<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

અમેરિકામાં સર્જાયો ગંભીર રોડ અકસ્માત : દુર્ઘટનામાં આણંદની ૩ ગુજરાતી મહિલાઓના મોત

આણંદ, તા.૨૭: અમેરિકામાં થયેલ રોડ અકસ્માતમાં ૩ ગુજરાતી મહિલાઓનાં મોત થતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ત્યારે ત્રણેય મહિલાઓ આણંદ જીલ્લાનાં બોરસદ તાલુકાની વતની હોવાનુ જાણવા મળી રહ્યું છે. એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં ત્રણ મહિલાનાં મોત થતા સમાજમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

મૃતક મહિલાઓનાં નામઃ રેખાબેન દિલીપ ભાઈ પટેલ, સંગીતાબેન ભાવેશભાઈ પટેલ, મનિષાબેન રાજેન્દ્રભાઇ પટેલ.

(1:47 PM IST)