News of Wednesday, 1st May 2024
કામરેજ હળપતિ આદિવાસી જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા

સુરત,તા. ૧: કામરેજ હળપતિ આદિવાસી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કામરેજ તાલુકાના વિ હાણગામે કરવામાં આવેલા જેમાં આદિવાસી સમાજની ૩૫ જેટલી કન્યાઓના લગ્ન કરવામાં આવેલા. સંપૂર્ણ ઘરવખરી કરિયાવર સાથે આપવામાં આવેલ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના અધ્યક્ષ સ્થાને આ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલ. જિલ્લા પંચાયતના દંડક મુકેશભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના સભ્ય દલપતભાઈ રાઠોડ, ભાજપ આગેવાન જગુ પટેલ, ગુણવંત દેસાઈ, જિલ્લા પ્રમુખ ભરત રાઠોડ,હળપતિ સમાજના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી
આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા તથા બિલ્ડર અને ગોપી ઇન્ડસ્ટ્રીયલના શ્રી લવજીભાઈ બાદશાહ તથા જયંતીભાઈ એકલેરા વગેરે આગેવાનો પધારી અને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા તમામ દીકરીઓનો તથા જાનનો જમણવારનો ખર્ચો લવજીભાઈ બાદશાહે ઉપાડયો હતો લગ્ન વિધી આચાર્ય તરીકે કામરેજના વિદ્વાન કમલેશભાઈ મહેતા શાષાી દ્વારા વેદોકત પદ્ધતી થી કરવામાં આવેલ હતી દાતાશ્રી દ્વારા પુષ્કળ કરીયાવર આપવામાં આવ્યો હતો.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
