News of Tuesday, 17th November 2026
સુરતના કઠોર ખાતે શ્રી જલારામ સેવા અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૨૭મી જલારામ જયંતિની ધામધૂમથી ઉજવણી

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧૭: સુરતના કઠોર ખાતે જલારામ સેવા અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય જલારામ બાપાની ૨૨૭ મી જન્મ જયંતી ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી.
જેમાં રાધાકળષ્ણ સોસાયટી સ્થિત જલારામ બાપાના મંદિરે સવારના ૦૫-૦૦ વાગ્યે હવન પ્રારંભ સાથે બાપાની જન્મ જયંતીની ઉજવણીનો પ્રારંભ થયો હતો ત્યારબાદ સવારના ૯ વાગ્યે રામજી મંદિર કઠોરથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો જે કઠોર નગરના મુખ્ય માર્ગો અને બજારમાંથી વિહાર કરતી નીકળી હતી જેમાં નગરજનો દ્વારા જલારામ બાપાનો ભક્તિ ભાવથી ઓવારણા લઈને સામૈયુ કરવામાં આવ્યું હતું જેમાં યુવા થી લઈને વડીલસ્ત્રીવર્ગ સામેલ થયો હતો આ તકે ૧૫૦ વર્ષ પૂર્વેના સમય સંસ્કળતિ અને ભક્તિરસ જાણે જીવંત થઈ ઉઠ્યો હોય તેવું પ્રભુભક્તિસભર વાતાવરણ સર્જાયુ હતું.
કઠોરની નગરચર્યા કર્યા બાદ શોભાયાત્રા રાધાકળષ્ણ સોસાયટી સ્થિત જલારામ બાપાના નિજ મંદિરે પહોંચી હતી જ્યાં સવારે ૧૧-૩૦ વાગ્યે હવનમાં બીડું હોવાનું પવિત્ર કાર્ય સંપન્ન થયું હતું અને બહેનોએ જલારામ બાપાની બાવની નું સમૂહ પઠન કરીને અને જલારામ બાપાની આરતી ઉતારીને વાતાવરણ પવિત્રતાથી તરબોળકરી દીધું હતું.
ત્યારબાદ બપોરે ૧૨-૩૦ વાગ્યાથી ટુકડો ત્યાં હરિ ઢુકડો ના જલારામ બાપાએ પાડેલા ચિલે આગળ વધતા મહાપ્રસાદનો વિતરણ પ્રારંભ થયો હતો જેનો અઢી હજાર ઉપરાંત ભક્તોએ લાભ લીધો હતો અને બાપાનો પ્રસાદ આરોગીને ધન્ય થયા હતા સાથોસાથ આ પવિત્ર કાર્ય સુપેરે સંપન્ન થતાં આયોજકો પણ ગદગદિત થઈ ઉઠ્યા હત અને જલારામ બાપાના આશીર્વાદથી આ પવિત્ર કાર્ય પૂર્ણ થયાનુ જણાવ્યું હતું. (તસવીર અને અહેવાલ - શૈલેષ પાંધી - કઠોર)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
