તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
૬ દિવસમાં ૬ લાખ પ્રવાસીઓ SOUમાં રેકોર્ડબ્રેક ભીડ
દેશભરમાંથી ઉમટી પડેલા સહેલાણીઓના ધસારાએ પ્રવાસન ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જ્યો

એકતાનગર તા.૧૬: દિવાળીના વેકેશનમાં એકતાનગર પ્રવાસીઓથી ઉભરાઈ ગયું છે. દેશભરમાંથી ઉમટી પડેલા સહેલાણીઓના ધસારાએ પ્રવાસન ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જ્યો છે. માત્ર છ દિવસમાં છ લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસનાં પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિવાર અને મિત્રો સાથે ફરવા આવેલા સહેલાણીઓએ એકતાનગરનાં વિવિધ આકર્ષણોનો આનંદ માણી રહ્યા છે. ૬૦૦ પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી એકતા ક્રૂઝમાં સફર કરવા પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે. તો રેઇન ફોરેસ્ટ, સ્કાયવોક અને ગ્લાસ વોક-વે પણ પ્રવાસીઓની પસંદ બન્યાં છે. એકતા પ્રકાશ પર્વ અને ભારત પર્વની રંગબેરંગી રોશની અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ એકતાનગરની રોનકમાં વધારો કર્યો છે. પ્રવાસીઓ માટે આ તમામ આકર્ષણો વેકેશનનો યાદગાર અનુભવ બની રહ્યાં છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
