<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

બારડોલીમાં ખલી ગામનજીક કેદારેશ્વર મંદિરના ગેટ પાસે 11 ભેંસને કતલખાને લઈ જતી ટ્રક ઝડપાઇ

ડ્રાઈવર આમીન અબુમોહંમદ શેખ અને ક્લીનર ઈશાક મુસાભાઈ શેખની ધરપકડ :બંને ભરૂચના રહેવાસી : ટ્રક સહિત કુલ 14.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

બારડોલીમાં ખલી ગામની સીમમાં કેદારેશ્વર મંદિરના ગેટ પાસે કતલખાને લઈ જવાતી 11 ભેંસો અને ટ્રક સહિત કુલ 14.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
આ ઘટના 4 મે 2026 ના રોજ બની હતી. પોલીસને માહિતી મળી હતી કે ખલી ગામની સીમમાં કેદારેશ્વર મંદિરના ગેટ પાસે પશુઓ ભરેલી ટ્રક ઊભી છે.
પોલીસ કર્મચારી રૂપસંગભાઈ મનસુખભાઈ અને ટીમે તપાસ કરતા ટ્રક નંબર RJ 21 GD 4018 મળી હતી, જેમાં 11 ભેંસોને ક્રૂર રીતે ટૂંકા દોરડાથી બાંધી હતી. પશુઓ માટે ટ્રકમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા નહોતી અને હેરફેર માટે કોઈ પરમિટ કે વેટરનરી ડોકટરનું પ્રમાણપત્ર પણ નહોતું.
પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જેમાં ડ્રાઈવર આમીન અબુમોહંમદ શેખ અને ક્લીનર ઈશાક મુસાભાઈ શેખનો સમાવેશ થાય છે, જે બંને ભરૂચના રહેવાસી છે. આ ભેંસો વલણ ગામના ઇમરાન મોહંમદ સીંધીએ ભરાવી હતી અને મહારાષ્ટ્ર ધુલીયા ખાતે કતલખાનામાં લઈ જવાતી હતી.

(1:31 PM IST)