<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

રૂા.૨૨૮૯ કરોડના ફ્રોડમાં ૬૩૮ જેલભેગાઃ ૯૧૩ મ્‍યૂલ અકાઉન્‍ટ સામે કાર્યવાહી

સાયબર ક્રાઇમ પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્‍ટ્રાઇકઃ ઓપરેશન મ્‍યૂલ હન્‍ટ ૧.૦ ચલાવવામાં આવ્‍યું હતું પોલીસ દ્વારા વિવિધ પ્રકારના ઓપરેશન હાથ ધરીને નિર્ણાયક કામગીરી કરવામાં આવી

અમદાવાદ તા.૧: ગુજરાત પોલીસના સાયબર સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ દ્વારા ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં મ્‍યૂલ અકાઉન્‍ટ્‍સ સામે કાર્યવાહી કરીને અલગ અલગ કેસમાં કુલ રૂા.૨૨૮૯ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્‍યો હતો. નાગરિકોની મહેનતની કમાણીના રૂપિયા સાયબર ગુનેગારોના હાથમાં ન જાય અને સાયબર ક્રાઇમમાં સંડોવાયેલા ગુનેગારોને આકરી સજા મળે તે હેતુથી રાજ્‍ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના ઓપરેશન હાથ ધરીને નિર્ણાયક કામગીરી કરવામાં આવી હતી.

મ્‍યૂલ એકાઉન્‍ટ એવા બેંક એકાઉન્‍ટ છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિડીથી મેળવેલા નાણાં મેળવવા, ટ્રાન્‍સફર કરવા અને લોન્‍ડરિગ કરવા માટે કરે છે. જે વ્‍યક્‍તિ આ એકાઉન્‍ટ ધરાવે છે તેને મની મ્‍યૂલ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતાઓની મદદથી સાયબર ગુનેગારો એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્‍સફર કરી દે છે. ગુજરાત પોલીસે આવા મ્‍યૂલ અકાઉન્‍ટની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવા માટે જ આ ઓપરેશન ચલાવ્‍યું છે. મ્‍યૂલ અકાઉન્‍ટ જાણી જોઈને અથવા અજાણતા સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

વર્ષ ૨૦૨૫માં ગુજરાત પોલીસ અને સાયબર સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ (CCOE) દ્વારા ઓપરેશન મ્‍યૂલ હન્‍ટ ૧.૦ ચલાવવામાં આવ્‍યું હતું. આ ઓપરેશનમાં તમામ પોલીસ કમિશ્નર, રેન્‍જ વડાઓ, લોકલ ક્રાઇમ બ્રાન્‍ચના ઇન્‍સપેક્‍ટર્સ અને સાયબર પોલીસ સ્‍ટેશનોને જોડવામાં આવ્‍યા હતા. આ ઓપરેશનનું દૈનિક મોનિટરિગ કરીને પ્રોગ્રેસ રિપોર્ટ વડી કચેરીએથી લેવામાં આવ્‍યો હતો. ગુજરાત પોલીસની ટીમે ઇન્‍ડિયન સાયબરક્રાઈમ કોઓર્ડિનેશન સેન્‍ટર (I4C), NCRP પોર્ટલ, સમન્‍વય પોર્ટલ અને ૧૯૩૦ હેલ્‍પલાઈન દ્વારા મળેલા ડેટાને સંકલિત કર્યો હતો. આ ડેટા ઇન્‍ટેલિજન્‍સના આધારે તમામ જિલ્‍લાઓમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરીને ફિલ્‍ડ પર મળેલી ફરિયાદો માટે સપોર્ટ ટીમ બનાવવામાં આવી હતી. તમામ બેન્‍કોને રિયલ ટાઇમ ડેટા શેરિગ માટે સૂચનાઓ આપીને યોગ્‍ય સંકલન કરવામાં આવ્‍યું હતું. આ રીતે ડેટા ઇન્‍ટેલિજન્‍સ અને યોગ્‍ય સંકલન દ્વારા મ્‍યૂલ અકાઉન્‍ટની ગુનાહિત પ્રવૃતિના મૂળ પર ઘા કરીને ગુજરાત પોલીસે અભૂતપૂર્વ પરિણામો પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.

ઓપરેશન મ્‍યૂલ હન્‍ટ ૧.૦ની મુખ્‍ય સિદ્ધિઓ કુલ FIR: ૫૬૫

    કુલ ધરપકડઃ ૬૩૮

 મ્‍યૂલ અકાઉન્‍ટ પર કાર્યવાહીઃ ૯૧૩

ગુનાઓની ઓળખઃ ૪૦૫૨ (ગુજરાતમાં ૪૯૧)

આર્થિક ફ્રોડ મૂલ્‍યઃ રૂ.૨૨૮૯ કરોડ

ઓપરેશનના લીધે એટીએમ, ચેક દ્વારા ઉપાડમાં જોવા મળેલા ફેરફાર ચેક દ્વારા ઉપાડમાં ૭૫ ટકાનો ઘટાડો માસિક ચેક ઉપાડ ૧૨૬ કરોડથી ઘટીને ૨૫ કરોડ થયા જે ૮૦ ટકા જેટલો ઘટાડો દર્શાવે છે.

પ્રથમ લેયરના મ્‍યૂલ અકાઉન્‍ટ એટલે કે જ્‍યાં સૌથી પહેલા પૈસા જમા થાય છે તેવા અકાઉન્‍ટની સંખ્‍યામાં ઓગષ્ટથી ડિસેમ્‍બર ૨૦૨૫ સુધીમાં ૩૦ ટકાનો ઘટાડો.

સપ્‍ટેમ્‍બરથી ડિસેમ્‍બર ૨૦૨૫ સુધીમાં એટીએમ ઉપાડમાં ૬૬ ટકા જેટલો ઘટાડો.

RBI આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સની મદદથી મ્‍યૂલ અકાઉન્‍ટ સામે કાર્યવાહી કરશે

મ્‍યૂલ અકાઉન્‍ટ સામેની આ કામગીરીને વધુ કાર્યક્ષમ અને પ્રોએક્‍ટિવ બનાવવાના હેતુથી, રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાના દિશાનિદર્શન અંતર્ગત ઇન્‍ડિયન ડિજિટલ પેમેન્‍ટ ઇન્‍ટેલિજન્‍સ કોર્પોરેશન (ત્‍ઝભ્‍ત્‍ઘ્‍) દ્વારા આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સ ટેક્રોલોજીના ઉપયોગથી રિસ્‍ક સ્‍કોરિગ પ્રણાલી અમલમાં મુકવામાં આવી રહી છે. આ પ્રણાલી અંતર્ગત દરેક ટ્રાન્‍ઝેક્‍શનને લો રિસ્‍ક, મીડિયમ રિસ્‍ક અને હાઈ રિસ્‍ક તરીકે વર્ગીકૃત કરવામાં આવશે જેથી શંકાસ્‍પદ અકાઉન્‍ટની ઓળખ કરી શકાય. આ સ્‍કોરના આધારે વિવિધ બેન્‍કો જરૂરી કાર્યવાહી કરી શકે છે. ત્‍ઝભ્‍ત્‍ઘ્‍ને તેના માટે નોડલ એજન્‍સી તરીકે જવાબદારી આપવામાં આવી છે. શંકાસ્‍પદ અકાઉન્‍ટ અંગેની માહિતી વિવિધ બેન્‍કો વચ્‍ચે શેર કરવા માટે ળયશ્રફૂત્ર્યઁદ્દફૂશ્વર્.ીશ નામની રજીસ્‍ટ્રી પણ બનાવવામાં આવી છે.(

(3:47 PM IST)