<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

મોડી રાત્રે ૧૨.૩૦ વાગ્યે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત ઉપર વાદળાઓના જબ્બર ગંજ ખડકાયા: ચારેકોર વરસાદી તાંડવ* અત્યારે મોડી રાત્રે ૧૨.૩૦ વાગ્યે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત ઉપર વાદળાઓના જબ્બર ગંજ ખડકાયા હોવાનું લેટેસ્ટ ઇનસેટ ઉપગ્રહની તસ્વીરમાં નજરે પડે છે. રાજકોટ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં ચારેકોર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત માટે આગામી ચાર દિવસ ખૂબ જ ગંભીર છે. રાજકોટમાં વીજળીના જબ્બર ગડગડાટ થઈ રહ્યા છે. રાજકોટમાં રાત્રે ૧૨.૪૧ વાગ્યે વરસાદનું જોર હળવું થયું છે.

(12:46 AM IST)