<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ઉનાળામાં માંગરોળના મહેન્દ્ર પ્રજાપતિએ પગરખાંની પરબ અંતર્ગત જુનવદ ગામમાં ચપ્પલ વિતરણ કર્યું

શાળાએ જતા બાળકોના પગમાં પગરખાં ન હોવાથી બણબણતા તાપને કારણે આ બાળકો શાળાએ જઈ શકતા નથી: પાણીની પરબ તો ઘણી જગ્યા એ હોય પણ પગરખાંની પરબ અંતર્ગત ચપ્પલ આપવામાં આવ્યા હતા.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: નર્મદા જિલ્લામાં હાલ પડી રહેલી આકરી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે ત્યારે ઉનાળાની ખતરનાક ગરમી માં જિલ્લાના માંગરોળ ગામના મહેન્દ્ર પ્રજાપતિએ પગરખાંની પરબ અંતર્ગત જુનવદ ગામમાં ઘરે ઘરે જઈને ચપ્પલનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.

   ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં પાણીની સાથે સાથે ગરમીના રક્ષણ માટે માથે ટોપી અને પગ માં પગરખાં હોય તો ગરમીમાં રાહત મળે અને આ માટે પાણીની પરબ તો ઘણી જગ્યા એ હોય પણ પગરખાંની પરબ અંતર્ગત ચપ્પલ આપવામાં આવ્યા હતા.
   આમ તો પગરખાંની પરબ ક્યાંય જોવા મળતી નથી જેથી નર્મદાના વામન કદના વિરાટ માનવી એવા મહેન્દ્ર ભાઈ પ્રજાપતીએ અને તેમને આ પ્રેરણા મળી જેથી આ કાર્ય ઉપાડ્યું અને ગરીબ અને નિરાધાર બાળકોને પણ પગરખાં ભેટ આપે છે.
હાલમાં ઉનાળો તો આકરો બનતો જાય છે. નર્મદાના અંતરિયાળ વિસ્તારની કે જ્યાં હજી પણ શાળાએ જતા બાળકોના પગમાં પગરખાં નથી અને બણબણતા તાપને કારણે આ બાળકો શાળાએ પણ જઈ  શકતા નથી, ત્યારે આવી જ એક ગરીબ બાળકીને નર્મદાના નાનકડા એવા માંગરોળ ગામના મહેન્દ્રભાઈ પ્રજાપતિનો ભેટો થયો કે જે માત્ર પગરખાં ન હોવાને કારણે શાળાએ જઈ  શકતી ના હતી,  કેમકે તેના પગમાં દાઝતું હતું ત્યારે મહેન્દ્રભાઈને વિચાર આવ્યો કે  કઈક યોગદાન આપવું જોઈએ અને તેમને નક્કી કર્યું કે માત્ર પગરખાં વગર શાળાએ ના જઈ શકતા બાળકોને શોધીને તેમને પગરખાં પહેરાવવા ત્યારબાદ તેમને શરુ કરી પગરખાંની પરબ, મહેન્દ્રભાઈનું માનવું છે કે પાણીની પરબ તો સહુ કોઈ ખોલે મારે આ પગરખાંની પરબ ખોલવી છે અને શાળાએ જતા બાળકો ને પગરાખા પહેરાવી તેમને તાપથી રક્ષણ આપી ભણતા કરવા છે, અને તેમને શરૂઆત પણ કરી દીધી, આશ્રમશાળાઓ અને શાળાઓમાં જઈને બાળકોને જાતેજ પગરખાં પહેરાવવાનું શરુ કર્યું અને જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં તેઓ બાળકોને પગરખાં પહેરાવી સંતોષ માની  રહ્યા છે. તે જ રીતે હાલમાં જુનવદ ગામ માં ચપ્પલ નું વિતરણ કરી સંતોષ માન્યો હતો

(10:47 PM IST)