તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Friday, 19th April 2024
નવસારી બેઠક માટે સી.આર. પાટીલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યુ
ગયા વખતની ચૂંટણીમાં ૭ લાખથી વધુની લીડથી ભાજપ પ્રદેશ પ્રમુખ જીત્યા'તા

રાજકોટ, તા. ૧૯ : ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ આજે નવસારી લોકસભા બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.તેમજ આજે અમિત શાહે પણ ગાંધીનગર બેઠક પરથી ગાંધીનગર લોકસભા બેઠક માટે ફોર્મ ભર્યુ છે.
ગત લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારે જીતી હોય તો તે નવસારી સીટ છે. અહીંથી પાટીલની લીડ ૭ લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે તેવું અનેક વિશ્લેષકોનું માનવું છે. ત્યારે આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી છે. નવસારી બેઠક પર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહયા છે. મોદીનું પરિવાર અને જનસંપર્ક કાર્યક્રમો થકી લોકો સુધી ભાજપ પહોંચવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. ભાજપને આ સીટ ફરી એકવાર જીતવાની આશા છે.
આ બેઠકની આંકડાકીય માહિતી પર નજર કરીએ તો ૨૦૧૯ની ભાજપના ઉમેદવાર સી. આર.પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને ૬,૮૯,૬૬૮ના મતોથી હરાવ્યા હતા. નવસારી અગાઉ વલસાડ લોકસભા બેઠકમાં આવતી હતી. નવસારી લોકસભામાં કુલ ૭ વિધાનસભાનો સમાવેશ થાય છે.
આ બેઠક પર સુરત જિલ્લાની લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તાર અને જલાલપોર, નવસારી તથા ગણદેવી મળીને કુલ ૭ વિધાનસભા વિસ્તાર સાથે નવસારી લોકસભા બેઠકનું નિર્માણ કરાયું હતું. આ વિસ્તારમાં ૨૨ રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિનિ ભારત કહેવામાં આવે છે.
અહીં સુરતના ૬૦ અને નવસારીના ૪૦ ટકા મતદારોનો સમાવેશ થાય છે. કોળી મતદારોની સંખ્યા અહીં વધુ છે. જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે. નવસારી લોકસભા મતવિસ્તારમાં ૧૭ લાખ ૬૪ હજાર ૬૨૨ મતદાતાઓ છે. જેમાં ૭ લાખ ૯૨ હજાર ૪૮૦ મહિલા અને ૯ લાખ ૭૨ હજાર ૯૦ પુરૂષ મતદાતાઓ છે.
આજે પણ કલેકટરે ટકોર
કરવી પડીઃ ઉમેદવાર સહિત
પ લોકો જ ફોર્મ ભરવા આવો
રાજકોટ : કલેકટરની ચેમ્બરમાં આજે કોંગ્રેસના ઉમેદવાર શ્રી પરેશભાઇ સાથે ૬થી વધુ આગેવાનો આવી જતા. કલેકટરે ટકોર કરવી પડી હતી કે ચૂંટણી પંચના નિયમ મુજબ ઉમેદવાર સહિત પ લોકો જ ફોર્મ ભરવા આવો, આ સમયે ઓબ્ઝર્વર શ્રી દેથા પણ હાજર હતા, કલેકટરે ટકોર કરતા પરેશભાઇના એડવોકેટ પ્રકાશભાઇ ખસી ગયા હતા, આ પહેલા ભાજપના ઉમેદવારી પત્ર વખતે પણ આવુ બન્યું હતું.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
