તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
હનુમાનજી મહારાજ માત્ર ભૂત ભગાડનારા જ દેવ નથી પરંતુ ભગવાનનો ભેટો : કરાવનારા દેવ છે.-- પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી : SGVP ગુરુકુલ છારોડીની શાખા દ્રોણેશ્વર ગુરુકુલમાં ઉજવાયેલ હનુમાન જયંતી મહોત્સવ

ઉના તા.25 મચ્છુન્હી નદીને કિનારે,દ્રોણેશ્વર મહાદેવના પરિસરમાં ,કષ્ટ ભંજનદેવ હનુમાનજી મહારાજની સાનિદધ્યમાં ગુરુકુલની સ્થાપના કરીને હજારો બાળકોમાં સંસ્કારોનું સિંચન કરનાર તેમજ જલઝીલણી જેવા મહાન ઉત્સવ નિર્માણ કરીને હજારો ભાવિકોને સંસ્કારિત કરનાર SGVP ગુરુકુલના સંચાલક પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી કે જેઓ હાલ અમેરિકા પ્રદેશમાં સત્સંગ વિચરણ કરી રહ્યા છે ત્યારે દ્રોણેશ્વર ગુરુકુલમાં યોજાયેલ હનુમાન જ.યતિ મહોત્સવ પ્રસંગે હનુમાનજી મહારાજનું ષોટશોપચારે પૂજન તેમજ મૂર્તિ ઢગ ગૂલાબની પાંખડીઓપૂજન કર્યા બાદ ય 10,000 (દસહજાર ) ઉપરાંત હરિભકતોની ઉપસ્થિતિમાં અમદાવાદ,મેમનગર ગુરુકુલના સંચાલક પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીનું સ્વાગત અને અભિવાદન બાદ વિશાલ સભાને સંબોધન કરતા સ્વામીજીએ જણાવેલ કે આજે હનુમાનજયંતીનો પુનિત દિવસ છે. આપણે સૌએ સાથ મળી હનુમાનજી નું ભાવ પૂજન કર્યું.
ખરેખર હનુમાનજી મહારાજ કેવળ ભૂત ભગાડનારા દેવ જ નથી પરંતુ હનુમાનજી મહારાજ ભગવાનનો ભેટો કરાવનારા દેવ છે.હનુમાનજી મહારાજમાં અનંત અસાધારણ સદગુણોરહેલા છે.તેઓ બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ અને અતુલીત બળધામ હોવા છતાં દાસભાવે ભગવાનની સેવા કરે છે હનુમાનજી મહારાજનેપ્રસન્ન કરવાથી મુક્તિઅને ભૂક્તિ બેય પ્રાપ્ત થાય છે.
અનેક સંતો,સાધકો,મહાપુરુષો ને હનુમાનજી મહારાજ અધ્યાત્મ માર્ગે દર્સન આપી આગળ વધવામાં સહાયતા કરેલ છે.
સભાની વ્યવસ્થા ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી,કોઠારી નરનારાયણદાસજી સ્વામી અને પુજારી હરિદર્શનદાસજી સ્વામીએ સંભાળી હતી.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
