News of Monday, 22nd April 2024
આવતીકાલ સુધી તાપમાન ૪૦ની નજીક, બાદ ક્રમશ : વધશે, ર૮મી સુધીમાં ૪ર ડીગ્રીની રેન્જમાં પહોંચશે
હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી ગણાયઃ અશોકભાઇ પટેલની તા. ર૮ સુધીની આગાહી

રાજકોટ : હાલમાં ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. જે આવતીકાલ સુધી યથાવત રહેશે. બાદ ક્રમશઃ તાપમાનમાં વધારો થતો જોવા મળશે. આગામી ર૮ મી એપ્રિલ સુધીમાં તાપમાન ૪ર ડીગ્રીની રેન્જમાં પહોંચી જશે. હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી ગણાય. તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું હતું.
તેઓએ અગાઉ કરેલ આગાહીમાં જણાવ્યા મુજબ તાપમાન નોર્મલથી બે થી ત્રણ ડીગ્રી નીચે રહ્યું હતું. જેમ કે ગઇકાલે અમદાવાદ ૩૭.૭ (નોર્મલ થી ૩ ડીગ્રી નીચુ), રાજકોટ ૩૭.૭ (નોર્મલથી બે ડીગ્રી નીચુ), ભુજ ૩૬.૧ (નોર્મલથી ૩ ડીગ્રી નીચુ), ગાંધીનગર ૩૭ (નોર્મલથી ૩ ડીગ્રી નીચુ) અને સુરેન્દ્રનગર ૩૭.પ (નોર્મલથી બે ડીગ્રી નીચુ) તાપમાન નોંધાયું હતું. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્છ માટે તા. રર થી ર૮ એપ્રિલ સુધીની આગાહી કરતાં જણાવેલ કે સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્છમાં હવે નોર્મલ મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી ગણાય. તારીખ ર૩ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન નોર્મલથી નીચુ કે નજીક રહેશે. ત્યારબાદ તારીખ ર૪ થી રપ એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો ચાલુ રહેવાની શકયતા છે, જે નોર્મલ નજીક કે નોર્મલ ૩૯ ડીગ્રી થી ૪૧ ડીગ્રી ની રેન્જ અને ત્યારબાદ તારીખ ર૬ થી ર૮ એપ્રિલના નોર્મલથી ઉપર જે ૪૦ ડીગ્રી થી ૪ર ડીગ્રી ની રેન્જમાં રહેવાની શકયતા છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
