<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

ગુજરાતમાં ૨૦૧૯માં ૧૯૭ અપક્ષોને ૬.૨૬ લાખ મત મળેલા

લોકતંત્ર કે યજ્ઞ મેં આહુતિ કા આહ્‌વાન, પ્રથમ કરો મતદાન ફીર ભોજન યા જલપાન :ભાજપને ૬૨.૨૧ ટકા, કોંગ્રેસને ૩૨.૧૧ ટકા મત : અન્‍ય પક્ષોમાં સૌથી વધુ ૨.૫૦ લાખ મત બ.સ.પા.ને : નોટાએ ૪ લાખ મત ખેંચ્‍યા

રાજકોટ તા ૧૨ : લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા આગળ વધી રહી છે. ગુજરાતની ૨૬ બેઠકો માટે અને ધારાસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે આજે જાહેરનામુ પ્રસિદ્ધ થતા ફોર્મ ભરવાની મુદત શરૂ થઈ ગઈ છે. રાજયમાં મોટાભાગે ભાજપ કોંગ્રેસ વચ્‍ચે મુખ્‍ય જંગ રહેતો હોય છે .આ વખતે કોંગ્રેસ સાથેની સમજૂતી મુજબ બે બેઠકો પર આમ આદમી પાર્ટી ભાજપ સામે લડી રહી છે .ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત અન્‍ય પક્ષો અને પક્ષો પણ મેદાનમાં રહેતા હોય છે .લોકસભાની છેલ્લી ૨૦૧૯ ની ચૂંટણીમાં ૧૯૭ અપક્ષોએ જંગમાં ઝુકાવી ૨.૧૫ ટકા મત મેળવ્‍યા હતા .

રાજયમાં ૨૦૧૯ માં ૪૫૧૫૨૩૭૩ મતદારો નોંધાયેલા જેમાંથી ૨૯૧૨૮૪૧૪ મતદારોએ  મતદાન કર્યું હતું. કોંગ્રેસને ૩૨.૧૧ ટકા અને ભાજપને ૬૨. ૨૧ ટકા મત મળ્‍યા હતા. ભાજપ કોંગ્રેસ સિવાયના અન્‍ય પક્ષો પણ મેદાનમાં હતા .જેમાં સૌથી વધુ અઢી લાખ કેટલા મત બસપાને  મળેલ તે ટકાવારીની દ્રષ્ટિએ ૦.૮૬% ગણાય છે. અન્‍ય પક્ષોએ ૧.૨૯ ટકા મત મેળવેલ. અપક્ષ ઉમેદવારો ૧૯૭ હતા એ બધા વચ્‍ચે ૨.૧૫ ટકા મત મળેલ. અપક્ષને મળેલા મતનો આંકડો ૬.૨૬ લાખ જેટલો થાય છે નોટાને ચાર લાખથી વધુ મત મળેલ તમામ ૨૬ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.

મુખ્‍ય પક્ષોની સામે પડેલા અન્‍ય પક્ષો કે અપક્ષો જીતનો દાવો કરતા હોય છે પરંતુ કેટલાક કિસ્‍સામાં તે જીતી ન શકે તો પણ રાજકીય સમીકરણ બદલી શકે તેવા સક્ષમ હોય છે. લોકશાહીમાં અમુકની હાર કે જીત માટે અપક્ષ નિમિત બને અથવા અન્‍ય પક્ષ નિર્ણાયક ભૂમિકા ભજવે તેવું અનેક વખત બનતું હોય છે. ક્‍યારેક રાજકીય પક્ષો વ્‍યૂહ રચનાના ભાગરૂપે પોતાના પક્ષ સિવાયના પણ ફોર્મ ભરાવતા હોય છે.

૨૦૧૯નું

ચૂંટણી ચિત્ર

* ગુજરાતમાં બેઠકો   : ૨૬

* ભાજપના ઉમેદવાર        : ૨૬

* કોંગીના ઉમેદવાર  : ૨૬

* બ.સ.પા.      : ૨૫

* અન્‍ય પક્ષો    : ૯૭

* અપક્ષો        : ૧૯૭

* ભાજપને મત : ૬૨.૨૧%

* કોંગીને        : ૩૨.૧૧%

* અપક્ષો        : ૦૨.૧૫

*       નોટા   : ૦૧.૩૮

*       ભાજપને મળેલ બેઠકો : ૨૬

 

(5:58 PM IST)