News of Wednesday, 11th November 2026
વાવ-થરાદના રાહ તાલુકામાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં 44 ગાયોના મોતથી ચકચાર
ચાંગડા ગામે આવેલી ધરણીધર ગૌશાળામાં 80થી વધુ ગાયોએ મકાઈનો ઘાસચારો ખાધા બાદ ઝેરી અસર થઈ: તબીબોની ટીમે 35થી વધુ ગાયોને બચાવી લીધી

વાવ-થરાદના રાહ તાલુકામાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં 44 ગાયોના મોતથી ચકચાર મચી છે. ચાંગડા ગામે આવેલી ધરણીધર ગૌશાળામાં 80થી વધુ ગાયોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. મકાઈનો ઘાસચારો ખાધા બાદ ગાયોને ઝેરી અસર થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતાં પશુ તબીબોની ટીમ તાત્કાલિક ગૌશાળા ખાતે દોડી ગઈ હતી અને સારવાર શરૂ કરી હતી. તબીબોની ટીમે 35થી વધુ ગાયોને બચાવી લીધી હતી, જોકે 44 ગાયોના મોત થયા છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં ગાયોનાં મોતથી ગૌશાળાના ટ્રસ્ટીઓમાં ચિંતાનો માહોલ છે. મૃત ગાયોની દફનવિધિ કરી મૌન પાળવામાં આવ્યું હતું. ઘટનાને પગલે ગૌપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
