<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સિંગાપોર - દુબઈની હરોળમાં રાજકોટ : બનશે ૭૦ માળની ઈમારત : સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટના મેટ્રો સીટી તરફ કદમ : એકમ ધ એલ્ટીટ્યુડ... ગુજરાતની સૌથી ઉંચી ગગનચુંબી ઈમારત બનશે : ૩૦૦ મીટરની ઉંચાઈ : દેશના ખ્યાતનામ આર્કિટેકટ હિતેન શેટ્ટી, એશિયાબેસ્ટ સ્ટ્રકચર મુંબઈના જે.ડબલ્યુ. દ્વારા અને દેશના સુપ્રસિદ્ધ, મુંબઈના એમ.પી કન્સલ્ટન્ટની સેવાઓ : ૧૬૮ ફ્લેટનું બાંધકામ : સાડા સાત હજાર ફૂટના ૧૮ પેન્ટહાઉસ : ૪ બીએચકે ૪૨૦૦ ફૂટના ૧૫૦ ફ્લેટ : સૌરાષ્ટ્ર ગુજરાતનું અભૂતપૂર્વ નજરાણું બની રહેશે : નેવિલ સુબા - ભરત સોનવાણીના નેજા હેઠળ કાલાવાડ રોડ ઉપર જડુસ - ગાયત્રી મંદિર સામે શહેર મધ્યે પંદર હજાર ચોરસ વારમાં અભૂતપૂર્વ સર્જન : ૯૮ ફલોરની મંજૂરી મળી : ૭૦ માળ જેટલી ઊંચાઈ : ૫૦ માળનું બાંધકામ : એક સપ્ટેમ્બરે ખાતમુહૂર્ત : ૪૦ મહિનામાં પૂર્ણ થશે5:08 PM IST

‘યુનો'ના હોલમાં મોરારીબાપુએ પોથીજી રાખી શાંતિ પ્રાર્થના કરી : આ રામચરિત માનસની પોથી વ્‍યાસપીઠ પછી હું યુનોની વ્‍યાસપીઠ ઉપર મૂકી રહ્યો છું,પોથીના સ્‍પર્શથી આખી સંસ્‍થા વિશ્વભરમાં શાંતિનું કાર્ય સુંદર રીતે કરી શકે એવી મારી પ્રાર્થના છે :‘સર્વેપિ સુખીનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ,સર્વે ભદ્રાણી પશ્‍યન્‍તુ, મા કヘતિ દુઃખ ભાતભવેત' આ શ્‍લોક પૂ.મોરારીબાપુએ યુનોના મુખ્‍ય ડાયસ ઉપરથી કહ્યોઃ આ શ્‍લોકમાં સહુ કોઇ સૂર પુરાવે :‘મારી ઈચ્‍છા તો જે બે દેશો વચ્‍ચે યુદ્ધ થતું હોય તેની વચ્‍ચેની બોર્ડર ઉપર બેસીને પણ કથા કરવાની છે, જો મને અનુમતિ મળે તો...' ‘કશો વાંધો નહીં,હું વચ્‍ચે બેસું અને બંને બાજુથી તોપ ગોળાઓ છૂટે અને કદાચ મારો દેહ પડી જાય તો ક્‍યાં વાંધો છે ? એક દિવસ તો મરવું જ છે નેઃ પૂ.મોરારીબાપુ12:03 PM IST

'પ્રાકૃતિક કૃષિ સખી' બનાવવાની ગુજરાતની પહેલને અન્ય રાજ્યો પણ અપનાવે : રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ : નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલ-સંમેલન યોજાયું : ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં બે દિવસ સાર્થક ચર્ચાઓ થઈ:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યપાલોની અનૌપચારિક બેઠકની અધ્યક્ષતા કરી અને ચોથા ગ્રુપના કન્વીનર તરીકે ચર્ચાનું નેતૃત્વ કર્યું : પ્રાકૃતિક કૃષિનો વિષય પ્રથમ હરોળમાં રહ્યો: રાજ્યપાલો સમાજની સેવામાં સક્રિય ભૂમિકા ભજવે : રાષ્ટ્રના વિકાસને વેગ આપવામાં યોગદાન આપે - રાજ્યપાલ સંમેલનમાં વિસ્તૃત વિચાર-વિમર્શ9:50 PM IST

બાંગ્‍લાદેશના વડાપ્રધાનના નિવાસસ્‍થાન ઉપર હજારો દેખાવકારો ભારે પથ્‍થરમારો કરી રહ્યા છે : શેખ હસીના લશ્‍કરના હેલીકોપ્‍ટરમાં બેસી ભારતના ત્રિપુરાની રાજધાની અગરતલા તરફ રવાના થયા બાંગ્‍લાદેશમાં સેનાએ કબ્‍જો સંભાળી લીધો શેખ હસીનાને ૪૫ મિનિટમાં દેશ છોડી જવા અલ્‍ટીમેટમ અપાયેલ : રસ્‍તાઓ ઉપર લશ્‍કર ગોઠવાવા લાગ્‍યુ : પોલીસ બંદોબસ્‍ત દૂર કરાયો : બાંગ્‍લાદેશ ભારે હિંસાની આગમાં ભડકે બળતુ હોવાની સ્‍થિતિ : લશ્‍કરના વડા પત્રકારોને સંબોધશે બાંગ્‍લાદેશમાં ૩૫૦૦થી વધુ ટેક્‍સટાઈલ ફેકટરીઓ બંધ : ૧૦ બિલીયન ડોલરનું ભયાનક મોટું નુકશાન : ૧૧ હજાર લોકોની ધરપકડ : હિંસામાં ૧૪ પોલીસકર્મીઓના મોત3:35 PM IST

મોડી રાત્રે શેખ હસીના દિલ્હી નજીક હિંડન એરફોર્સ એર બેઝના ગેસ્ટ હાઉસમાં ભારે બંદોબસ્ત હેઠળ સલામત: આગળનો ટ્રાવેલ પ્લાન હવે નક્કી થશે: વડાપ્રધાન નીવસસ્થાને ઉચ્ચકક્ષાની બેઠક ચાલુ: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને ભારે હિંસાના પગલે રાત્રિના દસ વાગ્યાના અહેવાલ મુજબ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના દિલ્હી નજીક ઇન્ડિયન એરફોર્સના એર બેઝમાં સલામત સ્થળે છે. તેમના આગળના ટ્રાવેલ પ્લાનની વિગતો હજી નક્કી થઈ નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવાસસ્થાને હાઈ લેવલ મીટીંગ ચાલી રહી છે.. અજીત દોવાલ, રાજનાથ સિંઘ, જયશંકર, અમિતભાઈ, નિર્મલા સીતારામન, ડિફેન્સ અધિકારીઓ ઉપસ્થિત છે.10:44 PM IST

મોજશોખ પુરા કરવા પુર્વ કર્મચારી ઘનશ્‍યામસિંહે ત્રણ મિત્રો સાથે મળી ચોરી કરી'તીઃ તમામ મુદ્દામાલ કબ્‍જે : પરાબજારની મહેતા સેલ્‍સ એજન્‍સી ચોરીનો ભેદ બે દિવસમાં ઉકેલાયો : ૪,૫૨,૮૮૨ની કિમતનો કેડબરી, ફેર એન્‍ડ લવલી, માચીસ, ગોદરેજ અને ડવ સાબુ, ઇનો, નવરત્‍ન તેલ, કોલગેટ, ડટોલ, ગાર્નીયર હેર કલરનો જથ્‍થો તેમજ બે મોબાઇલ, રોકડા ૪૮૦૦, બે રિક્ષા મળી રૂા. ૫,૨૮,૬૮૨નો માલમત્તા જપ્‍ત થઇ : પોપટપરાના રિક્ષાચાલક ઘનશ્‍યામસિંહ ઉર્ફ ઘનો ઝાલા, તેના મિત્રો જંગલેશ્વરનો કિશન ગેડાણી, પોપટપરાનો ભગીરથસિંહ ઝાલા અને મુળ યુપીનો હાલ જંગલેશ્વરમાં રહેતો સદામ અંસારી પકડાયા : પોપટપરાનો ઘનો ઝાલા છએક વર્ષ પહેલા મહેતા એજન્‍સીમાં નોકરી કરી ચુક્‍યો હોઇ ક્‍યાંથી અંદર ઘુસાય તે જાણતો હતોઃ પાછળની શેરીમાં થાંભલા પરથી જોખમી રીતે ઉપર ચડી નળીયાવાળા મકાનમાં જઇ ત્‍યાંથી દૂકાનની બારી તોડી અંદર ઘુસ્‍યા'તા : ચોરેલો માલ રિક્ષાના બે ફેરા કરી પોપટપરામાં મકાન પાસે પટમાં છુપાવી માથે તાલપત્રી ઢાંકી દીધી'તીઃ વેંચવા માટે સેમ્‍પલ લઇ વેપારીઓને બતાવવા નીકળ્‍યાઃ પણ માલ વેંચે એ પહેલા પકડાઇ ગયા3:30 PM IST