<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

ડીસા માર્કેટયાર્ડમાં વિવિધ જણસીની બમ્પર આવક:એરંડા, રાયડો,ઘઉં, બાજરી,રાજગરો, ગવાર, જીરું, સુવા, વરિયાળી, તલ, જવ, મેથી, રજકા બાજરી, તમાકુ જેવા પાકના ભાવો બોલાયા

અમદાવાદ:બનાસકાંઠા જિલ્લામાં ખેતીનો વ્યવસાય ખૂબ જ વધુ છે. મોટાભાગના લોકો કૃષિ સાથે જોડાયેલા છે. ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી, સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં વેચી સારી આવક મેળવતા હોય છે. 

ત્યારે આજે 12 એપ્રિલના રોજ ડીસા માર્કેટયાર્ડમાં એરંડા, રાયડો,ઘઉં, બાજરી,રાજગરો, ગવાર, જીરું, સુવા, વરિયાળી, તલ, જવ, મેથી, રજકા બાજરી, તમાકુ જેવા પાકની આવક નોંધાઇ હતી. 

ડીસા માર્કેટયાર્ડમાં ઘઉંની 764 બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ 20 કિલોના 651 રૂપિયાનો ભાવ બોલાયો હતો.જ્યારે એરંડાની 2817 બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ 20 કિલોના 1139 રૂપિયાનો ભાવ બોલાયો હતો.

રાયડાની 2781 બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ 20 કિલોના 1041 રૂપિયાનો ભાવ બોલાયો હતો. બાજરીની આજે 515 બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ 20 કિલોના 525 રૂપિયાનો ભાવ બોલાયો હતો.ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની 1655 બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ 20 કિલોના 1363 રૂપિયાનો ભાવ બોલાયો હતો.ડીસા માર્કેટ યાર્ડમાં આજે ગવારની 10 બોરીની આવક નોંધાઇ પ્રતિ 20 કિલોના 1005 રૂપિયાનો ભાવ બોલાયો હતો.

 

(11:42 PM IST)