તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
૩૮૩૩ વાહન અને ૧૯૭ શંકાસ્પદ સ્થળ ચેક, ૧૧૨ ટપોરી, ૧૪૯ હિસ્ટ્રીશિટર પણ ચેક થયા
સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જાતે મોટા કાફલા સાથે આખી રાત ઓપરેશન હાથ ધરતા લોકો ખુશ, ગુનેગારોમાં ફફડાટ મચી ગયો

રાજકોટ,તા.૨૭: સુરત શહેરના લોકો શાંતિથી અને નિર્ભીક રીતે પોતાનું જીવન ગુજારી શકે તેવા પ્રસંશનીય અભિગમના ભાગરૂપે વિવિધ પ્રકારે અપરાધો કરી સામાન્ય નાગરિકોને ત્રાહિમામ પોકરાવનાર અપરાધીઓ સામે જંગનું એલાન કરનાર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વિવિધ વોન્ટેડ આરોપીઓને પાસાના પીંજરે પુરાવવા સાથે તડીપાર કરી સંતોષ માનવને બદલે સામાન્ય લોકો સાથે વધુને વધુ સંવાદ અને સુરત પોલીસ તંત્રના કેટલાક સિનિયર અને વિશ્વાસુ પીઆઇ સાથે ચર્ચા કરી, ચોક્કસ સંવેદનશીલ વિસ્તારો ઓળખી કાઢી ૧૧૯ ફૂટ પેટ્રોલિંગ રૂટ તથા ૧૮૧ વાહન ચેકીંગ પોઈન્ટ નક્કી કરવા સાથે એક વાહન ચેકીંગ પોઈન્ટ પર જવાબદાર અધિકારી સાથે ૨૫ પોલીસ જવાન તૈનાત કરી ૩૩ સ્થળો પર જાતે અન્ય અધિકારીઓ તથા સ્ટાફ સાથે મેદાને પડ્તા એક સમયે ધણી ધોરી વગરના બનેલ શહેરમાં પ્રજાનર પણ પોતાની દરકાર કરનાર સીપી મળ્યા અને અસામાજિક તત્વોને પણ હવે આડકતરો સંદેશ મળી ગયો કે કા સુધરી જાવ અન્યથા સુરત શહેર છોડી દયો,પોલિસના વિવિધ પ્રકારના ચેકીંગનું જે પરિણામ આવ્યું તેની વિગત જ સંવ્ય બોલી રહી છે, તો ચાલો તેના પર દૃષ્ટિપાત કરતા પહેલા જાણીએ કે આ કાર્યમાં વિવિધ પોલીસ મથક સાથે સુરતના અપરાધીઓની નાડ પારખતી પીસીબી, ડીસીબી અને એસઓજી પણ સામેલ હતી.
(૧) વાહન ચેકીંગ -૩૮૩૩, (૨) શંકાસ્પદ સ્થળો ચેક ૧૯૭, (૩) હીસ્ટ્રીશીટર ઇસમો ચેક -૧૪૯, (૪) એમસીઆર કાર્ડવાળા ઇસમો ચેક ૨૪૬, (૫) ગેરકાયદેસર હથીયારના કેસ (જી.પી.એકટ -૧૩૫ મુજબ) ૫૩, (૬) સક્રીય ગુનેગારો ચેક ૧૦૭, (૭)ટપોરી ઇસમ ચેક-૧૧૨, (૮)તડીયાર ઇસમે ચેક ૫૭,(૯) એમ.વી.એકટ ૨૦૭ હેઠળના કેસો ૧૧૨, (૧૦)સ્થળ દંડ રૂા. ૧,૦૭,૨૦૦ (૧૧) જી.પી.એક્ટ -૧૪૨ હેઠળના કેસો (તડીપાર ભંગ કરેલ ઇસમો) -૦૮, (૧૨) એમ.વી.એકટ -૧૮૫ હેઠળના કેસો (દારૂ પીને ગાડી ચલાવવા અંગે) -૧૩, (૧૩) ઇ.પી.કો. કલમ ૨૭૯,૨૮૩ મુજબના કેસો (ભયનગર રીતે વાહન ચલાવવા બાબત) -૧૧, (૧૪) પિધેલાના કેસો ૩૦, (૧૫) અટકાયતી પગલા -૧૭ (૧૬) પ્રોહીબિશનના કેસો -૦૩.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
