તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું: દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ૧૧ થી ૧૩ મે વચ્ચે કમોસમી વરસાદ થવાની સંભાવના: હવામાન તંત્ર

ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને તેની નજીકના ગુજરાતના દરિયાકાંઠે સરેરાશ દરિયાની સપાટીથી ૧.૫ કિમી અને ૫.૮ કિમીની વચ્ચે સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
ભારતીય હવામાન વિભાગે તેની તાજેતરની આગાહીમાં ૧૧મી મેથી ૧૩મી મે, (ગુરુ, શુક્ર અને શનિવાર) દરમિયાન વરસાદની સંભાવનાની આગાહી કરી છે.
હવામાન ખાતાના બુલેટિન મુજબ, ૧૧મી મેના રોજ દક્ષિણ ગુજરાત પ્રદેશના ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
૧૨મી મેના રોજ, દક્ષિણ ગુજરાત પ્રદેશના છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
અને ૧૩મી મેના રોજ, દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
