તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
રાજપીપળા કસ્બાવાડની મૂકબધિર યુવતી બહેનપણીને ત્યાં જવા નિકળ્યા બાદ ગુમ થતા પોલીસની મદદ લેવાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના કસ્બાવાડ વિસ્તારમાં રહેતી એક યુવતી ઘરેથી તેની બહેનપણીના ઘરે જવાનું કહી ને ગઈ ત્યારબાદ ઘરે પરત નહિ આવતા પરિવારે રાજપીપળા પોલીસ ને જાણ કરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર સબાનાબાનુ વારીશભાઇ નિઝામભાઇ શેખ(રહે, કસ્બાવાડ દલસુખભાઇ મિસ્ત્રીની ચાલની પાછળ રાજપીપલા) નાઓ એ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમની દીકરી તનજીમબાનુ વારીસભાઇ શેખ ઉ.વ.૨૧ જે બહેરી તેમજ ગુંગી હોય ઘરેથી તેણીની બહેનપણી ના ઘરે જવુ છું તેવું સાંકેતીક ભાષામાં ઇસારો કરી ગઈ હતી પરંતુ તેણી બહેનપણી ના ઘરે નહી જઇ ક્યાક જતા રહેલ છે, ગુમ થનારે શરીરે આખો કાળા કલરનો કુરતો તેમજ મોઢા ઉપર કાળા કલરનો સ્કાપ તથા લેંગીજ બ્લેક કલરની પહેરેલ છે. કપાળ ઉપર જુનુ વાગેલાનું નિશાન છે.કોઈને પણ આ યુવતી ની ભાળ મળે તો રાજપીપળા પોલીસ નો સંપર્ક કરવો.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
