<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

સોના ચાંદીમાં સવારે પ્રારંભમાં જ કડાકો વાયદા બજારમાં સોનાની કિંમતોમાં આજે પ્રારંભમાં જ ૧૪૧૬ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. રોકાણકારો ફરી એકવાર આ સ્થિતિને લીધે મુંઝવણમાં મૂકાયા હતા. સોનુ આજે ખુલતાની સાથે ૧,૪૧,૬૩૪ પર સ્પર્શીને ૧,૪૧,૧૧૫ રૂપિયાએ પહોંચી ગયું હતું. ગઈ કાલે સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧,૪૨,૫૩૧ રૂપિયાની સપાટીએ ક્લૉઝ થયું હતું બીજી બાજુ ચાંદીમાં પણ કડાકાનો દોર યથાવત્ રહેતા ચાંદી આજે શરૂઆતમાં જ ૫૬૬૨ રૂપિયા જેટલી તૂટી હતી. એક સમયે ચાંદી ચાર લાખની સપાટીને કૂદાવી ચૂકી હતી જે આજે સવા બે લાખ રૂપિયાની આજુબાજુ ટ્રેડ થઇ રહી છે.

(9:49 AM IST)