<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

નર્મદા જિલ્લામાં મહેસુલ વિભાગનાં 3 મહત્વના ઓનલાઇન પોર્ટલ અઠવાડિયા થી બંધ હોવાથી હાલાકી

જોકે 02/09/2026 થી 06/09/2026 સુધી મેટેનન્સ માટે બંધ કરેલ હતું પરંતુ આજની તારીખમાં પણ બંધ જ છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં મહેસુલ વિભાગના અગત્યના ઓનલાઈન ત્રણ પોર્ટલ એક અઠવાડિયા થી બંધ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
   આમ તો મહેસુલ વિભાગનાં 3 મહત્વના ઓનલાઇન પોર્ટલ બંધ થતા 7/12/8 અ ની નકલો નહીં નીકળતા પ્રજા પરેશાન થઈ રહી છે, જોકે 02/09/2026 થી 06/09/2026 સુધી મેટેનન્સ માટે આ પોર્ટલ બંધ કરેલ હતું પરંતુ આજે તારીખ 8 મી એ પણ આ વેબસાઈટ ચાલુ નહિ થતા લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં ઓપરેટર અને અરજદારો વચ્ચે ઝઘડા થતા જોવા મળે છે, પરંતુ કોમ્પ્યુટર ઓપરેટર શું કરી શકે..? જ્યારે ઉપરથી જ આ ત્રણ પોર્ટલ બંધ હોય તેમાં અન્ય કોઈ કાઈ નહી કરી શકે. સરકાર બધું ઑનલાઇન કરવાની ઈચ્છા રાખે છે પરંતુ છાસવારે સર્વર બંધ થવાની વારંવાર ફરિયાદ આવે છે ત્યારે દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો નો સમય અને ભાડું પણ બગડે છે, માટે વિદેશ નીતિ અપનાવતા પહેલા સરકારે અહીંયાની સ્થિતિ જોઈ ત્યારે સરકારે ઓનલાઇન બાબતે ફેર વિચારણા કરી લોકોને તકલીફ ના પડે તે દિશા ના ધ્યાન રાખી ઘટતું કરવું જોઈએ.

(10:47 PM IST)