<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભયાનક યુધ્‍ધ શરૂ! સામસામો મિસાઈલમારો : ભારત-પાક. વચ્‍ચે શુક્રવાર-શનિવાર રાત્રે સટાસટી બોલી ગઈઃ મિસાઈલ હુમલા-ધડાકાઓની ગુંજ પાકિસ્‍તાને ઉતાવળમાં ભારત ઉપર ‘‘ફતેહ'' મિસાઈલ છોડી તો ભારતે બેલેસ્‍ટિક મિસાઈલોનો મારો ચલાવ્‍યોઃ ભારતે ડ્રોન હુમલા નિષ્‍ફળ બનાવી પાક.નાં ૪ એરબેઝ ઉપર તાંડવ મચાવ્‍યું શનિવારે વહેલી સવારે શું થયું? * જમ્‍મુ અને કાશ્‍મીરમાં વાયુસેના સ્‍ટેશનને નિશાન બનાવવાના પાકિસ્‍તાની પ્રયાસોને નિષ્‍ફળ બનાવવામાં આવ્‍યા. પાકિસ્‍તાન દ્વારા રાત્રે કરાયેલા હુમલા પછી, જમ્‍મુ અને કાશ્‍મીરમાંથી સવારની તાજી તસવીરો સામે આવી છે. * ભારતે ગુજરાતના કચ્‍છમાં પાકિસ્‍તાનના ડ્રોન હુમલાને નિષ્‍ફળ બનાવ્‍યો છે. * પઠાણકોટમાં પણ વહેલી સવારે ઘણા વિસ્‍ફોટ થયા. ઓછામાં ઓછા અડધા કલાક સુધી તૂટક તૂટક વિસ્‍ફોટો ચાલુ રહ્યા; જવાબમાં વિમાન વિરોધી બંદૂકો પણ ચલાવવામાં આવી. *અમળતસર વહીવટીતંત્રે કહ્યું કે અમે રેડ એલર્ટ પર છીએ. લોકોને તેમના ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્‍યું છે. ફિરોઝપુર અને ભટિંડા વિસ્‍તારોમાં હવાઈ હુમલા કરવામાં આવ્‍યા અને સાયરનના અવાજ પણ સંભળાયા. * સવારે ૫.૨૦ વાગ્‍યે એરપોર્ટ નજીક શ્રીનગરમાં અને સવારે ૪.૫૦ વાગ્‍યે બારામુલ્લા અને ઉધમપુરમાં પણ વિસ્‍ફોટોના અવાજ સંભળાયા. * ગોળીબારને કારણે જમ્‍મુ શહેરના રહેણાંક વિસ્‍તારોને નુકસાન થયું છે. ઘણા ઘરોને નુકસાન થયું છે. * જમ્‍મુ અને કાશ્‍મીરના ઉરીમાં પાકિસ્‍તાની ગોળીબારમાં ઘરો અને મિલકતોને ભારે નુકસાન થયું છે. આ ગોળીબાર નાગરિક વિસ્‍તારોને નિશાન બનાવી રહ્યો છે.10:43 AM IST

જામનગરમાં ઍરવોરની શકયતા : સાયરન વગાડીને લોકોને ચેતવણી (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરમાં આજે બપોરે ર.૩૦ વાગ્‍યા બાદ સાયરન વાગતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. આ અંગે ફાયર બ્રિગેડના શ્રી બિશ્‍નોઇ એ જણાવ્‍યું હતું કે એરફોર્સમાંથી અમને સૂચના આવી છે કે એરવોર થવાની સંભાવના છે. જેથી નાગરિકો સાવધાન રહે તે માટે એરવોરની ચેતવણી માટે સાયરન વગાડવામાં આવ્‍યું છે. જેથી લોકોને સલામત સ્‍થળે રહેવા ચેતવણી આપવામાં આવી છે. હુમલા થવાની સંભાવનાને પગલે લોકોને ઘરમાં જ રહેવા કલેકટર કેતન ઠક્કરે તાકીદ કરી : જામનગર શહેર - જિલ્લામાં આપતિકાલીન સ્‍થિતિની જાહેરાત : વેપાર - ધંધા બંધ રાખી સહુ સુરક્ષિત રહે : તમામ તકેદારીના પગલાં લેવાયા : એરફોર્સ સ્‍ટેશન જામનગર તરફથી મળેલ ચેતવણી4:01 PM IST

ભારતના વિદેશ ખાતાની પત્રકાર પરિષદ : ગઈરાત્રે શ્રીનગરથી લઈને કચ્‍છના નલીયા સુધી પાકિસ્‍તાને ૨૬ સ્‍થળો ઉપર હુમલાઓ કર્યા : પાકિસ્‍તાને ભારતના નિર્દોષ નાગરીકોને ટાર્ગેટ કર્યા : ભારતે પાકિસ્‍તાનના દરેક હુમલાને નિષ્‍ફળ બનાવ્‍યો છે : ભારત તણાવની સ્‍થિતિ નથી ઈચ્‍છતો પણ પાકિસ્‍તાન ભારતમાં સાંપ્રદાયિક તનાવ વધે તે માટે સતત પ્રયત્‍ન કરી રહ્યુ છે : ભારતે પાકિસ્‍તાનના ૪ એરબેઝ ઉપર હુમલો કર્યો છે અને ભારત પાકિસ્‍તાનને તેની ભાષામાં જ જવાબ આપવા સક્ષમ છે : પાકિસ્‍તાન સોશ્‍યલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવી વિશ્વને ગુમરાહ કરી રહ્યુ છે : પત્રકાર પરિષદ ૧૧ વાગ્‍યે ચાલુ છે : પત્રકાર પરિષદમાં ભારતીય લશ્‍કરના કર્નલ અને પ્રવકતા સોફીયા કુરેશી આપી રહ્યા છે : હવે વિદેશ સચિવ વિગતો આપી રહ્યા છે12:18 PM IST

ઓપરેશન સિંદૂરને પગલે સર્જાયેલી સ્થિતિ સંદર્ભે જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ દિલીપ રાણાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ : જિલ્લામાં રક્તદાન કેમ્પ કરવા અને ઇમરજન્સીની સ્થિતિમાં સંદેશા વ્યવહાર જળવાઈ રહે એ માટે આયોજન હાથ ધરવા સૂચના : અનાજ અને ડિઝલ - પેટ્રોલનો પૂરતો જથ્થો જળવાઈ રહે, મોકડ્રીલ, સાઇરન, બ્લેકઆઉટ સંદર્ભે માઇક્રો પ્લાનિંગ કરવા : પ્રભારી સચિવના દિશાનિર્દેશો : આપત્તિની સ્થિતિ નાગરિકોને સુરક્ષા, ફાયર, મેડિકલ સહિતની સેવાઓ ત્વરિત પૂરી પાડવા આવશ્યક સાધનો અને વ્યવસ્થાની ચકાસણી કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના : જિલ્લાના દરિયા વિસ્તારોમાં કાળજીના પગલા ભરવા, માછીમારી માટે ગઈ હોય તેવી બોટોને પરત ફરવા અને આગળની સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી માટે દરિયામાં ન જવા સૂચના : પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે જિલ્લા પ્રભારી સચિવશ્રીએ દરેક કચેરીઓની તૈયારી અને કામગીરીની સમીક્ષા : જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓ વિશે અવગત કર્યા3:58 PM IST