તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
કેનેડા 5 eyesની આંખોમાં ધૂળ ફેંકી રહ્યું છે: વિદેશમંત્રી એસ.જયશંકરે ઓસ્ટ્રેલિયા જઈને સત્યનો પર્દાફાશ કર્યો : કેનેડા ઉપરાંત 5 આઈઝ એલાયન્સમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામેલ . કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાની ઉગ્રવાદીઓને લઈને દરેકની આંખોમાં ધૂળ નાખીને ભારત વિરુદ્ધ એકત્ર થવાનો પ્રયાસ કરી રહ્યા છે10:07 PM IST
ભારત ગ્લોબલના એગ્રીટેક ડિવિઝનને તાજેતરમાં જ 200 ટન કુફરી અશોક બટાકાનો ઓર્ડર મળ્યો જેના કારણે શેરમાં આવી તેજી, એક વર્ષમાં આપ્યું 200 કે 500 નહીં 5000% રિટર્ન : શેરબજારમાં ક્યારે ક્યો શેર મલ્ટિબેગર બની જાય, તેના વિશે કહી શકાતું નથી. હાલ એક શેર મલ્ટિબેગર બન્યો તેણે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું 4:46 PM IST
શેરબજારમા આજે છેલ્લા કલાકમાં ચમક પાછી આવી : સેન્સેક્સ 694 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ ₹2.5 લાખ કરોડની કમાણી કરી : BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે 1 નવેમ્બરના રોજ વધીને રૂ. 444.60 લાખ કરોડ થઈ જે તેના અગાઉના ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર 1 નવેમ્બરના રોજ રૂ. 442.11 લાખ કરોડ હતી5:03 PM IST
સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 35% અનામત, મેડિકલ કોલેજની ભરતી અંગે પણ મોટો નિર્ણય : મધ્યપ્રદેશમાં ડૉ.મોહન યાદવની કેબિનેટ બેઠકમા મોટા નિર્ણયો લેવામાં આવ્યા : નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ કેબિનેટના નિર્ણયોની માહિતી આપી : એમપીમાં ખાતરની અછતને ધ્યાનમાં રાખીને રોકડ ખાતર કેન્દ્રો વધારવામાં આવ્યા છે. હવે ખેડૂતો સરળતાથી ખાતર મેળવી શકશે3:20 PM IST
સંબંધ બાંધવા માટે હાઇવે પર કાર રોકવીને નિર્જન સ્થળે ડ્રાઇવરને મળવું...: કાશ્મીરની શમા આ રીતે કરતી હતી કૌભાંડો : પંજાબના મોહાલીમાં પોલીસે મહિલાની ધરપકડ કરી : ટૂંકા કપડા પહેરેલી આ મહિલા હાઇવે પર લિફ્ટ માંગવાના બહાને કાર રોકતી : આ મહિલાએ અત્યાર સુધીમાં હાઈવે પર 20થી વધુ કાર ચાલકોને નિશાન બનાવ્યા : શમાની ગેંગમાં 6 વધુ સહયોગીઓ છે. પોલીસે તમામની ધરપકડ કરીને આ સમગ્ર નેટવર્કનો ભેદ ઉકેલ્યો : પોલીસે થાર, આઈફોન, સોનાની બ્રેસલેટ અને અન્ય વસ્તુઓ જપ્ત કરી 2:43 PM IST
ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ અને રેશનકાર્ડ બનાવનાર સામે સરકાર કડક કાર્યવાહી કરી શકે છે તેમનું રેશનકાર્ડ પણ રદ કરી દેવાની સરકાર પાસે સત્તા : ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને છેતરપિંડી કરીને બનાવેલું રેશનકાર્ડ ક્યારેય ન મેળવવું જોઈએ , આવા ગેરકાયદેસર માધ્યમો દ્વારા કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવો જોઈએ નહી2:37 PM IST
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી : આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે પોતાની જ સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા : હું ગૃહમંત્રી અનિતાને કહેવા માંગુ છું કે તમે ગૃહમંત્રી છો, કૃપા કરીને ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળો. જો હું ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યો હોત તો પરિસ્થિતિ જુદી હોત, 2:26 PM IST
અંબાણી-અદાણી ટોપ-15 અમીરોની યાદીમાંથી બહાર : મસ્ક-બેઝોસ અને ઝકરબર્ગને ભારે નુકસાન : વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ઘણો ઉલટફેર : ટોપ-10 અબજોપતિઓની યાદીમાં માત્ર માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ જ નફાકારક રહ્યા : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં રિલાયન્સના શેરમાં લગભગ 5 ટકાનો ઘટાડો થયો 2:12 PM IST
અમેરિકાની ચૂંટણીમાં કોની જીતથી ભારતને થશે ફાયદો? વિદેશ મંત્રી જયશંકરે આપી સ્પષ્ટતા : અમેરિકામાં ચૂંટણીના ગમે-તે પરિણામો આવે, અમારા સંબંધો સતત આગળ વધતા રહેશે : વિદેશ મંત્રી ડો. સુબ્રમણ્યમ જયશંકર : ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વાંગ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે કેનેડા સાથે તણાવ મુદ્દે પણ પ્રતિક્રિયા આપી કે, કેનેડાએ કોઈ વિશેષ માહિતી આપ્યા વિના જ ભારત પર આરોપોના પ્રહારો કર્યા હતા1:25 PM IST
સ્પેનના પૂર પ્રભાવિત વેલેન્સિયા વિસ્તારની મુલાકાત લેવા ગયેલા સ્પેનના રાજા અને રાણી પર કાદવ ફેંકાયો : 'ખુની' અને 'શેમ ઓન યુ'ના નારા લગાવ્યા : PM સાંચેઝની કાર પર પણ હુમલો થયો : જુઓ વિડીયો : તૈનાત બે સુરક્ષા ગાર્ડ ઘાયલ થયા : સ્પેનના રાજા અને પીએમને તેમનો પ્રવાસ અધૂરો છોડીને રાજધાની પરત ફરવું પડ્યું2:16 PM IST
અમેરિકામાં આજે 47 માં રાષ્ટ્રપતિની ચૂંટણી : અમેરિકાના રાજ્ય પાસે છે સત્તાની ચાવી! ગઈ વખતે છેલ્લી ઘડીએ ટ્રમ્પને આપ્યો હતો ઝટકો : ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ માટે પેન્સિલવેનિયા વ્હાઇટ હાઉસની ચાવી હોવાનું કહેવાય છે, આ રાજ્યએ 2020ની ચૂંટણીમાં જો બાઈડનની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી,આ રાજ્યમાં 19 ઈલેક્ટોરલ કોલેજ વોટ છે12:59 PM IST
આંદામાન અને નિકોબાર ટાપુઓ , કેરળ, તમિલનાડુ, કર્ણાટક, માહે, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ પડશે : 8 અને 10 નવેમ્બરની વચ્ચે ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની ભારતીય હવામાન વિભાગની ચેતવણી : દિલ્હીમાં આજે AQI 384 છે, જે ખરાબ હવાની ગુણવત્તા દર્શાવે છે. સવારે અને રાત્રે ધુમ્મસ અને ધુમ્મસની સ્થિતિ યથાવત : આ સપ્તાહમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં હિમવર્ષા થશે12:57 PM IST
યુએસ પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં આજે મતદાન : કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જંગ : જાણો ભારતીય સમય અનુસાર ક્યારે અને ક્યાં મતદાન? અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ લોકોએ પોસ્ટલ બેલેટ દ્વારા અથવા મતદાન મથકો પર મતદાન કર્યું : અલાસ્કાના એલ્યુટીયન ટાપુઓમાં અંતિમ મતદાન પૂર્ણ થતાની સાથે જ સમગ્ર અમેરિકામાં મતદાન સમાપ્ત થશે અને પછી મત ગણતરીની પ્રક્રિયા શરૂ થશે12:51 PM IST
અમેરિકામાં આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ : ભારતીય મૂળના 26 લાખથી વધુ લોકો મતાધિકાર નો ઉપયોગ કરશે : કોણ ચૂંટણી જંગ જીતે છે ? તે તરફ સૌની નજર : હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ભારતીય મૂળના 9 અમેરિકનો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેમાંથી 5 ફરી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે 3 પહેલીવાર ચૂંટણી જંગમાં ઉતર્યા છે12:32 PM IST
લાખો વિદ્યાર્થીઓને મોટી રાહત: સુપ્રીમ કોર્ટે મદ્રેસા એક્ટને બંધારણીય જાહેર કર્યો; અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય રદ કર્યો: સીજેઆઇ ચંદ્રચુડની બેન્ચનો ચુકાદો : યુપી મદ્રેસા અધિનિયમ માત્ર એટલી હદે ગેરબંધારણીય છે કે તે ફાઝિલ અને કામિલ હેઠળ ઉચ્ચ શિક્ષણની ડિગ્રી આપે છે, જે યુજીસી કાયદાની વિરુદ્ધ છે: સુપ્રીમ કોર્ટ12:30 PM IST
અમેરિકામાં ચૂંટણી વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 240 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24,000 ની નીચે :નબળા વૈશ્વિક સંકેતોની અસર પ્રિ ઓપન માર્કેટમાં પણ સેન્સેક્સ અને નિફ્ટી પર દેખાઈ : ભારતીય શેરબજાર આજે પણ ઘટાડા સાથે ખુલ્યું : અદાણી પોર્ટ્સ, એચડીએફસી બેંક, બીઈએલ, આઇટીસી, પાવર ગ્રિડ, ભારતી એરટેલ, એશિયન પેંટ્સ, શ્રીરામ ફાઈનાન્સ અને એચડીએફસી લાઇફ 0.39 થી 0.74 ટકા સુધી ઘટ્યા 12:02 PM IST
હત્યા,અંધાધૂંધ ગોળીબાર, ખંડણી...દિલ્હીના સૌથી ખતરનાક ગુંડાઓ, જેના નામથી લોકો ધ્રૂજી જાય છે : દિલ્હી દેશની રાજધાની છે પરંતુ હવે તે ક્રાઈમ કેપિટલ પણ બની રહી છે:ગોળીબારની બે ઘટનાઓથી દિલ્હી હચમચી ગયું:નાંગલોઈમાં ફર્નિચરની દુકાનમાં ફાયરિંગ કરનારાઓએ એક પત્રિકા છોડી છે જેમાં ગેંગસ્ટર અંકેશ લાકરાનું નામ લખવામાં આવ્યું 10:44 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવાળી બાદ હવે શિયાળો જામવાના એંધાણ : મોડી રાત્રિના અને વહેલી સવારે ઠંડકનોય અસર શરૂ : જોકે બપોરે આકરા તાપ સાથે ગરમી યથાવત : પંજાબ અને હરિયાણામાં 15 નવેમ્બરથી હળવી ઠંડી શરૂ થઈ શકે છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15 થી 20 નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના 1:09 PM IST
સાળંગપુરમા લગભગ 25 લાખ લોકોએ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કર્યા : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના ભોજનાલયમાં પાંચ દિવસમા આશરે 7 લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો : : દિવાળી-નુતન વર્ષ પર્વમાં લોકોએ લાડું,શાક,રોટલી,શીરો,દાળભાત,છાસ વિગેરે મહાપ્રસાદનો લાભ લીધો : શ્રી હરિ મંદિરમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું 9:07 PM IST
થોરાળા ગોકુલપરામાં જમીન મકાનના ધંધાર્થી દિપક ચાવડાએ પત્ની જશોદાબેન અને બે દિકરી કંગના તથા ઇશા પર છરી પાઈપથી હીંચકારો હુમલો કર્યો: એક દિકરીને ગંભીર ઇજા : પતિ સાથે અણબનાવ હોઈ અલગ રહેતી જશોદાબેન પતિ વિરૂદ્ધ અરજી કરી નવાગામથી ગોકુલપરાના મકાને આવતાં જ પતિ તૂટી પડ્યો: થોરાળા પોલીસે ગુનો નોંધ્યો7:34 PM IST
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી પહેલા માહોલમાં ગરમાવો! ચેરમેને આક્ષેપો સામે કર્યો વળતો પ્રહાર : અમે અમારી લીટી મોટી કરી છે. કોઇની લીટી નાની કરવામાં અમારો કોઇ સ્વાર્થ નથી, બેંકે RBI નું કડક ઇન્સ્પેક્શન પણ પાસ કરેલું છે :જીમિભાઈ દક્ષિણી : એકસાથે સહકાર પેનલનાં 21 ઉમેદવારે ભર્યા ફોર્મ 17 નવેમ્બરે યોજાશે નાગરિક બેંકની ચૂંટણી બેંક સામે આરોપ અંગે ચેરમેનના નિવેદન થી માહોલ ગરમાયો 4:57 PM IST
મધરાતે અત્યંત કરૂણ ઘટનાઃ સુરેન્દ્રનગરના દસાડા પાસે બૂટલેગરની ગાડી રોકવા જતા સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ જાવેદખાન પઠાણનું મોતઃ હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ જાડેજા અને કોન્સ. દિનેશભાઇ રાવતનો નજીવી ઇજા સાથે ચમત્કારીક બચાવ : દારૂ ભરેલી ક્રેટાને રોકવા જતાં તે બાજુમાંથી નીકળેલા ટ્રેલર પાસેથી પસાર થઇ ગઇઃ આ વખતે જ પાછળ એમએમસીની ફોર્ચ્યુનર આવતી હોઇ તેની લાઇટથી અંજાઇ જતાં પીએસઆઇ જમણી બાજુ ગયા ને ઠોકરે ચડયા2:19 PM IST
વિક્રમ સંવત ર૦૮૧નું વાર્ષિક રાશિ ભવિષ્ય6:02 PM IST
રાજકોટમાં “ભાઈબીજ” નિમિતે બી.આર.ટી.એસ. અને સિટી બસમાં ૩૦,૮૫૮ બહેનો મહિલાઓએ નિ:શુલ્ક મુસાફરી કરી : મહાનગરપાલિકા દ્વારા “ભાઈબીજ”ના પવિત્ર દિવસે બહેનોમહિલાઓ માટે અનોખી ભેટ: મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતાશ્રીમતી લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ આપી માહિતી4:59 PM IST
સેવા કરવા માટે સત્તાની આવશ્યકતા નથી, જે અમરેલી જિલ્લાની સેવાકીય સંસ્થાઓએ ચરિતાર્થ કર્યું છે : દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર નિર્માણના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને અમરેલી જિલ્લાએ ખૂબ સુપેરે ઝીલીને ૯૯ અમૃત સરોવરનું નિર્માણ કર્યું : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : સ્વચ્છતા જાળવવી, વીજળી, પાણી અને પેટ્રોલની બચત સાથે વૃક્ષારોપણ પણ દેશ સેવા : મુખ્યમંત્રી માતૃભૂમિ વંદના મહોત્સવમાં સહભાગી બન્યાં: ચાડિયાના ગ્રામજનોએ પરંપરાગત રીતે ઉત્સાહભેર સ્વાગત કર્યું : શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ-ચાડિયાની રજૂઆતના પરિણામે ચાડિયા ગામે હયાત તળાવનું નવસર્જન થશે : તળાવની જળ સંગ્રહ શક્તિમાં ૧૧ કરોડ લિટરનો વધારો થશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીના ચાડિયા ગામે નવસર્જન પામનાર બાબુભાઈ આર. પેથાણી સરોવરનું ભૂમિ પૂજન કર્યું7:23 PM IST
અમરેલી જિલ્લાના સાવરકુંડલા સ્થિત શિવ દરબાર આશ્રમ ખાતે મુલાકાત કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : શિવ દરબાર આશ્રમ ગૌ સેવા ટ્રસ્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુષ્પ ગુચ્છ અને શાલથી ઉમળકાભેર સ્વાગત : પૂજ્ય ઉષા મૈયાને વંદન કરી આશિર્વાદ પ્રાપ્ત કરતા મુખ્યમંત્રી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિવ દરબાર આશ્રમ ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત ગૌ શાળા ખાતે ગૌ માતાને ગોળ ખવડાવી ટ્રસ્ટની ગૌ સેવાલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવી4:37 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાવરકુંડલાના માનવ મંદિર ખાતે મનો દિવ્યાંગ બાળકોની લીધી મુલાકાત : મનો દિવ્યાંગ દિકરી અંશુ ગુપ્તાએ કર્યું ઉત્સાહભેર અભિવાદન : માનવ મંદિર ખાતે સંસ્થાના મોભી ભક્તિરામ બાપુએ શાલ ઓઢાડીને તથા ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીનુ પુષ્પગુચ્છ દ્વારા ઉષ્માસભર સ્વાગત કર્યું હતું તથા મોમેન્ટો અર્પણ કર્યો4:45 PM IST
ભુજમાં હિમાચલ પ્રદેશના શેઠના ૨ વિશ્વાસુ કારીગરો વર્કશોપની બારી તોડીને ૧૬ લાખ ૭૦ હજારના મૂલ્યની ૨૫ કિલોગ્રામ કાચી ચાંદીની ઉઠાંતરી કરી નાસી છૂટ્યા : ‘મની હાઇસ્ટ’ ફિલ્મ જેવો ચોંકાવનારો બનાવ : અન્ય કારીગરોની મદદથી અત્યારસુધી બંનેની શોધખોળ કરી હતી પરંતુ ૨૩ દિવસ વીતી ગયાં બાદ પણ બંનેના કોઈ સગડ ન મળતા પોલીસ ફરિયાદ કરવામાં આવી5:06 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી :;૧૦૦ ટકા નિ:શુલ્ક હેલ્થકેર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે મેડિસીન વિભાગ, આંખ, હાડકાં, કેન્સર ઓપરેશન થિયેટર સહિતની અત્યાધુનિક સુવિધાઓ નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે અત્યાધુનિક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ : છેલ્લા દસ વર્ષથી અવિરત દર્દી નારાયણ સેવાનો અનોખો નિ:શુલ્ક સેવાયજ્ઞ : શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટીગણ અને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ટીમ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું4:35 PM IST
સબળ નેતૃત્વ થકી પરિવર્તન લાવનારા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આયોજનબધ્ધ વિકાસ કામોને સરકારમાં ત્વરિત મંજૂરી : આ નૂતન વર્ષ વિકાસના નવતર સંકલ્પો સાકાર કરવાનું વર્ષ બની રહેશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : આપણે સૌ વિકસિત ભારત@૨૦૪૭ને અમૃતકાળ બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં સહભાગી બનીએ : ધરતીપુત્ર સ્વ. ભગવાન બાપાની પ્રતિમાનું અનાવરણ કરવું એ મારા માટે ગૌરવની ક્ષણ : સાવરકુંડલાની જનતાને નૂતન વર્ષાભિનંદન પાઠવી રુ.૧૨૨ કરોડના વિકાસના પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી : નાવલી નદી પર રિવરફ્રન્ટ બનાવવા રુ.૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવતી રાજ્ય સરકાર6:38 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
WTC ફાઇનલમાં પહોંચવા માટે ભારત સહિત 5 દેશો વચ્ચે સ્પર્ધા, જાણો કઈ ટીમ માટે કેટલી જીત જરૂરી : પાંચ દેશો પાસે ફાઇનલમાં ક્વોલિફાય થવાની તક : ભલે ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો પરંતુ રોહિત અને કંપની પાસે હજુ પણ ફાઇનલમાં પ્રવેશવાની તક 2:52 PM IST
અકુલ અને રણવીરની મદદથી ચંદીગઢને 187 રનની લીડ 7:01 PM IST
પેરિસ ઓલિમ્પિક 2024માં બોક્સિગમાં ગોલ્ડ મેડલ જીતનાર અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફને લઈને ફરી ચોંકાવનારો ખુલાસો : અલ્જેરિયાની બોક્સર મહિલા નહીં પરંતુ પુરુષ છે ઈમાન ખલીફના શરીરના ઘણા ભાગો પુરુષોના હોવાનો મેડિકલ રિપોર્ટમાં દાવો : ઉઠાવવામાં આવેલા પ્રશ્નને લઈને ઈમાન ખલીફે તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ અગાઉ તેણે પોતાને અન્ય મહિલાની જેમ ગણાવ્યો હતો જ્યારે મેડિકલ રિપોર્ટ તેમના નિવેદનથી બિલકુલ વિપરીત 7:02 PM IST



















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































