરકાર સામે વિપક્ષોએ મોરચો ખોલી રાજીનામાની કરી માંગ : સાડા ત્રણ વર્ષની બાળકીની કરપીણ હત્યા બાદ ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ફાંસીની સજા માટે સરકારની ખાતરી, બીજી તરફ કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિ મામલે કોંગ્રેસે ગૃહમંત્રીને લીધા આડેહાથ12:09 AM IST
ખાખી પર લાંચનું કલંક: પુણેમાં ૨૮ લાખની મસમોટી રકમ સ્વીકારતા મહિલા પોલીસ અધિકારી અને તેનો સાગરીત ACBના સકંજામાં : આર્થિક ગુના શાખામાં ફરજ બજાવતા મહિલા અધિકારીએ જમીન કૌભાંડની તપાસમાં મદદ કરવા બદલ માગી હતી તોતિંગ લાંચ: હોટલના પ્રવેશદ્વાર પર જ છટકું ગોઠવી ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ ખેલ પાડી દીધો12:14 AM IST
કેનેડામાં કપિલ શર્માના કાફે પાસે અંધાધૂંધ ગોળીબારથી સનસનાટી: હાસ્ય કલાકારને મુંબઈ સુધી ટાર્ગેટ કરવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ : ખાલિસ્તાની આતંકી હરજીત સિંહ લાદ્દી કનેક્શન બાદ સોશિયલ મીડિયા પર કાફે બંધ કરવાની ચેતવણી સાથે વાયરલ પોસ્ટથી મનોરંજન જગતમાં ફફડાટ: કપિલના 'કેપ્સ કાફે' પર અગાઉ પણ ત્રણ વખત થયા હતા હુમલા12:15 AM IST
2036 ઓલિમ્પિકના સ્વપ્ન આડે ડોપિંગનું વિઘ્ન: આંતરરાષ્ટ્રીય ટેસ્ટિંગ એજન્સીએ ભારતને આયનો બતાવતા રમતજગતમાં મચ્યો ભારે ખળભળાટ : સતત ત્રણ વર્ષથી ડોપિંગના કેસમાં વિશ્વમાં ટોચના ક્રમે રહેતા ભારત માટે 'કરો અથવા મરો' જેવી સ્થિતિ: ખેલાડીઓનું પરીક્ષણ પહેલા જ ભાગી જવું અને અગાઉથી મળતી માહિતી પર ITA વડાએ વ્યક્ત કરી ગંભીર ચિંતા12:15 AM IST
એમ.એસ. યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં 'મોદી તત્ત્વ' મોડ્યુલનો સમાવેશ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ ફિલોસોફી હવે વિદ્યાર્થીઓ ભણશે : 'સોશિયોલોજી ઓફ પેટ્રિયોટિઝમ' પેપર હેઠળ આરએસએસ અને ઐતિહાસિક વિભૂતિઓની સાથે પીએમ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો અભ્યાસ કરાવાશે : ડિજિટલ ઇન્ડિયા અને નોટબંધી જેવી નીતિઓનું સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી વિશ્લેષણ થશે12:21 AM IST
ભારતનો અસલી આત્મા આદિવાસી અને અનુસૂચિત સમાજમાં સુરક્ષિત: વિદેશી આક્રમણો સામે દેશની ઓળખ ટકાવી રાખવા બદલ RSS વડાએ વંદન કર્યા : હજારો વર્ષના સંઘર્ષ અને અત્યાચારો છતાં મૂળભૂત ભારતીય મૂલ્યોનું જતન કરનાર વંચિત સમુદાયોને મુખ્ય પ્રવાહમાં લાવવા અનિવાર્ય: કર્મયોગી પુરસ્કાર સમારોહમાં મોહન ભાગવત અને નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં સેવાનો મંત્ર ગુંજ્યો12:31 AM IST
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યમાં નવા વૃદ્ધાશ્રમો ખોલવા નહીં દઈએ. આપણે સૌએ માતા-પિતા અને સંતાનોએ સાથે રહેવું જોઈએ: ભારત વડીલ વંદન કાર્યક્રમમાં હર્ષભાઈ સંઘવી : નાયબ મુખ્યમંત્રીએ કહ્યું-છેલ્લા ચાર વર્ષથી ગુજરાત પોલીસ એવા વડીલોને શોધી રહી છે જેઓ વૃદ્ધાશ્રમમાં છે અને તેમને તેમના પરિવાર કે દીકરીઓ સાથે મિલાવવાનું ઉમદા કાર્ય કરી રહી છે11:53 PM IST
રાજપીપળાના પૂરવઠા ગોડાઉન ઉપરથી દુકાનદારોને અપાતા અનાજમાં કટ્ટા દીઠ એક કિલોની ઘટ આવતા નારાજગી : આ ઘટ બાબતે ગોડાઉન મેનેજરને રજૂઆત કરતા દુકાનદારોને એવો જવાબ મળે કે આગલા મેનેજરે જે જથ્થો મૂક્યો છે એ જ મળે છે:વારંવાર બદલાતા ગોડાઉન મેનેજર ના કારણે દુકાનદારો ને થતી હેરાનગતિ અને ઘટ બાબતે ઉપરી અધિકારીઓ પગલા લે તે જરૂરી10:28 PM IST
અમદાવાદ એરપોર્ટ પર 6 મેના રોજ ફ્લાઈટના પૈડાં થંભી જશે: રન-વે મેન્ટેનન્સને કારણે 6 કલાક સુધી વિમાની કામગીરી પર લાગશે બ્રેક : મુસાફરો માટે મહત્વના સમાચાર: સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી રન-વે બંધ રહેતા અનેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના શિડ્યુલમાં ફેરફાર, એરપોર્ટ પર નીકળતા પહેલા ફ્લાઇટનું સ્ટેટસ તપાસી લેવા વહીવટી તંત્રની ખાસ અપીલ2:19 PM IST
સુરત મ્યુનિસિપલ કમિશનર IAS એમ. નાગરાજનની લાલ આંખ : ભ્રષ્ટાચારી અને કામચોર કર્મચારીઓ માટે દેશમાં પ્રથમવાર કડક 'SOP' અમલી : વહીવટી શિસ્તનો નવો અધ્યાય શરૂ : ફરજમાં બેદરકારી કે ભ્રષ્ટાચાર કરનાર સામે હવે ગણતરીના દિવસોમાં જ શિસ્તભંગના પગલાં લેવાશે : 180 દિવસમાં તપાસ પૂર્ણ કરવી ફરજિયાત : આર્થિક નુકસાનની વસૂલાત પગારમાંથી થશે : નિવૃત્તિના 4 વર્ષ સુધી પણ કાર્યવાહીનો સામનો કરવો પડશે 9:41 AM IST
ગુજરાત આખું ભઠ્ઠીમાં શેકાયું: સુરેન્દ્રનગરમાં પારો 43.5 ડિગ્રીને પાર પહોંચતા કાળઝાળ ગરમીનો કહેર, આભમાંથી અગનગોળા વરસતા જનજીવન અસ્તવ્યસ્ત : અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં હીટવેવની પ્રચંડ અસર: બપોરના સમયે રસ્તાઓ સુમસામ અને રાત્રે પણ ગરમ પવનોના ફૂંકાતા ઉકળાટથી લોકો ત્રાહિમામ, મે મહિનામાં ગરમીના તમામ રેકોર્ડ તૂટવાની ભીતિ11:40 AM IST
ડિજિટલ ક્રાંતિ સાથે ગુજરાતમાં વસ્તી ગણતરીનો શંખનાદ: જૂન મહિનાથી હાઈટેક સર્વેક્ષણનો પ્રારંભ, હવે નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન આપી શકશે પોતાની માહિતી : દેશની 16મી વસ્તી ગણતરીમાં પ્રથમવાર જિયો ટેગિંગ અને 'ડિજી ડોટ' ટેકનોલોજીનો ઉપયોગ: બે તબક્કામાં યોજાનારા આ મહાઅભિયાનથી આપત્તિ વ્યવસ્થાપન અને શહેરી આયોજનને મળશે નવી દિશા11:26 AM IST
ડિજિટલ ડ્રગ્સનો ખતરનાક અંજામ: ગુજરાતના પરિવારો હવે બાળકોને સ્માર્ટફોનના વ્યસન અને હિંસક વર્તનથી બચાવવા ઘરમાં તૈનાત કરી રહ્યા છે બાઉન્સરો : મોબાઈલ છીનવતા જ સંતાનો બની રહ્યા છે ખૂંખાર, અમદાવાદ અને સુરતમાં સુરક્ષા એજન્સીઓની ડિમાન્ડમાં તોતિંગ ઉછાળો: લાખોના ખર્ચે સંતાનો પર 24 કલાક રખાઈ રહી છે ગુપ્ત નજર11:03 AM IST
મારા ત્રણ વોર્ડમાં ત્રણ પગપુરીઓ પેસી ગઇ.જે ભાજપને નુકશાન કરશે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મીડિયા સામે ફરી બળાપો કાઢ્યો : જેણે જરાય ભાજપનું કામ ન કર્યું હોય, ભાજપના કામમાં દેખાયો પણ ના હોય, તેવા લોકો અમારા ભાજપના નેતાઓ પણ કહે કે આવા લોકોને ટિકિટ નહીં આપીયે પણ આવી ' પગપુરીઓ' ઘુસી જાય છે 9:00 PM IST
વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા મહેસૂલ વિભાગ સજ્જ : અડાલજ ત્રિમંદિર ખાતે 5 થી 7 મે દરમિયાન યોજાશે ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર-2026’ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં લેન્ડ ગવર્નન્સનો રોડમેપ તૈયાર થશે : અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિના નેતૃત્વમાં જમીન વહીવટમાં આધુનિક ટેકનોલોજી અને પારદર્શિતા પર મુકાશે વિશેષ ભાર3:44 PM IST
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આજ્ઞા-ઉપાસનાના કેન્દ્ર વડતાલ ધામમા ભક્તિ-જીવદયાનો અનોખો સંગમ: શ્રી હરિકૃષ્ણ મહારાજને ૫૦૦ કિલો કેસર કેરીનો દિવ્ય અન્નકૂટ અર્પણ : લુપ્ત થતી ચકલીઓના સંરક્ષણ માટે ૫ હજાર પાણીના કુંડા-માળાનું વિતરણ : મંદિર પરિસરમાં 112મી રવિસભા ભક્તિભાવપૂર્વક સંપન્ન : સને 2018થી ચાલતું "ચકલી બચાવો" અભિયાન ૮ મા વર્ષમાં પ્રવેશ્યું : યુએસએ સ્થિત સવિતાબેન ચંદુભાઈ પટેલ પરિવારના યજમાનપદે સેવાયજ્ઞ યોજાયો5:53 PM IST
અમદાવાદના ઓઢવમાં આર્યસમાજ દ્વારા આયોજિત સાત દિવસીય સંસ્કાર શિબિરની પૂર્ણાહુતિ : 150 બાળકોએ મેળવ્યું ભવ્ય વૈદિક સંસ્કારોનું ભાથું : જનપ્રતિનિધિ દિપક પંચાલે રાષ્ટ્રપ્રેમ અને ઉજ્જવળ કારકિર્દી માટે બાળકોને આપ્યા આશીર્વચન : પ્રફુલ વોરા અને દિનેશ શાહના માર્ગદર્શન હેઠળ અગ્નિહોત્ર અને નૈતિકતાના પાઠ ભણાવવામાં આવ્યા 4:26 PM IST
અમદાવાદના જીવરાજ બ્રિજ પાસે લોહીલુહાણ જંગ: જાહેરમાં આધેડની નિર્મમ હત્યાથી ખળભળાટ, પાઈપ-દંડાના ઘા ઝીંકાતા રહ્યા ને લોકો તમાશો જોતા રહ્યા : પ્રેમ લગ્નના વેરઝેરમાં સાસરી પક્ષના શખ્સોએ ખેલ્યો મોતનો તાંડવ: 52 વર્ષીય પ્રૌઢ પર જીવલેણ હુમલાના CCTV ફૂટેજ આવ્યા સામે, રોષે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિકોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી ન્યાયની માંગ કરી2:20 PM IST
સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહના માર્ગદર્શનમાં LCBનો સપાટો : વાપીમાં ટેમ્પો ટ્રાવેલ્સના ગુપ્ત ચોરખાનામાંથી ₹3.91 લાખનો દારૂ ઝડપાયો : કોન્સ્ટેબલ વિવેકની બાતમીથી સેલવાસથી જુનાગઢ જતી લક્ઝરીમાં છુપાવેલી વ્હીસ્કી-વોડકાની 1302 બોટલો જપ્ત : ચાલક ફેજલ કાળવાતર પકડાયો, મુસ્તુફા માલવિયા વોન્ટેડ 11:43 AM IST
દારૂની મહેફિલના હાઈપ્રોફાઈલ કેસમાં મોટો વળાંક: મંત્રી અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત તમામ 26 આરોપીઓ કોર્ટમાંથી સન્માનભેર નિર્દોષ જાહેર : વર્ષ 2016ના ચકચારી સેટેલાઈટ દારૂ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોલીસ અને મેડિકલ પુરાવા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો: બ્લડ સેમ્પલ લેવામાં થયેલો વિલંબ અને કાર્યવાહીમાં વિરોધાભાસી વર્ઝન બન્યા આરોપીઓ માટે તારણહાર12:55 PM IST
અમદાવાદ મેટ્રોનો ઐતિહાસિક સ્કોર: આઈપીએલના જંગ વચ્ચે મેટ્રો ટ્રેન હાઉસફુલ, એક જ દિવસમાં 2.25 લાખ મુસાફરોની સવારી સાથે તોડ્યા તમામ જૂના રેકોર્ડ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચ જોવા ઉમટેલા ક્રિકેટ પ્રેમીઓ માટે મેટ્રો બની લાઈફલાઈન: ટ્રાફિકની ઝંઝટ અને મોંઘી ટેક્સીના બદલે શહેરીજનોએ આધુનિક પરિવહન પર ઉતાર્યો પસંદગીનો કળશ11:33 AM IST
વઘઇમાં દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપી હરેશ ચૌધરી ગણતરીના દિવસોમાં ઝડપાયો : IG પ્રેમવીરસિંહ અને SP પૂજા યાદવનું સફળ માર્ગદર્શન : PI એ.એ. ચાવડા અને ટીમે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી સુસરદાના શખ્સને દબોચ્યો : ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1) હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં વઘઇ પોલીસની મોટી કાર્યવાહી 10:04 AM IST
રબારી સમાજમાં સામાજિક ક્રાંતિનો શંખનાદ: સગાઈ-લગ્ન અને મરણના પ્રસંગોમાં ખોટા ખર્ચ પર મુકાયો આકરો પ્રતિબંધ, નિયમો તોડનારને ફટકારાશે લાખોનો દંડ : ભવ્ય જમણવાર અને દાગીનાની લેતીદેતીમાં 'લક્ષ્મણ રેખા' ખેંચાઈ: સામાજિક કુરિવાજો ડામવા માટે સમાજે તૈયાર કર્યું નવું બંધારણ, પ્રથા ભંગ બદલ કડક આર્થિક દંડની જોગવાઈ સાથે પરિવર્તનનો પવન11:45 AM IST
ગોંડલના ગઢમાં ચૂંટણી પહેલા જંગના એંધાણ: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં લાગ્યા વિવાદાસ્પદ પોસ્ટરો, વિરોધીઓને 'જાતિવાદી દેડકા' કહી પડકાર ફેંકાયો : ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીના વેધ સાથે રાજકીય ગરમાવો તેજ: 'કહો દિલસે, જયરાજસિંહ ફિરસે'ના સૂત્રોચ્ચાર સાથે ગોંડલની ધરા પર શરૂ થયું પોસ્ટર વોર11:18 AM IST
જો આઘાત અને ડર ડીએનએમાં ઉતરે છે, તો શું હકારાત્મક વિચારો અને ધ્યાનથી જનીનો (ડીએનએ)ને ફરીથી બદલી શકીએ છીએ ? : આધુનિક એપિજિનેટિક્સ વિજ્ઞાનનો સૌથી મોટો ખુલાસો એ છે કે આપણું ડીએનએ કોઈ પથ્થર પર લખાયેલો લેખ નથી. આપણા રોજિંદા વિચારો, આહાર, આસપાસનું વાતાવરણ અને મંત્રોચ્ચારના તરંગો આપણા જનીનો (ડીએનએ) ના કામ કરવાની રીતને દરરોજ બદલી રહ્યા છે. મનની શક્તિથી શારીરિક બીમારીઓ અને પેઢીઓ જૂના માનસિક આઘાતોને કાયમ માટે મટાડી શકાય છે12:12 PM IST
કોડીનાર તાલુકા પંચાયતમાં સત્તાના જંગ વચ્ચે દ્વારકા રિસોર્ટ પોલિટિક્સમાં પોલીસની એન્ટ્રી : કોંગ્રેસના સદસ્યોની પૂછપરછ બાદ માછીમાર અગ્રણીની અટકાયત : માત્ર એક સભ્યના તફાવતથી સર્જાયેલી ખેંચતાણ વચ્ચે દ્વારકા ફરવા ગયેલા સદસ્યોને ગીર સોમનાથ LCB એ પરત લીધા : માછીમારીના વેપારી અને તેમના બે સંબંધીઓને પણ પોલીસ સાથે લઈ જતા ચર્ચાઓ જાગી 2:07 PM IST
મેઘપર ગામે રહેણાંક મકાનમાં ચાલતા વિદેશી દારૂના કારોબાર પર પોલીસનો દરોડો: 240 નંગ નશાકારક ચપટા સાથે બૂટલેગર ઝડપાયો, પડાણા પોલીસની મોટી કાર્યવાહી : આઈજી અને એસપીની દારૂ-જુગાર નાબૂદીની ઝુંબેશ હેઠળ લાલપુર પંથકમાં પોલીસની તવાઈ: રાધે ક્રિષ્ના મંદિર પાસેના મકાનમાંથી રાજસ્થાન પાસિંગના દારૂનો જથ્થો જપ્ત, અન્ય એક શખ્સની શોધખોળ શરૂ12:16 PM IST
અમરેલીમાં હિસ્ટ્રીશીટરનો આતંક ઉતારતી પોલીસ : ભોજન સમારંભમાં છરી વડે હુમલો કરનાર યુવરાજ મકવાણાનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવાયું : ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીના આદેશ બાદ સીટી પોલીસ અને LCB એ 12 ગુનામાં સંડોવાયેલા આરોપીને દબોચ્યો : 10 વર્ષની સજા કાપી જામીન પર છૂટેલા શખ્સનું ઘટનાસ્થળે પંચનામું કરાયું 12:27 PM IST
કચ્છના નાના રણમાં જૈવવિવિધતાનું અનોખું દ્રશ્ય :વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળ એટલે કે 'ફેનેક ફોક્સ' કેમેરામાં કેદ થયું : ઘુડખર અભયારણ્યની ટીમ જ્યારે વચ્છરાજ બેટના પાછળના ભાગમાં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે ત્યારે વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળ એટલે કે 'ફેનેક ફોક્સ' કેમેરામાં કેદ:ગુજરાતમાં શિયાળ લુપ્ત થતી પ્રજાતિમાંનું એક ગણાય છે, ત્યારે આ દુર્લભ પ્રાણી દેખાતા વન વિભાગે તપાસ તેજ કરી8:30 PM IST
કાલાવડના મોટી વાવડી ગામની સીમમાં નદીકાંઠે જામ્યો જુગારનો અખાડો: પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને રૂ. 18,750ની રોકડ સાથે દબોચી લીધા : જામનગર પોલીસની દારૂ-જુગાર નિર્મૂલન ઝુંબેશ હેઠળ મોટી સફળતા: બાવળની ઝાડીઓમાં છુપાઈને ગંજીપાના વડે તીનપત્તી રમતા તત્વો સામે લાલ આંખ, પોલીસના આકસ્મિક છાપાથી જુગારીઓમાં મચી નાસભાગ12:13 PM IST
ખાખીનો માનવતાવાદી ચહેરો: સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુએ રક્ષક બની માત્ર 6 જ કલાકમાં વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા 51 લાખના દાગીના : નાણાં ચૂકવ્યા છતાં દાગીના દબાવી રાખનાર શખ્સો સામે પોલીસની લાલ આંખ: 35 તોલા સોનું મૂળ માલિકને પરત સોંપી પોલીસ અધિક્ષકે પ્રજાલક્ષી કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું11:12 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
ટેક્નોલોજી જગત અને વોલ સ્ટ્રીટમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને ખૌફનાક ધડાકો: માત્ર ૫ મિનિટની અંદર ગૂગલને રૂ. ૪૮ લાખ કરોડનું ભયાનક નુકસાન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મોટો ફૂગ્ગો ધડાકાભેર ફૂટી જતાં આલ્ફાબેટના શેરમાં સનસનાટીભર્યો કડાકો : દુનિયાભરના શેરબજારને હચમચાવી દેતી આ આફતમાં દિગ્ગજ ટેક કંપનીઓની માર્કેટ કેપ ધોવાઈ જતાં રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક બજારમાં હાહાકાર5:16 PM IST
વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અત્યાર સુધીનો સૌથી મોટો અને સ્ફોટક ધડાકો: 'યુરોપના નેતાઓ રશિયાને ના ઉશ્કેરે: બોલવામાં સંયમ વર્તે...' અમેરિકાનો આત્યંતિક સિક્રેટ મેસેજ લીક થતાં આખી દુનિયામાં સનસનાટી : સુપરપાવર વ્હાઈટ હાઉસના ગુપ્ત દસ્તાવેજથી યુરોપિયન યુનિયન અને નાટો દેશોમાં ખળભળાટ: ત્રીજા વિશ્વયુદ્ધના ભયાનક એંધાણ વર્તાતાં આંતરરાષ્ટ્રીય રક્ષણ નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા5:15 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મધ્ય પૂર્વના દેશ ઈરાનમાંથી આર્થિક તબાહી અને મોંઘવારીનો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: એક પ્લેટ સાધારણ ભોજનની કિંમત સાંભળીને જ આખી દુનિયાના લોકોની આંખો પહોળી થઈ ગઈ: ઈરાનમાં બેફામ મોંઘવારીના રાક્ષસ સામે પ્રજા ત્રાહીમામ-ત્રાહીમામ : દેશનું ચલણ ઈરાની રિયાલ ધૂળધાણી થઈ જતાં ખાવાપીવાની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા:અનાજનો એક-એક દાણો મેળવવા તરસતી ગરીબ જનતાની કરૂણ હાલત જોઈને દુનિયાભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા5:17 PM IST
વિશ્વની મહાસત્તા અમેરિકાની ધરતી પરથી અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: ઓરેગન એરપોર્ટ નજીક આકાશમાં જ બે હેલિકોપ્ટર વચ્ચે સણસણાટ કરતાં ભયાનક અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત: વાતાવરણમાં અરેરાટી : હવામાં જ વિસ્ફોટ થતાં સળગતા હેલિકોપ્ટરના પતરાં કાગળની જેમ નીચે ખાબક્યા:આકાશમાંથી વરસતા મોતનો ગોઝારો મંજર જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા5:16 PM IST
એક બેટ્સમેને બોલરો પર રીતસર ઝૂડી નાખ્યા : ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 122 છગ્ગા અને 127 ચોગ્ગા ફટકારી 1488 રનનો અશક્ય વિશ્વ રેકોર્ડ બનાવ્યો : 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક એવો વિશ્વ રેકોર્ડ છે જેને તોડવો લગભગ અશક્ય છે. મહાન બેટ્સમેન પણ આ વિશ્વ રેકોર્ડ ક્યારેય તોડી શકશે નહીં. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1488 રન બનાવવા લગભગ અશક્ય છે, 5:26 PM IST
રિતેશ દેશમુખની ‘રાજા શિવાજી’નો બોક્સ ઓફિસ પર મજબૂત પડઘો: બીજા દિવસે કલેક્શનમાં સામાન્ય ઘટાડો છતાં ફિલ્મ સુપરહિટ ભણી અગ્રેસર : મરાઠી અને હિન્દી બંને વર્ઝનમાં છત્રપતિ શિવાજી મહારાજના શૌર્યની ગાથા જોવા સિનેમાઘરોમાં જનમેદની ઉમટી: બે દિવસમાં 21 કરોડથી વધુની કમાણી સાથે રિતેશ-જેનેલિયાની જોડીએ બોક્સ ઓફિસ પર જમાવી પકડ2:27 PM IST
"તમે આ શું કહી રહ્યા છો?" ફિલ્મી ઇવેન્ટમાં હોસ્ટની અશ્લીલ ટિપ્પણી સાંભળી સારા અલી ખાન સ્તબ્ધ: વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર છેડી નવી ચર્ચા : ‘પતિ પત્ની ઔર વો દો’ના પ્રમોશન દરમિયાન મર્યાદા ઓળંગાઈ: હોસ્ટે પાપારાઝીના વાંધાજનક વીડિયો અંગે કરેલી મજાકથી સારા અને રકુલ પ્રીત સિંહ અસહજ થયા, આયુષ્માન ખુરાનાની હાજરીમાં બનેલી ઘટનાથી ચાહકોમાં રોષ4:27 PM IST
સલમાન ખાનની હિરોઈનની હૃદયદ્રાવક દુર્દશા: ઝગમગાટ છોડી ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર બની ‘વીરગતિ’ની અભિનેત્રી પૂજા ડડવાલ : ગ્લેમરની દુનિયાના અંધકારનો પર્દાફાશ: સ્ટાર બનવાનું સપનું રોળાયું ને બીમારી-ગરીબીના ખપ્પરમાં હોમાઈ ગઈ પૂજા, આર્થિક તંગી અને એકલતા સામે ઝઝૂમતી બોલિવૂડ સુંદરીનું જીવન નરકાગાર બન્યું2:34 PM IST
૨૦૨૬માં ભારતીય બોક્સ ઓફિસ પર હોલીવુડનો જાદુ: ફેશન સિક્વલ અને માઇકલ જેક્સન બાયોપિકે મચાવી ધૂમ, ટોચના ૫ ઓપનિંગ આંકડા જાહેર : મેરિલ સ્ટ્રીપની ‘ધ ડેવિલ વેયર્સ પ્રાડા ૨’ અને કિંગ ઓફ પોપની જીવનગાથાએ ભારતીય દર્શકોને ઘેલા કર્યા: સાયન્સ ફિક્શનથી લઈને હોરર એડવેન્ચર સુધીની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કરી કરોડોની કમાણી3:02 PM IST





















































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી











































































































































































