News of Wednesday, 1st May 2024
તમામ પ્રકારના અપરાધીઓને ૭ મી પહેલા લોકઅપ ભેગા કરવાના જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકના દ્રઢ નિર્ધારના અમલીકરણ માટે પોલીસ રાત દિવસ દોડી રહી છે
મહિલાઓને વિશ્વાસમાં રાખી લૂંટવા રિક્ષા ચાલક ગેંગમાં મહિલાઓ પણ સામેલ હોવાનું રહસ્ય એસીપી પ્રદીપસિંહ જાડેજા ટીમની તપાસમાં ખુલ્યુઃ ફકત ૧૨ દિવસમાં લાખોની ઘરફોડી કરનાર પાંચ આરોપીઓને એસીપી યુવરાજસિંહ ગોહિલના નેતૃત્વમાં ટીમ દ્વારા ઝડપી લેવાયા.

રાજકોટ તા. ૧ :.. અમદાવાદ શહેરમાં રીઢા ગુનેગારો, વોન્ટેડ અપરાધીઓની કુંડળીઓ કઢાવી આવા અપરાધીઓ લોકસભા ચૂંટણીઓ અંતર્ગત લોકઅપ ભેગા કરવા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સેકટર-૨ વડા બ્રજેશ ઝા સાથે મળી જે રણનીતિ ઘડી છે તે રણનીતિનો વિવિધ ગુન્હાખોરીમાં અમલ કરવાની જવાબદારી ઝોન-૬ વિસ્તારમાં એસીપી પ્રદીપસિંહ જાડેજા અને એસીપી યુવરાજસિંહ ગોહિલને સુપ્રત કરી હોય ડીસીપી રવિ સેનીના માર્ગ દર્શનમાં ઉકત બન્ને અધિકારીઓની ટીમ દ્વારા ઝડપથી કાર્યવાહી કરી કાબીલેદાદ કામગીરી કરી છે.
અમદાવાદ શહેરના વિવેકાનંદ નગર, હાથીજણ ખાતે રહેતા ફરિયાદી જસ્મીનીબેન જીગ્નેશભાઈ ચૌહાણ કે જેઓ તારીખ ૧૬.૦૪.૨૦૨૩ ના રોજ ધોરાજી ખાતે ટેટ ની પરીક્ષા આપવા ગયા હતા, બાદમાં તારીખ ૦૪.૦૫.૨૦૨૩ ના રોજ પોતાના દોઢ વર્ષના દીકરા સાથે અમદાવાદ ખાનગી ટ્રાવેલ્સની બસમાં આવેલ અને તેઓ સાંજે ૬:૩૦ વાગ્યાની આસપાસ જશોદાનગર ફાયર બ્રિગેડ પાસેથી સીએનજી ઓટો રીક્ષામાં બેસી, પોતાના ઘર તરફ જતા હતા, ત્યારે રિક્ષામાં અગાઉથી બે ત્રણ સ્ત્રી પુરુષ બેઠા હતા. રિક્ષામાં તેઓએ પોતાનું પર્સ પોતાના પગ પાસે મુકેલ હતું અને પોણા સાત વાગ્યાની આસપાસ રીક્ષા જીઆઇડીસી ટ્યુબ ચાર રસ્તા ખાતે પહોંચતા, રિક્ષાવાળાએ તેઓને જણાવેલ કે, અમારે રામોલ જવાનું હોવાથી તમે અહીં ઉતરી જાવ તેમ કહી, ઉતારી, રિક્ષા જતી રહેલ હતી. તેઓએ ઉતરતા, તેઓના પર્સની ચેન ખુલી હતી અને પર્સ ખોલીને જોતા, પર્સમાં રાખેલ સામાન, સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટીઓ, સોનાની વીંટીઓ, રોકડ રકમ, બે એન્ડ્રોઈડ મોબાઈલ મળી કુલ રૂ. ૧,૩૯,૭૪૯/- ની શિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી, ચોરી કરેલ હોવાનું જણાય આવતા, જે તે વખતે જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરતા, જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.ડી.નકુમ તથા સ્ટાફની પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરી, આ ગુનામાંં પોલીસ ઇન્સ્પેકટર એન.ડી.નકુમ તથા સ્ટાફની પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરી, આ ગુનામાં સંડોવાયેલ રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ચોરી કરતી ગેંગના આરોપીઓ (૧) દિલાવર ઉર્ફે કાલીયા હસનભાઈ રાજેશ શેખ ઉંવ. ૪૯ રહે. નવાપુરા પાછળ, કબ્રસ્તાન પાસે, વટવા, અમદાવાદ તથા (૨) અફસરખાન ઉર્ફે બાટલી ઝફરખાન અહેમદ ખાન પઠાણ ઉવ. ૩૯ રહે. મકાન નંબર ૫૯ આશિયાના પાર્ક, કબ્રસ્તાનની બાજુમાં, નારોલ વટવા રોડ, નારોલ, અમદાવાદ શહેરને આ ગુનાના કામે અટક કરી, રિમાન્ડ મેળવેલ અને આ પકડાયેલા આરોપીઓ પાસેથી બે મોબાઈલ તેમજ સોના ચાંદીના દાગીના તેમજ ગુન્હામાં વાપરેલ રિક્ષા મળી કુલ રૂ. નો મુદામાલ કબજે કરવામાં આવેલ હતો.
જીઆઇડીસી પોલીસ દ્વારા જે તે વખતે રિક્ષામાં બેસાડી પેસેન્જર પાસેથી ચોરી કરતી ગેંગના આરોપીઓ દિલાવર ઉર્ફે કાલીયા હસનભાઈ શેખ અને અફસરખાન ઉર્ફે બાટલી ઝફરખાન પઠાણ ની પૂછપરછ કરતા, આ ગુનામાં મહિલા આરોપીઓ પૂનમબેન દવે અને મીનાક્ષીબેન મકવાણાના નામ પણ ખુલેલા હતા. પરંતુ, જે તે વખતે તેઓની તપાસ કરતા આ બંને આરોપીઓ પોતાનંું ઘર બંધ કરી અને નાસી ગયેલ.
સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા વિશેષ ટીમો દોડવા લાગી હતી. ે મહિલાઓ પણ ગેંગમાં સામેલ કરી હોવાનું રહસ્ય એસીપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા જાહેર કરવામાં આવેલ.
પોલીસ કમિશનર અને સેકટર વડા-૨ એવા મતના છે કે ગુન્હા બને પણ તે વણ ઉકેલ્યા ન રહે તે પોલીસની કામગીરીનો પાયાનો સિદ્ધાંત છે, આજ પ્રકારની માન્યતા ધરાવતા એસીપી યુવરાજસિંહ ગોહિલ અને નારોલ પીઆઇ આર એમ.ઝાલા દ્વારા પોતાના સર્બેલન્સ સ્કોવડને કાર્યરત કરતા ફકત બાર દિવસમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલી ૫ આરોપીઓને ઝડપી લીધા હતા, આવી ત્વરિત કાર્યવાહી બદલ સીપી, સેકટર વડા -૨ અને ડીસીપી ઝોન-૬ દ્વારા અભિનંદન આપવામાં આવેલ.
પો.કો.અજયસિંહ પ્રતાપસિંહ બ.નં.૬૭૮૦ તથા પો.કો.જગદીશસિંહ ગલતુભા બ.નં.૮૬૧૧ તથા બીજા સ્ટાફના માણસો સાથે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નારોલ સર્કલ ચાર રસ્તા પાસે આવતાં સાથેના પો.કો. પંકજસિંહ ઘનશ્યામસિંહ તથા પો.કો.અજયસિંહ પ્રતાપસિંહ તથા પો.કો.જગદીશસિંહ ગલતુભા નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે, નારોલ જેતલપુર વિપ્રો એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ જી.ઈ.બી સ્ટેશનની સામે આવેલ ગોડાઉનમાંથી ઈલેકટ્રીકને લગતો સરસામાન ચોરી કરેલ હોય જે ચાર ઈસમો નારોલ સર્કલ પાસે આવેલ નારોલ બસ સ્ટોપ પાસે રોડ ઉપર ઉભેલ છે. જે પૈકી એક ઈસમે કાળા કલરનું શર્ટ તથા કાળા કલરનુ લોઅર પહેરેલ છે. તથા બીજા ઈસમે ચોકડીવાળો શર્ટ તથા બ્લ્યુ કલરનુ પેન્ટ પહરેલ છે. તથા ત્રીજા ઈસમે રાખોડી કલરનુ ટી શર્ટ તથા ભુખરા કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે. તથા ચોથા ઈસમે પીસ્તા કલરનુ ચોકડીવાળુ શર્ટ તથા ભુખરા કલરનુ પેન્ટ પહરેલ છે. જે બાતમી હકિકત આધારે પંચો સાથે વોચમાં હાજર રહેર્તા આરોપીઓ (૧) કિશનકુમાર દિનેશભાઈ જાતે ચૌહાણ ઉ.વ.૨૩ ધંધો. ડ્રાઈવીંગ રહે, ગામ.બાજીપુરા (વાધપુરા) સોના ટેકરી તા.ઉમરેઠ જી.આણંદ (૨) રવિકુમાર ભરતભાઈ જાતે ગોહિલ ઉ.વ.૨૧ ધંધો.નોકરી રહે, ગામ.ખાંડી ઘંટીવાળુ ફળીયુ, તા.સાવલી જી.વડોદરા (૩) અનિરૂધ્ધસિંહ અર્જુનસિંહ જાતે ગોહિલ ઉ.વ.૨૪ ધંધો.નોકરી રહે, ગામ.ખાંડી દશા માતાના મંદિર સામે, તા.સાવલી જી.વડોદરા (૪) આનંદભાઈ ઉર્ફે ભાવેશ જવાનભાઈ જાતે કૃપાણી ઉ.વ.૨૧ ધંધો.ડ્રાઈવીંગ રહે, સોમાભાઈ રબારીની ચાલી પુષ્પાંજલી સ્કુલની પાછળ જામફળવાડી રામોલ અમદાવાદ શહેર તથા(૫) રણવીરકુમાર અર્જુનભાઈ જાતે પઢીયાર ઉ.વ.૨૬ ધંધો.નોકરી રહે, ગામ.ખાંડી ઝડપાયા હોવાનું એસીપી યુવરાજસિંહ ગોહિલ જણાવે છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
