<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

અમદાવાદમાં કાલથી ત્રિદિવસીય વલ્લભ જયંતિમહોત્‍સવ : કીર્તન સંમેલન, ભજન સંધ્‍યા

 

 

અમદાવાદઃ ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્‍ય ગોસ્‍વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના શુભાશીષથી કલ્‍યાણ પુષ્ટિ હવેલી ખાતે તા. ૨, ૩ અને ૪ મે  (ગુરૂ, શુક્ર શનિ) ના રોજ અલૌકિક ત્રિદિવસીય વલ્લભ જયંતિ મહોત્‍સવ અખંડ ભૂમંડલાચાર્ય જગદ્‌્‌ગુરૂ શ્રીમદ્‌ વલ્લભાચાર્ય મહાપભુજીના ૫૪૭ મા પ્રાગટયોત્‍સવ પ્રસંગે કલ્‍યાણ પુષ્ટિ હવેલી, વષાાપુર, અમદાવાદ દ્વારા યુવા વૈષ્‍ણવાચાર્ય પરમ પૂજ્‍ય ગો. ૧૦૮ શ્રી શરણકુમારજી મહોદયશ્રી ના સાન્નિધ્‍યમાં ત્રિદિવસીય મહોત્‍સવનું આયોજન વષાાપુર એમ્‍ફી થિયેટર ખાતે કરવામાં આવ્‍યું છે.

 

આ ત્રિદિવસીય આયોજનના પથમ દિવસે તા. ૨-૫, ગુરૂવારે શ્રી વલ્લભ ચિંતન અંતર્ગત યુવા વૈષ્‍ણવાચાર્ય દ્વારા જગદ્ગુરુ શ્રીમદ્‌ વલ્લભાચાર્યજી ના દિવ્‍ય સિદ્ધાંતોને આજના કળિકાળ અને આધુનિક યુગમાં પણ કેવી રીતે આત્‍મસાત્‌ કરી વૈષ્‍ણવો પોતાના જીવનને કઈ રીતે ઉચ્‍ચ સ્‍તરે લઈ જઈ શકે તે વિષય પર અમદાવાદમાં બિરાજતા યુવા વૈષ્‍ણવાચાર્યો શ્રી રણછોડલાલજી, શ્રી શરણમુકુમારજી, શ્રી વ્રજરાજકુમારજી, શ્રી અનુગ્રહકુમારજી તેમજ શ્રી વ્રજાધીશજી તેમના વચનામળતનો લાભ વૈષ્‍ણવોને પાપ્ત કરાવશે. વચનામળત બાદ વધાઈ અને કીર્તન સંમેલન યુવા આચાર્યો દ્વારા થશે.

આ મહોત્‍સવના દ્વિતિય દિવસે, તા.૩-૫, શુક્રવારે  પુષ્ટિ પરામર્ષ નું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં પુષ્ટિ માર્ગના  શાષાીજીનો શ્રી શરણકુમારજી મહોદયશ્રી સાથે સંવાદ થશે. આ સંવાદમાં મુંબઈથી શ્રી આદિત્‍ય શાષાીજી, વડોદરાથી શ્રી વત્‍સલ પધુમ્‍નશાષાીજી, સોલા ભાગવત અમદાવાદથી શ્રી અનંતકળષ્‍ણ શાષાીજી ઉપસ્‍થિત રહેશે. શ્રી અંકિત ભુપતાની પણ જોડાશે. ત્‍યારબાદ પ્રસિદ્ધ ગાયક શ્રી રાજુભાઈ ભટ્ટ દ્વારા ભજન સંધ્‍યાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મહોત્‍વના ત્રીજા દિવસે એટલે શ્રીમદ્‌ વલ્લભાચાર્યજી પાગટયોત્‍સવ તા.૪-૫, શનિવારે  દિવ્‍ય અને ભવ્‍ય શોભાયાત્રા નીકળશે. જેમાં હાથી, ઘોડા, બેન્‍ડ વાજા તેમજ વિશેષ રીતે પુષ્ટિ માર્ગના સપ્ત નિધિ સ્‍વરૂપની ઝાંખી, દર્શન તેમજ બાલસંસ્‍કાર કેન્‍દ્રના બાળકો દ્વારા ૮૪ વૈષ્‍ણવોના વેશને ધારણ કરી શોભાયાત્રામાં શામેલ થશે.

શોભાયાત્રા સત્‍યમ્‌ બંગલોઝ, અમદાવાદ આલ્‍ફા મોલ વનની પાછળથી શરૂ થઈ વષાાપુર એમ્‍ફી થિયેટર ખાતે પધારશે અને ધર્મસભાના રૂપમાં ફેરવાઈ જશે. ધર્મસભામાં કાલુપુર ગાદી સંસ્‍થાનના યુવા આચાર્ય લાલજી મહારાજ શ્રી વ્રજેન્‍દ્રપસાદજી મહારાજ, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલિપદાસજી મહારાજ, તેમજ ભાગવત ઋષિજી દ્વારાના શ્રીમદ્‌ વલ્લભાચાર્યજીના દિવ્‍ય વાણીનો લાભ તેમજ શરણકુમારજી મહોદયશ્રી ના વચનામળતનો લાભ વૈષ્‍ણવોને પાપ્ત થશે.

મહોત્‍સવ દરમ્‍યાન શ્રી કલ્‍યાણરાય પભુ, શ્રી ગોવર્ધનધરણ પભુ, શ્રી ગિરિરાજજી, શ્રી યમુને મહારાણીજીને વિશેષ ભોગ, વષાો અને કલાત્‍મક આભૂષણો ધરાવવામાં આવશે. આ ત્રિદિવસીય મહોત્‍સવ દરરોજ સાંજે ૫.૩૦ કલાકે શરૂ થશે. મહોત્‍સવમાં જોડાવા માટે હવેલી દ્વારા વૈષ્‍ણવો માટે બાપુનગર, મણીનગર, ઇસનપુર, બોપલ તેમજ નિકોલથી બસની સુવિધાનું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે

(4:28 PM IST)