<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ગુજરાતમાં હોમ લોકર સેગમેન્‍ટ ૨૦%ના દરે વધી રહ્યો છે

રાજ્‍યમાં હોમ લોકરનું માર્કેટ ૧૦૦ કરોડ રૂપિયાનું

અમદાવાદ તા. ૯ : સોનાના ભાવમાં વધારો થતાં દેશભરમાં હોમ લોકર્સની માંગમાં વધારો થયો છે. નિષ્‍ણાતો કહે છે કે ગોલ્‍ડ લોનની વધતી જતી લોકપ્રિયતા સંસ્‍થાકીય માંગમાં પણ વધારો કરી રહી છે. રાજયમાં એકંદર લોકર માર્કેટનું કદ આશરે રૂ. ૧૦૦ કરોડ છે, જેમાં હોમ સેગમેન્‍ટનો ફાળો લગભગ ૪૦% છે.

ગોદરેજ સિક્‍યુરિટી સોલ્‍યુશન્‍સના બિઝનેસ હેડ પુષ્‍કર ગોખલેએ જણાવ્‍યું હતું કે, ‘અમે સોનાના ભાવમાં વધારો થવાને કારણે હોમ લોકર્સની માંગમાં વધારો જોયો છે. ગુજરાતમાં, અમદાવાદ, સુરત અને આણંદ જેવા શહેરો હોમ લોકરની વધુ માંગ દર્શાવે છે. રૂ. ૧૦૦ કરોડનું આ બજાર ૨૦ ટકાના દરે વધી રહ્યું છે.'

તેમણે ઉમેર્યું, ‘ગુજરાતનું હોમ લોકર માર્કેટ દિલ્‍હી, કર્ણાટક અને તમિલનાડુ પછી ટોચના રાજયોમાં આવે છે. સંસ્‍થાકીય માંગના સંદર્ભમાં, બેંકો અને NBFCs ઉપરાંત, સહકારી બેંકો પણ નોંધપાત્ર સંખ્‍યામાં લોકર ખરીદી રહી છે, મુખ્‍યત્‍વે ગોલ્‍ડ લોનના વધતા વલણ વચ્‍ચે ગ્રાહકોના સોનાની સુરક્ષા માટે.'

(11:03 AM IST)