News of Wednesday, 1st May 2024
આ મારું ગુજરાત છે...

અમદાવાદમાં આવેલ સિદી સૈયદની જાળી કાકરીયા રિવર ફ્રન્ટ આ રંગીલુ કોડીંલું મારું ગુજરાત છે....
સુરતની ધારી, વડોદરાનો ચેવડો જામનગરના ઘુઘરા, રાજકોટના ગાંઠીયા આ સ્વાદીષ્ટ ભોજનથી ભરેલુ મારુ આ ગુજરાત છે....
રાજકોટનું રામવન, જામનગરનું બાલા હનુમાન તળાવની પાળ, ફરવાનો આનંદ આ ગુજરાત મારું છે...
જુનાગઢમાં દામોદર કુંડ, અશોકનો શિલાલેખ, દ્વારકામાં કૃષ્ણની ભકિત, આ મારુ ગુજરાત છે...
માણસોનો મીઠો આવકાર ગરબાથી ભરપુર રમઝટ ને રમતગમતથી ભરપુર આનંદમય આ ગુજરાત મારુ છે...
મિલે સૂર મેરા તુમ્હારા, સૂર બને હમારા, સંગીત, નાટયથી ભરપુર આનંદીત આ ગુજરાત મારુ છે...
કવિ પ્રેમાનંદ, અખો ભજન સમ્રાટોથી ભરપુર આ ગુજરાત મારુ છે...
રંગીલુ કોડીલુ, પ્રેમીલુ લાગણીથી ભરપુર, હરતુ, ફરતુ, હસતુ આ ગુજરાત મારુ છે...
ગુજરાત સ્થાપના દિનની ખુબ ખુબ શુભકામના...
ઠાકર દિપ હર્ષદકુમાર
‘વંદે માતરમ'
મો. ૭૪૦પ૦ ૭પ૦૪૦
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
