<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

દેડિયાપાડાની 10 આશા વર્કરો મતદાનથી વંચિત: બે દિવસ પહેલા આ બહેનોનું વોટિંગ થઈ ગયું હોવાની જાણ થતાં બહેનો આશ્ચર્યમાં મુકાઈ

દેડિયાપાડા મહિલા અને બાળ વિકાસ આઈ.સી. ડી. એસ. કચેરીની બેદરકારીના કારણે વોટિંગથી વંચિત રહી ગયાની ચર્ચા, આંગણવાડી બહેનોએ ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ભરૂચ લોકસભા ૨૦૨૪ ની ચુંટણી તા. ૭ મે ના રોજ યોજાઈ હતી. જેમાં દેડિયાપાડાની ૧૦ આંગણવાડીની આશા વર્કર બહેનો મતદાન કરવાથી વંચિત રહી હતી તેવી બૂમો ઉઠવા પામી છે.

દેડિયાપાડાની ૧૦ આશા વર્કર બહેનો જ્યારે મતદાન મથકે મતદાન કરવા પહોંચી હતી ત્યારે તેમને કહી દેવામાં આવ્યું હતું કે " તમારું બે દિવસ પહેલાં વોટિંગ થઈ ગયું છે. ત્યારે આ જવાબ સાંભળીને ૧૦ આશા વર્કર બહેનો ના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જાણવા મળ્યા મુજબ આ બાબતે તેમણે ચૂંટણી અધિકારી, જવાબદાર અધિકારીને લેખિત જાણ કરી તો તેઓ પણ ગોળ ગોળ વાતો કરતાં હતા, ૧૦ આંગણવાડી બહેનો મતદાનથી વંચિત રહી તેના માટે દેડિયાપાડા ની મહિલા અને બાળ વિકાસ કચેરી ના  સુપર વાઈઝર જવાબદાર છે તેવી પણ ચર્ચા સાંભળવા મળી છે.ત્યારે તેની તપાસ થાય એવી આ બહેનો એ માંગણી કરી છે. મહત્વની વાત એ છે કે આ ૧૦ આંગણવાડી વકૅરના મત કોણે તેમના નામે આપી દીધા ?  જેની ચુંટણી પંચ દ્વારા તપાસ કરવામાં આવે એવી માંગણી પ્રબળ બની છે.
આ મુદ્દે ડેડીયાપાડા પ્રાંત અધિકારી ડી.આર. સંગાડા એ જણાવ્યું કે આ બહેનો એ ફોર્મ નંબર.12 ભર્યું હતું માટે એ ફોર્મ પોસ્ટલ બેલેટ મતદાન કરવા માટેનું હોય પરંતુ એમણે પોસ્ટલ બેલેટ મતદાન કર્યું છે કે નહિ એ તપાસ બાદ ખબર પડશે.હું હાલમાં ભરૂચ સ્ટ્રોંગ રૂમ પર છું એમણે મને અરજી કરી હશે તો હું જવાબ કરીશ

(10:40 PM IST)