<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નિજ મંદિર તરફ પરત ફરતા સમયે વરસાદી માહોલ

વરસાદી માહોલને લોકો સારા વર્ષ અને ધન-ધાન્યથી ભરેલા ભવિષ્યના શુભ સંકેત તરીકે જોઈ રહ્યા છે.

અમદાવાદ શહેરમાં આખો દિવસ કાળઝાળ ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણ બાદ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પોતાના નિજ મંદિર તરફ પરત ફરી રહી હતી, ત્યારે જ આ વરસાદી માહોલ જામ્યો હતો. લોકોમાં એવી શ્રદ્ધા અને માન્યતા જોવા મળી હતી કે, ભગવાને પોતે જાણે અમી છાંટણા કરીને શુભ સંકેત આપ્યો છે. વરસાદી માહોલને લોકો સારા વર્ષ અને ધન-ધાન્યથી ભરેલા ભવિષ્યના શુભ સંકેત તરીકે જોઈ રહ્યા છે.

(7:42 PM IST)