News of Monday, 19th October 2026
૧૧ થી વધુ ઘરફોડી, ઇનામ જાહેર થયેલ તેવો સાતીર ચોર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં
ત્રણ વર્ષથી વોન્ટેડઃ મધ્યપ્રદેશ પોલિસની ઊંઘ હરામ કરી ગુજરાતમાં મજૂર વેશે છુપાયેલ સીપી અનુપમસિંહ ગેહલોતના નો વોન્ટેડ ઈન અમદાવાદ એન્ડ અધર સ્ટેટ ક્રાઇમ અભિયાનમાં જોઇન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણના નેતળત્વમા pi એ. પી. જેબલીયા ટીમને મોટી સફળતા

રાજકોટ તા.૧૯: મધ્યપ્રદેશમાં ૧૧ થી વધુ ઘરફોડ ચોરી કરી ૩ વર્ષથી વોન્ટેડ રહી મધ્યપ્રદેશ પોલીસની ઊંઘ ઉડાડનાર અને ગુજરાતમાં કલરકામ સહિતની મજૂરીની આડમાં પોતાની ઓળખ છુપાવી રહેલા સાતિર અપરાધી રણવીરસિંહ રાઠોડને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે.
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના ‘‘નો વોન્ટેડ ઇન અમદાવાદ ઓર અધર સ્ટેટ'' અભિયાન અંતર્ગત, જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શનમાં અને ડીસીપી અજીત રાજીયાણના નેતળત્વ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ. પી. જેબલિયાની ટીમે આ સફળ કામગીરી કરી છે, જે બદલ સીપી દ્વારા સમગ્ર ટીમની પીઠ થાબડવામાં આવી છે. આરોપીની વિગતઃ રણવીરસિંહ ઉર્ફે અમરસિંહ ઉત્તમસિંહ રાઠોડ, ઉં. ૪૦, હાલ રહે - કઠલાલ, જિ. ખેડા, મૂળ - ગામ રાઇકા, પો. બગોરા, તા. મેહગાંવ, જિ. ભિંડ (MP) ભિંડ જિલ્લા SP દ્વારા આરોપી પર ઇનામ જાહેર કરાયું હતું. ટેકનિકલ અને હ્યુમન સોર્સથી માહિતી મળતા કે આરોપી ગુજરાતમાં અલગ-અલગ શહેરોમાં પેઈન્ટર તરીકે કામ કરે છે, તેના આધારે વોચ ગોઠવી તેને ઝડપાયો હતો.
ડિટેક્ટ થયેલા ૧૧ ગુનાઃ MP દેહાત પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૨૧૩૧૫૦૦૮૨૩૦૬૦૨/૨૦૨૩, ૩૦૫૩૩/૨૦૨૩, ૩૦૪૮૯/૨૦૨૩, ૩૦૨૫૪/૨૦૨૩, ૩૦૩૯૮/૨૦૨૩, ૩૦૫૯૮/૨૦૨૩, ૩૦૧૭૮/૨૦૨૩, ૩૦૨૯૬/૨૦૨૩, ૩૦૫૭૫/૨૦૨૩, ૩૦૨૭૧/૨૦૨૩, ૩૦૧૪૫/૨૦૨૩ - તમામ IPC ૩૮૦, ૪૫૭ મુજબ.
ગુનાહિત ઇતિહાસઃ આરોપી રીઢો ગુનેગાર છે. અગાઉ મેહગાંવ, બરાસો, રૌન ભિંડ પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ, ધાડ, આર્મ્સ એક્ટ સહિત ૯ ગુના નોંધાયેલા છે.
ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
