તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 6th May 2024
બુટલેગર નિકુંજ શાહને પાસા હેઠળ હિંમતનગર જેલમાં ધકેલતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા, નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા ઝુંબેશ અન્વયે તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂ ગેર કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો વિરૂધ્ધ પાસા અને તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ સાગબારા પોલીસ સ્ટેશન દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ અને જીલ્લા કલેકટર નર્મદા તરફ પોલીસ અધિક્ષક, નર્મદા નાઓ મારફતે મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ અને જીલ્લા કલેકટર નર્મદા દ્વારા આવી ગેર કાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા સમજી ત્વરીત નિકુંજ અશોક શાહ( રહે.ટીંબાના મુવાડા તા.ગળતેશ્વર જી.ખેડા વાળા) વિરૂધ્ધ પાસ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ જે પાસા વોરંટ ઇસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા લોકેશ યાદવ મદદનીશ પોલીસ અધિક્ષક, રાજપીપલા ડિવીઝન રાજપીપલા અને પી.જે.પંડયા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ સી.ડી.પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા સામાવાળાને તા.૦૩/૦૫/૨૦૨૪ નારોજ અટક કરી જીલ્લા જેલ હિંમતનગર ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
