<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાવલકોટમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાની સુરક્ષા દળોના ગોળીબારમાં ૯ લોકોના કરૂણ મોત : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના રાવલકોટમાં સ્થાનિક લોકોના વિરોધ પ્રદર્શન પર પાકિસ્તાની સુરક્ષા દળોએ ગોળીબાર કરતા ઓછામાં ઓછા ૯ લોકોના મોત થતાં સ્થિતિ તંગ બની છે. JAAC ની માંગણીઓમાં વિધાનસભાની ૧૨ અનામત બેઠકો રદ કરવી, વીજળી સમસ્યાઓનો ઉકેલ અને નેતાઓની મુક્તિ સામેલ છે. હિંસા બાદ કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી સુરક્ષા કડક કરાઈ છે.

(10:12 AM IST)