<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

SGVP સ્વામિનારાયયણ ગુરુકુલની ગૌશાળાની મુલાકાતે : ગૌપ્ર્રેમી ગુજરાત ગવર્નરશ્રી દેવવૃતજી . : ગાયોને સુખડી ખવરાવી પૂજન કરી આરતિ ઉતારી

અમદાવાદ તા.26 જયાં 200 ઉપરાંત ગીર ગાયોની સેવા થઇ રહી છે તે આધુનિક SGVP સ્વામિનારાયયણ ગુરુકુલની ગૌશાળાની મુલાકાતે ગુજરાત ગવર્નરશ્રી દેવવૃતજી પધારતા મેમનગર ગુરુકુલના સંચાલક પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, ગૌસેવા કરતા શાસ્ત્રી માધવચરણદાસજી સ્વામી અને કોઠારી ધર્મનદંનદાસજી સ્વામીએ ગુલાબનો હાર પહેરાવી ગવર્નરશ્રીનું ભાવભીનુ સ્વાગત કર્યુ હતું.

પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તથા માધવચરણદાસજી સ્વામીએ ગુરુકુલની ગીર ગાયોની માહિતી આપી હતી.ગાયોની માહિતી સાંભળીનો તથા આધુનિકગૌશાળા જોઇને ગવર્નરજી ખૂબજ  રાજી થયા હતા

   ગુરુકુલ દર્શનમ સંસ્કૃત પાઠશાળાના પ્રાધ્યાપક ભગીરથભાઇ ત્રિવેદી અને અન્ય ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રના ગાન સાથે ગવર્નરશ્રીએ ગાયોને સુખડી ખવરાવી મસ્તકે કુંમકુમનો ચાંદલો કરી પૂજન કરી  આરતિ ઉતારી હતી

(1:52 PM IST)