<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

રાજકોટ સહિત રાજયભરમાં પુરવઠાનું સર્વર ગઇકાલ સાંજથી ઠપ્‍પ : સવારથી કાર્ડ હોલ્‍ડરોના ટોળાઃ DSO-કલેકટરને ફરીયાદ : ગાંધીનગર પણ જાણ કરાઇ રાજકોટ સહિત રાજયભરમાં પુરવઠાનું સર્વર ઠપ્‍પ થઇ જતા હજારો ગ્રાહકોમાં દેકારો બોલી ગયો છેઃ ગઇકાલે સાંજે ૬ વાગ્‍યાથી રાત્રે ૧૦ સુધી રાશન વિતરણ કામગીરી ખોરવાયા બાદ આજ સવારે ૭ વાગ્‍યાથી વિતરણ ઠપ્‍પ હોય રેશનીંગ દુકાનો ઉપર લોકોના-કાર્ડ હોલ્‍ડરોના ટોળા છે : દુકાનદારો સાથે સીધુ ઘર્ષણ સર્જાયું છેઃ દિવાળીના તહેવારો બાદ ગરીબ કાર્ડ હોલ્‍ડરો રાશન લેવા ગયા પરંતુ ભારે ધક્કા થયા છે. સસ્‍તા અનાજ દુકાનદાર એસો.ના હોદેદારોએ DSOનું ધ્‍યાન દોર્યુ હતું.

(1:12 PM IST)