News of Thursday, 29th October 2026
અમદાવાદમાં ફટાકડા ઉત્પાદનના ૬માંથી ૪ પરવાનાં રદઃ બે મોકૂફ
રામોલ વિસ્તારના ફટાકડાની ફેક્ટરીમાં લાગેલ આગનો જબ્બર પડઘોઃ અનુપમસિંહ ગેહલોત દ્વારા સર્જીકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહી ૧૫૧ લાયસન્સ ધારકોમાંથી ૧૨૯ને જ મંજૂરીઃ ગેરકાયદે ઉત્પાદન સામે આકરા પગલાઃ સિનિયર IPS અશ્વિન ચૌહાણ દ્વારા sop જાહેર, સન્નાટો મુખ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ પણ એક્શન મોડમાં, વડોદરા સીપી નરસિંહમાં કોમાર, રાજકોટ સીપી બ્રજેશ ઝા, સુરત ઇન્ચાર્જ સીપી વાંબાગ જમીર પણ કોઈ જોખમ લેવા માંગતા નથી

રાજકોટ તા.૨૯: નજીકના ભૂતકાળમાં અમદાવાદમાં રામોલ વિસ્તારમાં ફટાકડા ઉત્પાદન કરતા કારખાનામાં સર્જાયેલ દુર્ઘટના સંદર્ભ અમદાવાદ પોલિસ કમિશનર લોકોના જાન માલ સાથે કોઈ જોખમ લેવા માંગતા ન હોય ફટકડા ઉત્પાદન પર સર્જીકલ સ્ટ્રાઇક કરી તમામ પરવાનાં રદ કરવા આદેશ આપ્યો છે.
દિવાળીના તહેવાર નિમિત્તે હંગામી ધોરણે ફટાકડા વેચવા માટે કુલ ૯૬ અરજીઓ મળી હતી, જેમાંથી માત્ર ૧૪ અરજીઓને જ હાલ મંજૂરી આપવામાં આવી છે, જ્યારે અન્ય અરજીઓ પરનો નિર્ણય હજુ બાકી રાખવામાં આવ્યો છે. દિવાળી પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. વગર લાયસન્સે કે ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ કરનારા ઈસમો સામે પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ સિનિયર ips અશ્વિન ચૌહાણે જણાવ્યું છે.
દરમિયાન રાજ્યના મુખ્ય પોલીસવડા જ્ઞાનેન્દ્રસિંઘ મલ્લિક દ્રારા તમામ પોલિસ કમિશનરો, અને જિલ્લાં પોલિસ વડાઓને ફટાકડા ઉત્પાદન કરતા કારખાનાઓ, વેચાણ સેન્ટરની પૂરતી ચકાસણી કરવા અને તમામ નિયમોનું ચુસ્ત પાલન થાય તે જોવા તાકીદ કરી છે, વડોદરા સીપી નરસિંહમાં કોમાર, રાજકોટ સીપી બ્રજેશ ઝા, સુરત ઇન્ચાર્જ સીપી વાંબાગ જમીર દ્રારા આ મામલે કોઈ બેદરકારી ન રાખવા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.
અમદાવાદના રામોલ વિસ્તારની ફટાકડાના કારખાનામાં થયેલ જાનહાની પગલે અંમદાવાદ સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા આ મામલે આખી નવી SOP તૈયાર કરવાના ભાગરૂપે કડક પગલાઓ લેવાયાનું સિનિયર આઇપીએસ અશ્વિન ચૌહાણ જણાવે છે, જે આ મુજબ છે.
ફટાકડાના કાયમી વેચાણ સંદર્ભે પણ વહીવટી તંત્ર દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. શહેરમાં કાયમી ફટાકડા વેચાણના કુલ ૧૫૧ લાઇસન્સ ધારકોમાંથી માત્ર ૧૨૯ લાઇસન્સધારકોને જ વેચાણ માટેની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે નિયમોનું પાલન ન કરનાર કે અન્ય ક્ષતિઓ ધરાવતા ૧૭ લાઇસન્સધારકોને કડક નોટિસ ફટકારવામાં આવી છે, જેથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ઉત્પાદન માટે કુલ ૬ પરવાના (લાઇસન્સ) આપવામાં આવ્યા હતા, જેમાંથી ૪ લાઇસન્સ તંત્ર દ્વારા રદ કરી દેવામાં આવ્યા છે જ્યારે બાકીના ૨ લાઇસન્સ હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ શહેરમાં ફટાકડાના ઉત્પાદન માટે હાલ કોઈપણ નવી મંજૂરી આપવામાં આવતી નથી.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
