<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

પ્રિયંકાની ધરમપુરમાં જંગી સભાઃ ભાજપ-કેન્દ્રને આડે હાથ લીધા

કોંગ્રેસ મહાસચિવે આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફુંકયું

અમદાવાદ,તા. ૨૭: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી માટે આજે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધીએ વલસાડના ધરમપુરના દરબારગઢ ખાતે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં જાહેર સભાને સંબોધી હતી. સભા સંબોધન દરમિયાન પ્રિયંકાએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર ખૂબ જ પ્રહાર કર્યા હતા.

ગત વિધાનસભાની ચૂંટણીમાં અનંત પટેલ માટે ભારત જોડો યાત્રા વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પ્રચાર કરવા પહોંચ્યા હતા. હવે પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણીમાં તેમના માટે પ્રચાર કરવા વલસાડમાં જાહેર સભાને સંબોધી હતી. ભાજપે વલસાડ લોકસભા બેઠક પરથી અનંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. વલસાડ ગુજરાતની તે બેઠકોમાંથી એક છે જેના પર કોંગ્રેસની સ્થિતિ સારી છે.

પ્રિયંકા ગાંધી છેલ્લે માર્ચ ૨૦૧૯માં ગુજરાત પહોંચ્યા હતા. પછી તેમણે તેની પ્રથમ CWC મીટિંગમાં હાજરી આપી હતી.આ દિવસોમાં પ્રિયંકા ગાંધી મંગળસૂત્રનો મુદ્દો ખૂબ જોરશોરથી ઉઠાવી રહ્યા છે.

કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ વલસાડ લોકસભા મતવિસ્તારમાં આવતી વાંસદા બેઠકના ધારાસભ્ય છે. પ્રિયંકા ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ગયા ન હતા. તે લાંબા સમય બાદ પ્રચાર માટે ગુજરાત પહોંચ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ દરબારગઢ કમ્પાઉન્ડમાં પ્રિયંકા ગાંધીની રેલીનું આયોજન કર્યું હતું. વલસાડ લોકસભા બેઠક આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક છે.

(1:53 PM IST)