તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
તલાલા નજીક રિએક્ટર સ્કેલ પર ૩.૪ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો
સૌરાષ્ટ્રમાં બપોરે ભૂકંપના આંચકા અનુભવાયાઃભૂકંપથી કોઈ પણ પ્રકારનું જાનમાલનું નુકસાન થયું નથી

તલાલા, તા.૮
ગુજરાતના સૌરષ્ટ્રમાં બુધવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે આ અંગે જણાવ્યું કે આજે બપોરે ૩.૧૮ વાગ્યે સૌરાષ્ટ્રમાં તલાલાથી ૧૨ કિમી ઉતર-ઉતરપૂર્વમાં રિએક્ટર સ્કેલ પર ૩.૪ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જોકે આ ભૂકંપથી કોઈ પણ પ્રકારનું જાનમાલનું નુકસાન થયું નથી. ભૂકંપના પગલે હાલ લોકોમાં ભયનો માહોલ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ૨૦૨૩માં છેલ્લા બે માસથી એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં એક વાર વલસાડમાં, એક વાર રાજકોટમાં અને છ વખત કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતના નૅશનલ સેન્ટર ફૉર સિસ્મૉલૉજીએ 'એક્સ' પર પુષ્ટિ કરી હતી કે ૮મી ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે નવ વાગ્યે, ૩.૯ની તીવ્રતાનો ધરતીકંપ રાજકોટના ઉત્તરપશ્ચિમમાં ૧૩૩ કિમી દૂર, ૨૦ કિમીની ઊંડાઈએ નોંધાયો હતો.
કચ્છમાં તેના અસામાન્ય પ્રાકૃતિક સ્થાન અને ભૂગોળને કારણે, દર થોડા મહિને ધરતીકંપના આંચકા અનુભવાય છે. આ ઉપરાંત જાન્યુઆરી, ૨૦૦૧માં આવેલ ભૂંકપે કચ્છમાં સર્જેલી તારાજીનાં દૃશ્યો પણ ઘણાને યાદ હશે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
