<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

માટીની ભેખડ ધસી પડતા ૪ મહિલાઓના કરુણ મોત : ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં આજે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં મોહનપુરા નગરમાં માટીની ભેખડ ધસી પડતા તેની નીચે દટાઈ જવાથી ચાર મહિલાઓના મોત થઈ ગયા છે. કાસગંજ જિલ્લામાં એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેટલીક મહિલાઓ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન માટીની જરૂર પડતી હોય છે તેથી સત્સંગમાં હાજર મહિલાઓ મોટી સંખ્યામાં માટી લેવા ગઈ હતી. જ્યાં માટી ખોદતી વખતે આખી ભેખડ મહિલાઓ પર ધસી પડી હતી. ૨૦થી વધુ મહિલાઓ અને બાળકો માટીની અંદર દટાઈ ગયા છે. તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેસીબી દ્વારા કઢાયેલા મહિલાઓ અને બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.2:51 PM IST

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે : વડતાલધામ છેલ્લા ૨૦૦ વર્ષથી માનવતાના કલ્યાણ માટે સમર્પણ ભાવ સાથે સેવારત છે : ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સંતો મૂલ્યનિષ્ઠ અને કર્મઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યા છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : વડતાલ લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલની ગરિમામય ઉપસ્થિતિ : આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રો અને ધર્મગ્રંથો દ્વારા ભાવી પેઢીને જીવનદર્શન કરાવ્યું છે : સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય વૈદિક પરંપરાના ચિંતન સાથે પ્રાણીમાત્રના કલ્યાણ માટેનો ભારતીય સંસ્કૃતિનો માર્ગ સમગ્ર વિશ્વમાં પ્રશસ્ત કર્યો છે : વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ યોગદાન આપી ભારતને વિશ્વગુરુ બનાવવા પ્રતિબદ્ધ બનીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી5:00 PM IST

નિતી, પ્રમાણિકતા, સત્‍ય સાથે જીવન ઘડનાર સમાજશ્રેષ્‍ઠી હીરાલાલભાઇ માણેક : હીરાલાલભાઇ માણેક જીવન પણ તેમના નામ જેવુંજ ચમકદાર રહ્યું છે. :હીરાલાલભાઇએ ૧૯ વર્ષની ઉંમરે પિતાનો ટ્રાન્‍સપોર્ટનો વ્‍યવસાય સંભાળ્‍યો હતો. જોકે એ પછી શહેરની અનેક સંસ્‍થાઓમાં ટ્રસ્‍ટી, સેક્રેટરી, ઉપપ્રમુખ, પ્રમુખના હોદ્દાઓ પર રહી સતત પ્રવળતિમય જીવન જીવી રહ્યા છે. :૧૯૯૦-૯૧ ની સાલમાં ગુજરાત રાજ્‍યના તત્‍કાલિન મુખ્‍યમંત્રી ચિમનભાઇ પટેલે હીરાલાલભાઇની બીન રાજકિય વ્‍યક્‍તિ તરીકે જીઆઇડીસી ડિરેક્‍ટર, સીઇડી ડિરેક્‍ટર, લેબર વેલફેર બોર્ડ ડિરેક્‍ટર અને નર્મદા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી તરીકે નિમણુંક કરી હતી. :હીરાલાલભાઇ રાજકોટ લોહાણા બોડિર્ગ હાઉસમાં છેલ્લા ૭ વર્ષથી પ્રમુખ તરીકે કાર્યરત છે. :૧૯૬૨-૬૩ માં તલત મહેમુદ, ગીત્તા દત્ત અને મહેન્‍દ્ર કપૂર રાજકોટ આવેલા ત્‍યારે હીરાલાલભાઇનો તેમની સાથે સંપર્ક બન્‍યો હતો. :રાજકોટની ભાગોળે બનેલા મેટોડાનું ડેવલપમેન્‍ટ હીરાભાઇએ જીઆઇડીસીના ડાયરેક્‍ટર પદ પર રહીને કર્યું.10:55 AM IST