તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
મુંબઈ રહેતા સંગીતકાર શિવરામ પરમાર મુંબઈથી મત આપવા રાજપીપળા આવ્યા,મત આપી તરત રવાના થયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા ના જાણીતા સંગીકાર કે જેઓ મુંબઈમાં રહી સંગીતમાં ખૂબ નામના મેળવી ચૂક્યા છે અને હાલ માં ઘણા વ્યસ્ત હોવા છતાંય બધું કામ બાજુ પર મૂકી ને મુંબઈ થી રાજપીપળા મતદાન કરવા આવ્યા અને આ મહાપર્વમાં પરિવાર સાથે યોગદાન આપ્યું.ત્યારબાદ મતદાન કરી ને તરત મુંબઈ જવા રવાના થઈ ગયા હતા.
શિવરામ પરમારે સૌને મેસેજ આપતા જણાવ્યું કે મતદાન એ સૌ ભારતીયો માટે એક મહા પર્વ છે અને આ પર્વ ની ઉજવણી રૂપે આપણે સૌ મતદાન કરીએ અને કરાવીએ એજ નમ્ર વિનંતી, દર પાંચ વર્ષે આવનાર આ મહાપર્વ માં આપણે સૌ સહભાગી બની ભારતના લોકતંત્ર ને મજબૂત બનાવવું એ આપણી સૌની ફરજ છે.લોકશાહી ના આ મહાપર્વ માં આપણા મતાધિકાર નો ઉપયોગ કરી પવિત્ર મતદાનની ફરજ બજાવીએ. સમજી વિચારીને કરેલ મતદાનરુપી આપણો એક પવિત્ર મત સુશાસન ને મજબુત બનાવવામાં આશિર્વાદરૂપ પુરવાર થશે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
