News of Friday, 24th July 2026
મેઘરાજાના નરમ મિજાજ વચ્ચે હળવા ઝાપટાથી ૬.૫ ઇંચ
દિયોદર અને ભાભર ૬.૫ ઇંચ, રાધનપુર, મહેમદાવાદ, અને સાંતલપુર ૫ ઇંચ વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ રાજ્યમાં આજે સવારે ૬ થી ૧૦ વાગ્યા દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ૧૫૩ મીમી નોંધાયો હતો. ત્યારબાદ ભાભરમાં ૧૨૫ મીમી, ખેડા જિલ્લાના મહેમદાવાદ માં ૧૨૯ મીમી, પાટણ જિલ્લાના રાધનપુરમાં ૭૯ મીમી, સાંતલપુરમાં ૭૫ મીમી, અરવલ્લીના ધનસુરામાં ૭૦ મીમી, ખેડાના નડિયાદમાં ૬૩ મીમી, અમદાવાદ જિલ્લાના ધોળકામાં ૫૯ મીમી, ખેડામાં ૫૮ મીમી, સુઈ ગામમાં ૫૫ મીમી અને મહીસાગરના વીરપુરમાં ૫૪ મીમી વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના દહેગામ માં ૪૮ મીમી, આણંદ જિલ્લાના બોરસદમાં ૪૮ મીમી, કાંકરેજ માં ૪૫ મીમી, પેટલાદમાં ૪૩ મીમી, પંચમહાલ જિલ્લાના શેહરામાં ૪૩ મીમી, તાપી જિલ્લાના વાલોડમાં ૪૨ મીમી, અમદાવાદ જિલ્લાના બાવળામાં ૪૧ મીમી અને મહીસાગરના બાલાસિનોર માં ૪૧ મીમી વરસાદ નોંધાયો હતો.
પાટણ જિલ્લાના હારીજમાં ૩૬ મીમી, સુરત જિલ્લાના મહુવામાં ૨૬ મીમી, ગાંધીનગર શહેરમાં ૨૬ મીમી, તાપીના વ્યારામાં ૨૫ મીમી, મહીસાગરના કડાણામાં ૨૫ મીમી, નવસારી જિલ્લાના જલાલપોરમાં ૨૫ મીમી, વલસાડ જિલ્લામાં ૨૪ મીમી, ખેડાના કપડવંજમાં ૨૪ મીમી, પાટણ જિલ્લાના શંખેશ્વરમાં ૨૨ મીમી, લુણાવાડામાં ૨૨ મીમી અને અમદાવાદ શહેરમાં ૨૨ મીમી વરસાદ નોંધાયો હતો. રાજ્યના અન્ય વિસ્તારોમાં ૩ મીમી થી ૨૦ મીમી સુધીનો હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. જેમાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, દેત્રોજ - રામપુરા, ધંધુકા અને ધોલેરા, બનાસકાંઠાના વડગામ, લાખણી, દાંતા અને વાવ, પંચમહાલના હાલોલ, મોરવા હડફ, કાલોલ, જાંબુઘોડા અને ઘોઘંબા, તાપીના ઉકાઈ, ઉચ્છલ, કુકરમુંડા અને ડોલવણ, મહેસાણાના કડી અને વડનગર, નવસારીના ગણદેવી, વલસાડના ધરમપુર અને વાપી, ડાંગના આહવા અને સુબીર, દાહોદ, છોટાઉદેપુર, સાબરકાંઠા, વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓનો સમાવેશ થાય છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
