તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
આમોદની પૂરસા રોડ નવી નગરીમાં દૂધ લેવા જતી વેળાએ પીકઅપ ગાડીએ ટક્કર મારતા આધેડનું મૃત્યુ

આમોદ : આમોદની પુરસા રોડ નવી નગરીમાં રહેતા એક આધેડ મળસ્કે પાંચ કલાકે રાજ પ્રોવિઝન નામની દુકાન ઉપર દૂધ લેવા માટે જતાં હતા.તે સમયે દૂધ લઇને આવતી પીકઅપ ગાડીએ પાછળથી ટક્કર મારતાં તેમનું મોત થયું હતું.આમોદ પોલીસે દૂધ લઇને આવતી પીક અપ ગાડી કબેજ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદની પુરસા રોડ નવીનગરીમાં રહેતા ઐયુબભાઈ અલભા ખોખર ઉ.વ.૫૨ આજ રોજ સવારના પાંચ કલાકે પ્રાથમિક શાળા પાસે આવેલી રાજ પ્રોવિઝન સ્ટોર ઉપર દૂધ લેવા માટે જતાં હતાં ત્યારે નેશનલ હાઇવે નંબર ૬૪ ઉપર પાછળથી દૂધ લઈને આવતી પિક અપ ગાડીના ચાલકે પુરઝડપે હંકારી લાવી પાછળથી ઐયુબભાઈ અલભા ખોખરને ટક્કર મારતાં તેમને ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ તેમના મૃતદેહને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.જ્યારે પિકઅપ વાન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો.આમોદ પોલીસે મરણ જનારના પુત્ર ઇલ્યાસભાઈની ફરિયાદ નોંધી પિક અપ વાન કબજે લઈ ગાડીના ચાલકને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
