તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
ચૈત્ર નર્મદા પંચકોશી પૂર્ણ થયા બાદ નર્મદા મૈયાની વધુ એક પંચકોશી યાત્રાનો 19 મેં થી થશે પ્રારંભ
પાંચ દિવસ પાંચ રાત્રી રોકાણ જ્યા ડાયરા, ભંડારાનું આયોજન થાય છે. વૈશાખ મહિનામાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ છે.

ભરત શાહ દ્વારા) રાજપીપળા: ચૈત્ર માસમાં એક મહિનો ચાલતી ઉત્તરવાહિની મા નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનો વિશેષ મહિમા હોય છે. એવી જ રીતે આ પાંચ દિવસ ચાલનારી પંચકોશી પરિક્રમાનું પણ વિશેષ મહત્ત્વ છે. અને આ પરિક્રમા પણ વર્ષોથી ચાલતી આવી છે જેમાં મહારાષ્ટ્રના ભક્તો વધુ જોડાય છે. આ પાંચ દિવસ ચાલનારી પંચકોશી પરિક્રમા વૈશાખ સુદ એકાદશી જેને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે. એટલે કે 19 મેં 2024 થી નર્મદા કિનારે આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર, વાંસલાથી પ્રારંભ કરવામાં આવે છે.
આ વર્ષે યોજાનારી આ નર્મદા પંચકોશી યાત્રાનો પ્રારંભ શર્માજી તથા કિરણ મૌસી એમ.પી ના સહયોગથી કરવામાં આવશે. 19 મેં 2024 થી સૂર્યમુખી હનુમાનજી મંદિર, વાંસલાથી પ્રારંભ થશે ત્યાંથી સીધા પગપાળા ચાલી ને માંગરોલ પહોંચશે જ્યાં માંગરોલ યુવક મંડળ દ્વારા ભંડારાનુ આયોજન કરવામાં આવ્યું છે. સાંજે નાની-મોટી પનોતી સિતારામ મહારાજ તરફથી ભંડારો અને રાત્રી રોકાણ ની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજે દિવસે 20 મેં ના રોજ સવારે નિકળીને પોઇચા ચોકડી પર હિતેશભાઈ પટેલ ગૃપ તરફથી ભંડારો. રાત્રી રોકાણ તથા ભંડારો કુબેર ભંડારી મુકામે.રાત્રી રોકાણ, 21 મેં ના રોજ કુબેર ભંડારીથી બુંજેઠા યુવક મંડળ દ્વારા ભંડારો. તિલકવાડા રાત્રી રોકાણ, તિલકવાડા યુવક મંડળ તમામ વ્યવસ્થા કરશે. 22 મેં સુલપાણેશ્વર મંદિર રાત્રી રોકાણ. રોશનભાઈ પટેલ તરફથી ભંડારો કરવામાં આવશે અને 23 મેં ના રોજ પૂર્ણાહુતી સવારે 12 કલાકે સૂર્યમુખી હનુમાનજી મંદિર, વાંસલા, પંચકોશી યાત્રા સમાપન જાહેર કરવામાં આવશે.
થરી ગામના રોશન પટેલે જણાવ્યું હતું કે આ જે પંચકોશી પરિક્રમા છે જે ખુબજ મહત્વની છે અને માનવાંછુક ફળ આપનારી છે જેથી આ પરિક્રમા પણ ચૈત્ર મહિના જેવી છે પરંતુ આ લાંબી છે એટલે ભક્તો ઓછા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી એમ.પી. મહારાષ્ટ્ર થી ભક્તો ની સંખ્યામાં ખુબ વધારો નોંધાયો છે. આ પરિક્રમા અંદાજિત 75 થી 80 કિમિ લાંબી છે અને પગપાળા કરવાની છે. પણ એકવાર કરવાથી નર્મદા નદીની મોટી પરિક્રમા કર્યા નું પુણ્ય મળે છે
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
