News of Monday, 13th July 2026
સુરતના અલગ અલગ વિસ્તારોમાં થયેલી ચેન સ્નેચીંગના 4 ગુન્હાનો ભેદ ઉકેલાયો :રીઢા ગુનેગારને ઝડપી લેવાયો
આરોપી અગાઉ એક હત્યા (મર્ડર)ના કેસમાં જેલમાં હતો,હાલમાં જ જામીન પર મુક્ત થઈને ફરી ગુનાખોરીના રસ્તે ચડી ગયો

સુરત : શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એક્શનમાં આવેલી સુરત પોલીસે ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા એક રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે વશાંત ઉર્ફે શ્યામ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી અગાઉ એક હત્યા (મર્ડર)ના કેસમાં જેલમાં હતો અને હાલમાં જ જામીન પર મુક્ત થઈને ફરી ગુનાખોરીના રસ્તે ચડી ગયો હતો.આ શાતિર આરોપીની ધરપકડ સાથે પોલીસે સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનેલી ચેન સ્નેચિંગની ૪ જેટલી ઘટનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલો આરોપી વશાંત ઉર્ફે શ્યામ કોઈ સામાન્ય ગુનેગાર નથી, તેની સામે અગાઉ પણ ચોરી, લૂંટ અને હત્યા જેવા ૧૫ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આરોપી પાસેથી સ્નેચિંગ કરીને મેળવેલો તમામ મુદ્દામાલ કબ્જે કરી લીધો છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીને તેના અન્ય સાગરીતો કે ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
