તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
પત્ની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય ગંભીર અપરાધ, પતિને જામીન ન મળેઃ હાઇકોર્ટ
આરોપી પતિની સક્સેસિવ આગોતરા જામીન અરજી રદ કરતાં હાઇકોર્ટનું અવલોકન

અમદાવાદ,તા. ૯: પત્નીને ત્રાસ આપી તેને તરછોડી મૂકવા ઉપરાંત પતિ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે એ અત્યંત જઘન્ય ગુનો ગણાય અને પતિને આવા ગુનામાં આગોતરા જામીન મળી શકે નહીં, એવું મહત્ત્વપૂર્ણ અવલોકન હાઇકોર્ટે કર્યો છે. વટવા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ પત્નીએ કરેલી ફરિયાદમાં થયેલી આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવી કાઢી હતી. જસ્ટિસ જે.સી. દોશીએ જામીન નહીં આપવાનું ઠરાવતાં અવલોકન કર્યું હતું કે,પ્રસ્તુત કેસમાં પત્ની વિરુદ્ધ પતિના જઘન્ય અપરાધને ધ્યાને લેતાં હાઇકોર્ટે તેના વિશિષ્ટ અધિકારોનો ઉપયોગ કરી તેને કોઇ પણ પ્રકારની રાહત આપી શકે નહીં. તેની જામીન અરજી રદ કરવામાં આવે છે.
પતિએ ધરપકડથી બચવા કરેલી જામીન અરજી અગાઉ કોર્ટે ફગાવી દેતાં, તેણે ફરીવાર આગોતરા જામીન મેળવવા સક્સેસિવ અરજી કરી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે,જો એક વાર આરોપીની પ્રિ-એરેસ્ટ જામીન રદ કરી દેવામાં આવે ત્યારબાદ જો અગાઉના સંજોગોમાં કોઇ ફેરફાર ન થયા હોય એ સિવાય આરોપી સક્સેસિવ જામીન અરજી કરી શકે નહીં. પ્રસ્તુત કેસમાં આરોપીના એડવોકેટ દ્વારા ક્યાંય પણ એ પ્રસ્થાપિત કરાયું નથી, કે અગાઉની જામીન અરજીમાં હાલની જામીન અરજી દરમિયાન સંજોગોમાં શું ફેરફાર થયા છે. એટલું જ નહીં આ ફેરફાર એવા હોવા જોઇએ કે અગાઉ રદ થયેલી જામીન અરજીમાં હસ્તક્ષેપ કરવાની જરૂર ઊભી થાય. અથવા તો અગાઉનો જે મત હોય એ અર્થહીન થઇ ગયો હોય. સંજોગોમાં એવા ફેરફાર થયા હોવા જોઇએ કે એ અગાઉના નિર્ણય પર સીધી અસર કરતાં હોય. અગાઉ જેવા જ આધાર અને કારણો દર્શાવી સક્સેસિવ જામીન અરજી કરી શકાય નહીં. આ સિવાય જો પ્રસ્તુત કેસમાં દાખલ થયેલી FIRને ધ્યાનમાં લઇને તો પત્નીએ પતિ વિરુદ્ધ આ FIR કરી છે. જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપે છે, એટલું જ નહીં તેણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું છે. મહિલા વિરુદ્ધ આવા ગંભીર અને જઘન્ય અપરાધ કરનારા આરોપીને કોઇ રાહત આપી શકાય નહીં. આ કેસમાં પત્ની તરફથી વટવા પો.સ્ટે.માં એવી ફરિયાદ કરવામાં આવી હતી કે તેનો પતિ તેના પર ખોટો વહેમ રાખીને તેને બિભત્સ ગંદી ગાળો બોલી, મારઝુડ કરે છે. એટલું જ નહીં, અવાર નવાર તેની મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરે છે. ઘરમાંથી કાઢી મુકવાનું કહી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
