<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારો તથા કલેકટર સામે પોલીસ કમિશનરને ફરિયાદ

સુરત શહેર-કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખે નોંધાવી ફરિયાદ

સુરત તા. ૬ :.. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા મામલે શહેર કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ અશોક પીપંળે દ્વારા સુરત પોલીસ કમીશનરને ત્રણ ટેકેદારો તથા જીલ્લા કલેકટર વિરૂધ્‍ધ ફરીયાદ કરતા ખળભળાટ મચી ગયો છે.

ફરીયાદની વિગતોમાં અશોક પીંપળેએ ટેકેદારો રમેશભાઇ બાવચંદભાઇ પોલરા, જગદીશભાઇ નાનજીભાઇ સાવલીયા, ધ્રુવીન ધીરૂભાઇ ધામેલીયા તથા સુરત કલેકટર ડો. સૌરભ પારધી સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં ત્રણેય ટેકેદારો દ્વારા સોંગદનામુ રજૂ કરી ટેકેદાર તરીકે પોતાની સહી ન હોવાનું જણાવ્‍યું હતું. તેઓ આ લોકસભા વિસ્‍તારના મતદાર હોવાનું પ્રમાણ પત્ર પોતે મેળવેલ હોવા છતાં સોંગદનામુ રજુ કરી પોતાની સહી ન હોવાનું જણાવ્‍યું હતું. ઉપરાંત કલેકટરશ્રી ડો. સૌરભ પારધી કોંગ્રેસ ઉમેદવાર કુંભાણીનું ફોર્મ શરૂથી જ કોઇના પ્રભાવમાં રદ કરવા માંગતા હોવાનું ફરીયાદમાં જણાવાયું છે.

(5:05 PM IST)