<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

૧૨ કરોડથી વધુના ગાંજાના પગલે પગલે ૧ કરોડ, ૨૮ લાખથી વધુનો નશાકારક પદાર્થ ઝડપાયો...

સાઉથ ગુજરાતમાં નશાના કાળા કારોબાર સામે રેન્‍જ વડા પ્રેમવીરસિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાનો જંગ પરાકાસ્‍ટાએ પહોચ્‍યો... : ડ્રગ્‍સને દેશવટો આપવા વલસાડ પોલિસનો સપાટોઃ મૂળ સુધી પહોંચવા આરોપીની સઘન પૂછપરછ...

રાજકોટ, તા.૨૬: ડ્રગ્‍સ ઇન સાઉથ ગુજરાત મિશન સક્રિયપણે શરૂ કરનાર સુરત રેન્‍જ વડા પ્રેમવીરસિંહ ધ્‍વારા વલસાડમાંથી ૧૨.૬૭ કરોડનો ગાંજો વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના નેતળત્‍વ હેઠળની એન્‍ટી નાર્કોટિક્‍સ વિંગ અને SOG દ્વારા ઝડપાયા બાદ ડ્રગ્‍સ સિન્‍ડિકેટ છિન્ન-ભિન્ન કરવા ઝુંબેશ તેજ કરાઈ છે. જે અંતર્ગત વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજા, વાપી વિભાગ ઝળ્‍લ્‍ભ્‍ બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ, ઇન્‍ચાર્જ PI એસ.પી. ગોહિલના સુપરવિઝનમાં ડુંગરા પોલીસ સ્‍ટાફની અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્‍ટેલિજન્‍સના આધારે NDPSના ગુનાઓ શોધવા પ્રયત્‍નશીલ હતા તે દરમ્‍યાન PSI કે.આર. ચોટલીયાને બાતમી મળેલ કે ડુંગરા પો.સ્‍ટે. હદમાં લેકવ્‍યુ રેસીડેન્‍સી, E/૪ બિલ્‍ડીંગ, રૂમ નં. G/૮, ડુંગરા તા.વાપી જી.વલસાડ ખાતે રહેતો કાર્તિક ઉર્ફે પપ્‍પુ રવિન્‍દ્ર બિસ્‍વાલ પોતાના ફલેટમાં ગેરકાયદેસર રીતે નશાકારક માદક પદાર્થનો જથ્‍થો રાખી છુટકમાં વેચાણ કરે છે.જે બાતમી આધારે વોચ રાખી રેઇડ કરતા કાર્તિક ઉર્ફે પપ્‍પુ રવિન્‍દ્ર બિસ્‍વાલ ઉ.વ.૩૨ રહે. લેકવ્‍યુ રેસીડેન્‍સી, રૂમ નં. G/૮, ડુંગરા, તા.વાપી જી.વલસાડ, મૂળ રહે. ગામ બડાસ, થાના બાલયાપાલ જી.બાલેશ્વર ઓડીશાવાળાને પકડી પાડી તેની પાસેથી કેનાબીસના સક્રિય ઘટક તત્‍વોની હાજરી વાળો નશાકારક માદક પદાર્થ ૨૪૩.૬૭૦ કિલોગ્રામ કિંમત રૂ.૧,૨૧,૮૩,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ રૂ.૫૦૦૦/- મળી કુલ્લે રૂ.૧,૨૧,૮૮,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરી NDPS એક્‍ટ હેઠળ અટક કરી પોલીસ કસ્‍ટડી મેળવી વધુ તપાસ ડુંગરા પોલીસે હાથ ધરી છે. આ ગુનામાં વોન્‍ટેડ આરોપી બનમાલી પ્રભાકર પાતરા રહે. રૂમ નં. G/૮, E/૪ બિલ્‍ડીંગ, લેકવ્‍યુ રેસીડેન્‍સી, ડુંગરા તા.વાપી જી.વલસાડનો સમાવેશ થાય છે.

(2:36 PM IST)